STમાં મુસાફરી કરતા મુસાફરો કૃપિયા ધ્યાન આપો, તહેવારોને ધ્યાનમાં લઈને ST વિભાગે લીધો મોટો નિર્ણય, જાણો નહિં તો પસ્તાશો

કોરાનાકાળમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે બસોની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો જોકે ત્યાર બાદ સંક્રમણ ઘટતા ફરી સેવાને પૂર્વરત કરવામાં આવી છે. જો કે તેમા પણ કોરોના ગાઈડ લાઈન પ્રમાણે મુસાફરોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે વધુ 34 પ્રિમીયમ વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેથી રજાઓ દરમિયાન મુસાફરોને અગવડા ન પડે અને બસોમાં ભીડ ન થાય.

નવી 34 બસો ચલાવવાનો નિર્ણય

image source

આ બસો આજથી દોડતી થશે. કોરોનાને કારણે 3 તબક્કામાં એસટી નિગમ દ્વારા 40-40 પ્રિમીયમ બસો દોડાવવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. તે અંતર્ગત હાલમાં 120 વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર અને બસો દોડી રહી છે ત્યારે દિવાળીને ધ્યાનમાં રાખીને નવી 34 બસો ચલાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

image source

જેમાં ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલ્વો બસ દોડશે. ઉપરાંત દિવમાં પણ મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વોલ્વો સીટર અને સ્લીપર બસ શરૂ કરવામા આવશે. ઉપરાંત ભુજથી સુરત, ભુજથી વડોદરા, મુન્દ્રાથી દિવ તેમજ રાજકોટથી નાથદ્વારા એસી સ્લીપર બસ શરૂ કરવામા આવશે.

189 પૈકી 154 બસોનુ ઓપરેટિંગ શરૂ

image source

એટલે કે 189 પૈકી 154 બસોનુ ઓપરેટિંગ શરૂ થતા મુસાફરોને રાહત રહેશે અને આનુ બુકિંગ પણ શરૂ કરી દેવામા આવ્યુ છે. મુસાફરોને કોરોનાની ગાઇડલાઇને અનુરૂપ પ્રવેશ અપાશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે દિવાળીના તહેવાર અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને ST નિગમ દ્વારા 4 નવેમ્બરથી વધુ 34 પ્રિમીયમ વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 25 ઓક્ટોબરની આસપાસ અમદાવાદથી વધુ 40 એસટી બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદથી દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, તરફ દોડવાનો નિર્ણય લીધો છે. જેમાં 13 એસી બસ દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ શરૂ કરાઇ હતી. જ્યારે 6 એસી સ્લીપર બસ અમદાવાદથી સુરત, પાટણ માટે શરૂ કરવામાં આવી હતી.

એડવાન્સ બુકિંગની વ્યવસ્થા

image source

આ સાથે જ તહેવારોની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો વોલ્વો બસમાં બુકીંગ કરાવતા હોય છે. જેના કારણે લોકોને અગવડતા ન પડે તેથી ST વિભાગ દ્વારા અત્યારથી તમામાં તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે અને લોકો એડવાન્સ બુકિંગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ST વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેતા મુસાફરોને રાહત મળી રહેશે કારણ કે, તહેવારની સીઝનમાં મોટાભાગે લોકો પોતાના વતન જતા હોય છે અથવા તો ફરવા જતા હોય છે. જેના કારણે કેટલીક વખત લોકોને બસનું બુકીંગ ન મળતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે.