મ્યુઝિક લવર્સ માટે ઓછી કિંમતના U&iના આ ઈયરબડ્સ છે જોરદાર, જોતાની સાથે જ તમને થઇ જશે લેવાની ઇચ્છા

મ્યુઝિક લવર્સની માંગ પૂરી કરશે આ સ્વદેશી U&i ના ઈયરબર્ડ્સ, આ ઈયરબર્ડ્સ ૮૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે આ સાથે જ ૮ કલાકનું બેકઅપ મળે છે; તેની કીમત ૯૯૯ રૂપિયા.

-આ ટ્વિન ઈયરબર્ડ્સમાં જોરદાર સાઉન્ડની સાથે બધા પ્રકારના કંટ્રોલ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

-ભારતીય બજારમાં ચાઇનીઝ કંપનીઓના રીયલ મી, શાઓમી અને ઓપોની પ્રોડક્ટને ટક્કર આપશે.

image source

કેન્દ્ર સરકારની વોકલ ફોર લોકલ કેમ્પેનની હેઠળ કેટલીક ભારતીય કંપનીઓ સ્થાપિત કરવામાં આવી છે. આવામાં કેટલીક કંપનીઓએ ઈલેક્ટ્રોનિક બજારમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. સ્વદેશી કંપની U&i કંપનીએ પણ હાલમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. આજના ફર્સ્ટ ઓપિનિયનમાં આપણે આ સ્વદેશી કંપનીના ટ્રુ વાયરલેસ ઈયરબર્ડ્સ વિષે વાત કરીશું.

U&i કંપનીએ કેટલાક દિવસ પહેલા જ યસ સીરીઝના ટ્રુ વાયરલેસ ઈયરબર્ડ્સને લોન્ચ કર્યા છે જેનો મોડલ નંબર ૪૯૫૯ ટ્વિન છે. આ ઈયરબર્ડ્સમાં જોરદાર સાઉન્ડની સાથે બધા જ પ્રકારના કંટ્રોલ કીચ્ર્સ આપવામાં આવ્યા છે. આ ઈયરબર્ડ્સની કીમત ગ્રાહકોના બજેટમાં ફિટ થાય એટલી છે. તો ચાલો જાણીએ આ ઈયરબર્ડ્સ કેમ વિશેષ છે અને આ ઈયરબર્ડ્સ કેવી રીતે ચાઇનીઝ કંપનીઓને ટક્કર આપશે.

image source

ટ્વિન ઈયરબર્ડ્સની ડીઝાઈન

આ ઈયરબર્ડ્સની ડીઝાઇન વિષે વાત કરીએ તો U&i કંપનીએ આ ઈયરબર્ડ્સને સિંગલ વાઈટ કલર વેરીયન્ટમાં લોન્ચ કર્યું છે. આ ઈયરબર્ડ્સની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે આપના કાનમાં બિલકુલ પરફેકટલી ફિક્સ થઈ જાય છે. આ ઈયરબર્ડ્સનો ઉપયોગ આપ રનિંગ અને જીમમાં વર્કઆઉટ કરવા દરમિયાન પણ કરી શકો છો. આ ઈયરબર્ડ્સમાં નાની ગ્રિલ પણ આપવામાં આવી છે, જેનાથી સાઉન્ડ વધારે લાઉડ અને બેસની સાથે ડીઝાઈન કરવામાં આવ્યા છે. આ ઈયરબર્ડ્સનો નીચેના ભાગને નાનો રાખવામાં આવ્યો છે જેથી તેને સારો લુક આપવામાં આવ્યો છે અને તેનું વજન ફક્ત ૮૦ ગ્રામ જેટલું છે.

ઈયરબર્ડ્સની બેટરી, કેસ અને લાઈટ.

image source

-ઈયરબર્ડ્સની બેટરી કેસની પણ કોમ્પેક્ટ ડીઝાઈન છે જેને આપ પેંટ, શર્ટ અને નાના પોકેટમાં પણ રાખી શકો છો. ઈયરબર્ડ્સના કેસની કેપ મેગ્નેટિક લોકની સાથે આપવામાં આવે છે. જેના લીધે કેસને જો કોઈપણ બેગમાં રાખવામાં આવે છે તો આ કેસ સહેલાઈથી ખુલી શકશે નહી. ઈયરબર્ડ્સ કેસમાં મેગ્નેટ એટેચ હોય છે, જેનાથી તે કેસમાં ફિક્સ થઈ જાય છે.

-બેટરી કેસમાં એક LED લાઈટ પણ આપવામાં આવી છે, આ લાઈટ અલગ અલગ કલરના ઈન્ડીકેશન આપે છે. જયારે ઈયરબર્ડ્સ કેસને ઓપન કરવામાં આવે છે તો તે LED બ્લુ લાઈટ બતાવે છે અને તેને ચાર્જ કરવામાં આવે છે તો તે રેડ કલરની લાઈટ ઈન્ડીકેટ કરે છે.

-આ ઈયરબર્ડ્સ કેસમાં ૨૫૦ mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી અંદાજીત એક કલાક જેટલા સમયમાં ફૂલ ચાર્જ થઈ જાય છે આ કેસ એકવાર ફૂલ ચાર્જ થઈ ગયા પછી ઈયરબર્ડ્સની ૨૫ mAh બેટરીને તેમાં ચાર્જ કરીશકો છો ઈયરબર્ડ્સ એકવાર ફૂલ ચાર્જ થઈ ગયા પછી સતત એક કલાક સુધી આપ તેની મદદથી કોલ પર વાત કરી શકો છો. ઉપરાંત આપ ૨:૩૦ કલાક સુધી મ્યુઝિક પણ સાંભળી શકો છો. કેસની સાથે ઈયરબર્ડ્સનું ઓવરઓલ બેટરી બેકઅપ અંદાજીત આઠ કલાકનું મળે છે.

image source

કનેક્ટીવીટી અને સાઉન્ડ ક્વોલીટી:

U&i ઈયરબર્ડ્સમાં બ્લુટુથ વર્ઝન ૫.૦ કનેક્ટીવીટી ધરાવે છે. મતલબ કે અપનો સ્માર્ટફોન અગાઉથી જ અન્ય કોઈ ડિવાઈસ સાથે કનેક્ટ હોવા છતાં પણ આ બ્લુટુથ ડિવાઈસ સાથે સરળતાથી કનેક્ટ થઈ જશે. આ ઈયરબર્ડ્સના અંતિમ છેડે ડિટેકશન એન્ડ રિસ્પોન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો અર્થ એવો થાય છે કે, આપ ઈયરબર્ડ્સને બેટરી કેસ માંથી ઉપયોગ કરવા માટે બહાર કાઢશો તો ઈયરબર્ડ્સ તરત જ આપના સ્માર્ટફોનની સાથે કનેક્ટ થઈ જશે.

-સાઉન્ડ ક્વોલીટી વિષે જાણીએ તો આ ઈયરબર્ડ્સમાં આપને ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ ક્વોલીટી પ્રોવાઈડ કરવામાં આવી છે. ઈયરબર્ડ્સમાં ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ ક્વોલીટીના લીધે આપને મ્યુઝિકની નાનામાં નાની બિટ્સ પણ સાંભળી શકશો. તેનો બેસ પણ સારો છે. પરંતુ આ ઈયરબર્ડ્સ યુઝરને તેમાં મ્યુઝિક ઇક્વલાઈઝરની સુવિધા આપવામાં આવશે નહી. જયારે તેમાં કોલ એટેન્ડ અને ગુગલ આસીસ્ટન્ટના કંટ્રોલ આપવામાં આવ્યા છે.

image source

ઈયરબર્ડ્સની કીમત

U&i કંપનીએ આ ઈયરબર્ડ્સને લોન્ચ કર્યા ત્યારે તેની કીમત અંદાજીત ૨૪૯૯ રૂપિયા જેટલી હતી પણ હવે તેની કિમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તહેવારો હોવાથી ખાસ ૬૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તેના લીધે આ ઈયરબર્ડ્સની કીમત ભારતીય બજારમાં હાલમાં હાજર અન્ય ઈયરબર્ડ્સની તુલના માં ઘણી ઓછી છે. ત્યારે હવે આ ઈયરબર્ડ્સને માર્કેટમાં ચાઇનીઝ કંપનીના મોડલ સાથે ટકરાવ થઈ શકે છે.

કંપની – મોડલ – કીમત (રૂપિયામાં)

  • રીયલ મી – બર્ડ્સ Q – ૧૪૯૯
  • શાઓમી – ઈયરફોન – ૩૯૯૯
  • ઓપો – ઈન્કો W11 – ૧૯૯૯
  • વિવો – નિયો Tws – ૫૯૯૦

હાલમાં ભારતીય બજારમાં આ બધી ચાઇનીઝ કંપનીના ઘણા બધા ટ્રુ વાયરલેસ ઈયરબર્ડ્સ ઉપલબ્ધ છે પણ તે દરેક કીમત રૂ ૧૫૦૦ કરતા વધારે છે. રીયલમી કંપનીના ઈયરબર્ડ્સની કીમત રૂ ૧૪૯૯ રૂપિયા જણાવાઈ છે ત્યારે આવા સમયમાં U&i કંપની પોતાના ઈયરબર્ડ્સને સસ્તા અને સારી ગુણવત્તાની સાથે ચાઇનીઝ ઈયરબર્ડ્સની સાથે હરીફાઈ આપી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.