નદીમાં માછલી પકડતા બાળકોને મળી એવી વસ્તુ કે ત્યાં હાજર લોકો ચકિત રહી ગયા

નદીમાં માછલી પકડતા બાળકોને મળી એવી વસ્તુ કે ત્યાં હાજર લોકો ચકિત રહી ગયા

ભારતીય સંસ્કૃતિ સેંકડો વર્ષો જૂની છે. અને અવારનવાર તેના પુરાવા નીતનવી શોધો દ્વારા કે પછી અકસ્માતે મળતા રહે છે. તાજેતરમાં પણ એવી જ એક ઘટના ઘટી છે. આ ઘટના ઉત્તર પ્રદેશના ગોંડાના ખોડારે વિસ્તારની છે. અહીં કેટલાક બાળકો પોતાના રોજીંદા કામે નદીમાં માછલી પકડવા પડ્યા હતા. અને તેમને નદીમાંથી અષ્ટધાતુની મૂર્તિ મળી આવી.

image source

છોકરાઓ જ્યારે નદીમાં તરી રહ્યા હતા ત્યારે તેમના પગ આ મૂર્તિ સાથે અફળાયા હતા અને તેમને પગમાં કંઈક ખૂંચ્યુ હતું જ્યારે તેમણે પાણીમાં ડૂબકી લગાવી તો તેમને આ અષ્ટધાતૂની મૂર્તિ મળી આવી હતી. આ આખીએ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવી હતી. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે આ મૂર્તિની ક્યાંકથી ચોરી કરવામાં આવી છે અને તે એક કીમતી એન્ટિક પીસ છે.

image source

પોલીસના જણાવ્યાપ્ર માણે આ મૂર્તિનું વજન લગભગ 18 કિલો છે અને તે મૂર્તિ વાસ્તવમાં સીતામાતાની છે. જે અષ્ટધાતૂમાંથી બનેલી છે. એક જાણકારી પ્રમાણે આ મૂર્તિની કીંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડોની હોઈ શકે છે. જો કે હાલ આ મૂર્તિ ક્યાંથી ચોરવામાં આવી છે તેમજ કયા મંદીરમાં તેને સ્થાપિત કરવામા આવી હતી તે વિષે તપાસ ચાલી રહી છે. અને આ આખીએ ઘટના કેવી રીતે ઘટી તેની પણ હાલ તપાસ ચાલી રહી છે.

image source

નદીમાંથી મૂર્તિ મળી આવવાની વાત ફેલાતા જ નદીના તટ પર લોકોના ટોળા મૂર્તિના દર્શન માટે હાજર થઈ ગયા હતા. અને મૂર્તિની ચોરીની ખબર ફેલાતા વિવિધ જાતની અફવાઓ પણ ફેલાવા લાગી હતી. અહીંના એડિશનલ પોલીસ અધિક્ષકનું કહેવું છે કે તે મૂર્તિ સીતામાતાની છે અને અષ્ટધાતૂની છે અને તે ખૂબ જ પ્રાચીન છે. તેની કિંમત કરોડો રૂપિયામાં આંકી શકાય છે. અને હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ કયા મંદીરમાંથી ચોરવામાં આવી છે. તેઓ આગળ જણાવે છે કે આ મૂર્તિનું વજન 17.650 કીલોગ્રામ છે. ઉત્તર પ્રદેશની કુઆનો નદીના કીનારે આવેલા ચંદ્રદીપ ઘાટ પર બે બાળકો માછી મારી કરી રહ્યા હતા ત્યારે તેમને આ મૂર્તિ મળી આવી હતી. અને તેમણે અન્ય લોકોને તે વિષે જણાવ્યું હતું અને ત્યાર બાદ તેની ખબર પોલીસને આપવામા આવી હતી.

image source

પૌરાણિક કલાકૃતિઓનું આંતરરાષ્ટ્રી બ્લેક માર્કેટ સેંકડો કરોડો ડોલરનું છે. જોકે આજ સુધી તેનો અંદાજો લગાવી શકાયો નથી. પણ અવારનવાર દુનિયાના વિવિધ દેશોમાં લોકો આવા સામાનની તશ્કરી કરતા પકડાયા છે અને તેમની વિરુદ્ધ કડક પગલા પણ ભરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.