મુંબઈથી 30 કલાકમાં 1730 કિ.મીનું અંતર કાપીને ‘બુલેટ રાણી’ બાઇક પર દુલ્હન પહોંચી પોતાના સાસરે

લગ્ના એક વર્ષ બાદ પહેલીવાર ગોસાઈગંજ ખાતેના પોતાના સાસરે આવવાનો મોકો મળતા મુંબઈની રહેનારી પ્રિયંકા બુલેટ બાઇક પર માત્ર 30 કલાકમાં મુંબઈથી અયોધ્યા પહોંચી. લગભગ 1730 કિમી.નું અંતર તેણીએ એકલાજ પુરું કર્યું.

image source

પ્રિયંકાની આ પ્રથમ સૌથી પહેલી ડ્રાઈવ હતી, તેની ઇચ્છા હતી કે તે પોતાની સૌથી લાંબી ડ્રાઈવ પર અયોધ્યા જઈને ભગવાન શ્રીરામના દર્શન તેમજ પૂજા કરે. તે ગોવા, ગુજરાત વિગેરેનું સફર બુલેટ પર આ પહેલાં કરી ચુકી છે. તેના માટે તેણીને ઘણાબધા સમ્માન પણ મળી ચુક્યા છે. બાઇક રાઇડર્સ પ્રિયંકાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. મુંબઈના ઘાટકોપરની રહેવાસી બાઇક રાઇડર પ્રિયંકા,
29 વર્ષની છે અને તેણીએ અયોધ્યાના ગોસાઇગંજના વિસ્તારના રામ મહર ગામના નિવાસી કમલેશ નિષાદ સાથે 2019માં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ એક વર્ષ બાદ જ્યારે તેણીને પહેલીવાર પોતાના સાસરે આવવાનો અવસર મળ્યો ત્યારે તેણે એકલા જ બુલેટથી સફર કરવાનું નક્કી કર્યું.

image source

તેણી 26મી ઓક્ટોબરે મુંબઈથી રવાના થઈ હતી. 1730 કિ.મીની આ મુસાફરી તેણીએ માત્ર 30 જ કલાકમાં પુરી કરી છે. આ દરમિયાન તેણી માત્ર આંઠ જગ્યાઓ પર જ થોડીવાર માટે આરામ કરવા રોકાઈ હતી. તેણી 27 ઓક્ટોબરની સાંજે અયોધ્યા પહોંચી હતી. પ્રિયંકાએ રામલલા, હનુમાનગઢી, કનક ભવન, સરયૂ તટ વિગેરેનું દર્શન પૂજન કર્યું. ત્યાર બાદ તેણી પોતાના સાસરે ગોસાઇગંજના રામ મહર ગામમાં પહોંચી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે નાસિક, ગુના, શિવપુરી, જાંસી, કાનપુર, લખનૌમાં તેણીનું સ્વાગત પણ કરવામા આવ્યું હતું.

પતિએ તેની ઇચ્છાઓને ઉડાન આપી

image source

પ્રિયંકા જણાવે છે કે તેની બાઈક જલાવવાની ખૂબ ઇચ્છા હતી, તેના માટે તેની માતાએ પણ તેણીને ખૂબ સપોર્ટ કર્યો. પણ લગ્ન બાદ તેમના પતિ કમલેશે તેમની ઇચ્છાઓને ઉડાન આપી. તેમણે માત્ર તેમને બાઇક ચલાવવાનું જ ન શિખવ્યું પણ લોંગ ડ્રાઈવ માટે પ્રેરિત પણ કરી. પ્રિયંકાએ પોતાની બુલેટનું નામ ભૈરવી રાખ્યું છે. તે પહેલાં પ્રિયંકા એનફીલ્ડ બુલેટ બાઇક કમ્પિટિશનમાં મુંબઈથી ગોવા સુધી પણ
પહોંચી છે અને તેના માટે તેણીનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામા આવ્યું છે. તેણી બુલેટથી ગુજરાત સુધી પણ ગઈ હતી. પ્રિયંકાએ જણાવ્યું કે તે તેની પહેલી લાંબી ડ્રાઈવ છે, તેમણે ગિનીઝ બુગક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાની માંગ કરી છે. ભૈરવી પર અયોધ્યા યાત્રા કરવાની તેની તીવ્ર ઇચ્છા હતી.

image source

પ્રિયંકાએ જણાવ્યું કે તેમની ભૈરવી પર અયોધ્યા યાત્રા કરવાની તીવ્ર ઇચ્છા હતી. કહ્યું કે આટલા લાંબા અંતરની મુસાફરી કરી જ્યારે તે અયોધ્યા પહોંચી તો સૌથી પહેલાં તેણીએ સરયુ નદી પર આચમન કર્યું, તેનાથી તેમનો બધો જ થાક ઉતરી ગોય.

image source

રામલલા, કનક ભવનમાં પ્રભુ શ્રીરામ તેમજ હનુમાનગઢીમાં બજરં બલીના દર્શન કરી તેમને ખૂબ શાંતિ મળી. કહ્યું કે અયોધ્યા શ્રીરામની જન્મભુમી છે, અહીં પહોંચીને તેમની જીવન યાત્રા ધન્ય થઈ ગઈ.