પતિને છોડીને મહિલાને થઇ ગયો અન્ય પુરુષ સાથે પ્રેમ, અને પત્નીએ પહેલા પતિ સાથે માણી બીયરની પાર્ટી, અને પછી ખેલ્યો આવો જીવલેણ ખેલ

દીવસેને દીવસે સમાચાર પત્રો, ન્યૂઝ ચેનલો તેમજ સોશયિલ મિડિયા પર ગુનાની ખબર આપતા સમાચાર વધી રહ્યા છે. ક્યાંક ખાનગી અદાવતમાં કોઈ હત્યા કરી નાખે છે તો વળી ક્યાંક, ઓનર કીલીંગનો ગુનો સામે આવે છે તો વળી ક્યાંક પ્રેમ પ્રકરણના પરિણામ સ્વરૂપ હત્યાના ગુના પણ સામે આવી રહ્યા છે.

image source

તાજેતરમાં ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં એક ચકચારી હત્યાંકાંડ બની ગયો. અને આ આખોએ હત્યાકાંડ પતિને પોતાના માર્ગમાંથી હટાવવા માટે પત્નીએ રચ્યો હતો. હત્યા કરનાર પત્ની પોતાના પતિથી નારાજ હતી અને બીજા કોઈ પુરુષના પ્રેમમાં હતી. અને પોતાના પ્રેમને પામવા માટે તેણે પોતાના પતિને રસ્તામાંથી હટાવવા માટે આ ખૂની ખેલ રચ્યો હતો. તેણીએ ખુબ જ યોજનાબદ્દ રીતે આખીએ હત્યાનું ષડયંત્ર રચ્યૂ હતું.

image source

જે રાત્રે તેણી પતિની હત્યા કરવા માગતી હતી તે રાત્રે તેણીએ પતિ સમક્ષ પોતાની બિયર પીવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે પતિને પત્નીના બિયર પિવાથી કોઈ વાંધો નહોતો. ઉલટાનું પતિ-પત્ની બન્નેએ સાથે મળીને બીયરની પાર્ટી કરી. પણ અહીં પત્નીનો ઇરાદો પતિને મજા કરાવવાનો નહીં પણ તેને મારી નાખવાનો હતો. તેણે પતિની બિયરમાં ઢગલાબંધ ઉંઘની ગોળીઓ ભેળવી દીધી હતી.

image source

આમ થોડી બિયર પીધા બાદ પતિ બેભાન થઈ ગયો અને પત્નીને પ્રેમિ સાથે પોતાનો ઇરાદો પૂરો પાડવા માટે મોકળુ મેદાન મળી ગયું. પતિના બેભાન થતાની સાથે જ પ્રેમી ઘરમાં પ્રવેશ્યો. તેની સાથે તેના કેટલાક સાથીઓ પણ હતા. તેણે મહિલાના પતિને ગોળી મારી દીધી. ત્યાર બાદ મહિલાએ બૂમો પાડવા લાગી આમ કરીને તે એવું સાબિત કરવા માગતી હતી કે તેના ઘરમાં બદમાશો ઘૂસી ગયા છે અને તેમણે તેના પતિને મારી નાખ્યો છે. જો કે પત્નીની ચાલાકી વધારે લાંબો સમય ન ટકી શકી. પોલીસને આખાએ ષડયંત્રનું પગેરું શોધતા વાર ન લાગી. અને છેવટે સત્ય સામે આવતા જ પોલીસે આખીએ ઘટનાનો ખુલાસો કર્યો હતો.

image source

અહીંના પીઆઈ વિદ્યાદત્ત જોશીએ આ મામલાની વિગતો આપતા જણાવ્યુ હતું કે મૃતકનું નામ સમીર વિશ્વાર હતું જે અરવિંદ નગર વોર્ડમાં 3 નંબરના ટ્રાન્સઝિટ કેમ્પમાં રહેતો હતો અને રાત્રે ઉંઘમાં તેની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. તપાસ બાદ હત્યાનો કેસ નોંધ્યા બાદ પોલીસે સમીરની પત્ની, તેના પ્રેમી વિશ્વજીત રાય અને તેના સાથીઓ મહેશ સરકાર અને શિવ અધિકારી નામના શક્સની ધરપકડ કરી હતી.

image source

મળેલી માહિતી પ્રમાણે ષડયંત્ર રચનાર મૃતકની પત્નીના વિશ્વજીત સાથે ઘણા લાંબા સમયથી આડાસંબંધો ચાલી રહ્યા હતા. અને આ વિષે મૃતક પતિ સમિરના પરિવારજનો પણ જાણતા હતા. તેમણે આ વાતનું સમાધાન લાવવા પંચાયત પણ બોલાવી હતી પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. સમીર પોતે પણ પત્નીને આ બાબતે અવારનવાર સમજાવ્યા કરતો હતો પણ પત્ની પ્રેમીના પ્રેમમાં અંધ બની ગઈ હતી. તેણી કોઈ સંજોગોમાં પોતાના પ્રેમીને છોડવા નહોતી માગતી. અને તેનો પતિ તેના આ સંબંધમાં આડો આવી રહ્યો હતો. માટે તેણીએ પતિની બીયરમાં ઉંઘની ગોળીઓ ભેળવીને તેને મારીનખાવ્યો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.