‘મહાભારત’માં આ પાત્ર નિભાવવા ઈચ્છતા હતા મુકેશ ખન્ના, પછીથી આ રીતે બન્યા ‘ભીષ્મ પિતામહ’.

‘મહાભારત’માં આ પાત્ર નિભાવવા ઈચ્છતા હતા મુકેશ ખન્ના, પછીથી આ રીતે બન્યા ‘ભીષ્મ પિતામહ’.

‘રામાયણ’ની સાથે સાથે ‘મહાભારત’નું પ્રસારણ ટીવી પર ફરીથી શરુ થઈ ગયું છે. જેના કારણે સીરીયલમાં નિભાવવામાં આવેલ પાત્ર સાથે જોડાયેલ કિસ્સાઓ લોકો જાણવા ઈચ્છે છે.

image source

‘મહાભારત’માં કૃષ્ણ સિવાયના જે પાત્રએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે તે ભીષ્મ પિતામહ જ હતા. તેમની વેશભૂષાથી લઈને અભિનય સુધી બધાએ લોકોને બાંધી રાખ્યા. અહિયાં સુધી કે તેમનો નિભાવેલ આ રોલ લોકોના આત્મામાં વસી ગયો છે. ‘મહાભારત’માં ભીષ્મ પિતામહનો રોલ મુકેશ ખન્નાએ નિભાવ્યો હતો. જાણીએ તેમને આ રોલ કેવી રીતે મળ્યો?

‘મહાભારત’માં મુકેશ ખન્ના અર્જુનનું પાત્ર નિભાવવા ઈચ્છતા હતા. આ શોના નિર્દેશક ગુફી પેનટલ હતા. જેમણે ‘મહાભારત’માં શકુનીનો પણ રોલ પ્લે કર્યો હતો. આની સાથે જ તેઓ ‘મહાભારત’ના કાસ્ટિંગ ડાયરેક્ટર હતા. ગુફીએ મુકેશ ખન્નાને પહેલા ફોન કરીને બોલાવ્યા. ખાસ વાત એ છે કે, ગુફી અને મુકેશ એકબીજાને પહેલેથી જ જાણતા હતા.

image source

ગુફી અને મુકેશ ખન્નાએ એક જાહેરાતમાં સાથે કામ કર્યું હતું. મુકેશ ખન્નાએ જયારે તેમને પૂછ્યું કે તેમને કયો રોલ આપવામાં આવશે તો ગુફીએ ચાર નામ લીધા. અર્જુન, કૃષ્ણ, કર્ણ અને ભીષ્મ પિતામહ. ત્યાર પછી મુકેશ ખન્નાએ ઓડીશન્સ આપ્યા. મુકેશ ખન્ના ઈચ્છતા હતા કે, તેમને કૃષ્ણ કે પછી અર્જુનનો રોલ મળે. ઓડીશન માટે મુકેશ ખન્ના ગેટઅપમાં આવ્યા. ગુફીએ ફોન કર્યો અને મુકેશ ખન્નાને કહ્યું કે, બી.આર.ચોપડાએ તેમને દુર્યોધનના પાત્ર માટે પસંદ છે.

મુકેશ ખન્નાએ ના પાડી દીધી. તેમનું કહેવું હતું કે, તેમની અંદરથી વિલન નહી નીકળતા. આ વચ્ચે કૃષ્ણ, અર્જુન અને કર્ણનો રોલ કોઈ અન્યને આપી દેવામાં આવ્યા. ત્યાર બાદ મુકેશ ખન્નાને ગુરુ દ્રોણાચાર્યનો રોલ ઓફર થયો. તેમણે આ પાત્ર માટે હા પણ કરી દીધી હતી. જેવો જ દ્રોણાચાર્યના સીન આવવાના હતા તો મુકેશ ખન્નાને ગુફીએ ફરીથી ફોન કરીને બોલાવ્યા.

image source

ગુફીએ મુકેશ ખન્નાને કહ્યું કે, ‘તમને ભીષ્મ પિતામહના રોલ માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. મુકેશ ખન્નાની પહેલા આ રોલ વિજેન્દ્ર ઘાટકે નિભાવવાના હતા. પરંતુ તેમની વાત બની શકી નહી અને પછી મુકેશ ખન્નાને ભીષ્મ પિતામહનો રોલ નિભાવ્યો. આપને જણાવીએ કે, બી.આર. ચોપડાની ‘મહાભારત’ને પહેલી વાર ટીવી પર પ્રસારણ વર્ષ ૧૯૮૮માં શરુ કરવામાં આવ્યું હતું.