Jioના ઇનવેસ્ટમેન્ટથી મુકેશ અંબાણીને થયો જોરદાર લાભ, સંપત્તિને મામલે વોરેન બફેટને પાછળ પાડી નિકળી ગયા આગળ

સંપત્તિની બાબતમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન મુકેશ અંબાણીએ વોરેન બફેટને પાછળ મુકી દીધા છે. બર્કશાયર હેથવેના ફાઉન્ડર વોરેન બફેટને વિશ્વના સૌથી મોટા અને સફળ રોકારણકાર માનવામાં આવે છે. વર્ષ 2008માં બફેટ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા અને તેઓ લાંબા સમય સુધી ટોપ 3 સંપત્તિવાન વ્યક્તિઓમાં રહ્યા છે.

Image Source

કેટલી થઈ મુકેશ અંબાણીની સંપત્તિ

ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણીની સંપત્તિ 70 બિલિયન ડોલરને ઓળંગી ગઈ છે. ફોર્બ્સ ઇન્ડિયાએ મુકેશ અંબાણીને આઠમાં સૌથી ધનવાન વ્યક્તિ બતાવ્યા છે. તેમણે બર્કશાયર હેથવેના વોરેન બફેટ, ગુગલના લેરી પેજ અને સર્ગે બ્રીનને પાછળ છોડી દીધા છે.

Image Source

મુકેશ અંબાણી કરતા કોણ આગળ છે ?
અબજોપતિની યાદીમાં ટોપ પર એમેઝોનના ફાઉન્ડર બેજોસ છે. તો વળી માઇક્રોસોફ્ટના બિલગેટ્સ બીજા નંબર પર છે જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ ફેમિલી ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ ચોથા નંબર પર છે, સ્ટીવ બોલ્મર પાંચમાં નંબર પર અને લેરી એલિસન છઠ્ઠા નંબર પર છે.

Image Source

ટોપ 10ની યાદીમાં એક માત્ર એશિયન

વિશ્વનના ટોપ-10 ધનવાનોની યાદીમાં સમગ્ર એશિયામાંથી એકમાત્ર મુકેશ અંબાણીનો જ સમાવેશ થાય છે. તમને અહીં જણાવી દઈએ કે ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર રેંકિંગ દર મિનિટે અપડેટ થતી રહે છે. તેમાં અબજોપતીની સંપત્તિનુ આકલન તેમની કંપનીના શેરની કીંમતના આધારે કરવામાં આવે છે. તે જ કારણ છે કે અબજોતીની સંપત્તિમાં ચડ-ઉતર આવતી રહે છે અ તેના કારમે રેંકિંગમાં પણ પરિવર્તનઆવતું રહે છે.

Image Source

મુકેશ અંબાણીને jioથી થયો આ ફાયદો

મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થવા પાછળ સૌથી મોટું કારણ રિલાયંસ જિઓ છે. વાસ્તવમાં, રિલાયંસ જિયોને વૈશ્વિક સ્તર પર 1 લાખ કરોડથી વધારેનું રોકાણ મળ્યું છે. આ રોકાણના કારણે રિલાયંસ ઇન્ડસ્ટ્રી દેવામુક્ત પણ થઈ ગઈ છે. તો બીજી બાજુ, રિલાયંસ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ રેકોર્ડ તોડ 1850 રૂપિયાનો ભાવ થયો છે. તાજેતરમાં રિલાયંસ ઇડસ્ટ્રીના માર્કેટ કેપ 12 લાખ કરોડ પાર થઈ ગયો છે. આ પહેલી એવી ભારતીય કંપની છે જેણે આ મુકામ પ્રાપ્ત કર્યું છે. તમને એ પણ જણાવી દઈ કે વોરેન બફેટે આ જ અઠવાડિયામાં 2.9 બિલિયન ડોલર ચેરીટીમાં આપી દીધા છે અને તેના કારણે તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે અને તેના કારણે તેમના રેંકિંગમાં પણ ઘટાડો થયો છે.

Image Source

89 વર્ષિય 2006માં પણ તેમણે બર્કશાયર હેથવેના 37 બિલિયન અમેરિકન ડોલર દાનમાં આપી દીધા હતા અને ત્યાર બાદ સતત તેમની રેન્કિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજીબાજુ તાજેતરમાં તેમના સ્ટોકનું પર્ફોમન્સ પણ નબળુ પડ્યું છે. આમ હવે 63 વર્ષિય મુકેશ અંબાણી દુનિયાના આંઠમાં સૌથી ધનવાન માણસ બની ગયા છે, અને બફેટ નવમાં. અંબાણીની કેટલીક ડીલ્સના કારણે ભારત માટે એક હોટ-સ્પોટ તરીકે ઉભરી આવ્યું છે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર્સ પણ હાલ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.