દુલ્હાએ પહેલા કરી પત્નીની હત્યા પછી કર્યું કાંઈક એવું કે તમને વિશ્વાસ નહિ થાય…

સુહાગરાત બની કાળરાત

દુલ્હા અને દુલ્હન માટે કાળ બની ગઈ લગ્નની પહેલી રાત.

દુલ્હાએ પહેલા કરી પત્નીની હત્યા પછી કરી લીધું સુસાઈડ.

તમિલનાડુ રાજ્યના તિરુવલ્લુર જીલ્લામાં એક નવવિવાહિત દંપતી માટે લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાત જ બની ગઈ કાળરાત્રિ બની ગઈ, બુધવારના રોજ રાતના નવવિવાહિત પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દીધી અને ત્યાર પછી નજીક આવેલ એક ઝાડ પર લટકી જઈને આત્મહત્યા કરી લીધી. નીતીવાસન અને સંધ્યા બંને એકબીજાને પ્રેમ કરતા હતા, નીતીવાસન અને સંધ્યાના લગ્ન બુધવાર સવારે લગ્ન કરી લીધા.

image source

શું છે પૂરો મામલો ? :

સંધ્યા અને નીતીવાસનના લગ્નનો દિવસ પસાર થઈ ગયો હતો. ત્યાર પછી રાતના સમય થયો અને રાતના સમય દરમિયાન સંબંધીઓએ સંધ્યાની ચીસો પાડતી અવાજ સાંભળી અને જલ્દીથી જ સંધ્યા અને નીતીવાસનના રૂમ તરફ આગળ વધ્યા, જયારે બધા સંબંધીઓ સંધ્યા અને નીતીવાસનના રૂમ પર પહોચ્યા ત્યારે તેમણે સંધ્યાને લોહીમાં ખરડાયેલ જોવા મળી. સંધ્યાને માથા પર લોખંડના સળિયાની મદદથી હુમલો કરવામાં આવ્યો હતો. સંધ્યા પર લોખંડના સળીયાથી હુમલો કર્યા પછી નીતીવાસન ઘર માંથી ભાગી ગયો અને ત્યાર પછી નીતીવાસન ઘરની નજીક જ આવેલ એક ઝાડ પર લટકી ગયેલ મળી આવ્યો.

image source

સંબંધીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે જલ્દી જ પોલીસને આ બાબતની જાણકારી આપી દીધી. પોલીસના પહોચતા જ અમે સંધ્યાને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં હોસ્પિટલના ડોકટરોએ સંધ્યાને મૃત જાહેર કરી દીધી. પોલીસ જણાવે છે કે, નીતીવાસનની શોધ કરવામાં આવી, પરંતુ નીતીવાસનની મોડી રાત સુધી તેમને કઈ ખબર મળી નહી.

image source

પોલીસે દિવસના સમયમાં નીતીવાસનની શોધ કરવાનો નિર્ણય કરતા પોલીસ અધિકારીઓ પાછા પોલીસ સ્ટેશન ચાલ્યા ગયા. આ દરમિયાન જ સ્થાનિક લોકોએ ઘરની નજીક આવેલ એક લીમડાના ઝાડ ઉપર નીતીવાસનનો મૃતદેહ લટકેલ જોવા મળ્યો. નીતીવાસનએ પોતાની ધોતીનો ઉપયોગ પોતાને જ મોતને ઘાટ ઉતારવા માટે કર્યો હતો.

image source

પોલીસ જણાવે છે કે, નીતીવાસનએ પોતાના રૂમની અંદર ટીવીનો અવાજ વધારે કરી દીધો હતો. જેથી ઘરમાં રહેલ અન્ય સંબધીઓને ખબર ના પડે કે, રૂમમાં કઈક ગડબડ થઈ રહી હતી. પોલીસ જણાવે છે કે, ઘટના સ્થળેથી એક હથોડો મળી આવ્યો છે. આ હથોડાનો ઉપયોગ નીતીવાસનએ પોતાની પત્ની સંધ્યાને મારી નાખવા માટે કર્યો હતો.

image source

નીતીવાસન અને સંધ્યા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે પોનેરી સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. સંધ્યા અને નીતીવાસનની પોસ્ટમોર્ટમ રીપોર્ટ પછી જાણી શકશે ખરેખરમાં, શું થયું હતું?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.