આપણા અમદાવાદમાં આવેલ આ મ્યુઝિયમ વિષે તમે જાણો છો?

તમે મ્યુઝિયમ તો જોયું જ હશે. મ્યુઝિયમ અલગ અલગ કેટલાય પ્રકારના હોય છે. ક્યાંક ઇતિહાસને લાગતા મ્યુઝિયમ હોય તો ક્યાં લુપ્ત થયેલા જાનવરોના અવશેષોનું મ્યુઝિયમ હોય તો ક્યાંક વળી જુના રાજાશાહી સમયના રાજાઓના હથિયારો અને રાજવી ચીજવસ્તુઓનું મ્યુઝિયમ હોય. પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ભારતમાં આવેલા પાંચ અજબ-ગજબ મ્યુઝિયમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે તમે કદાચ પહેલા નહિ જાણતા હોય.

image source

સૌથી પહેલા વાત આપણા અમદાવાદથી જ શરુ કરીએ. ગુજરાતના અમદાવાદમાં વિચર વાસણ મ્યુઝિયમ આવેલું છે જેમાં 4000 થી વધુ વાસણોનો સંગ્રહ છે. આ વાસણો પૈકી અમુક વાસણો તો 1000 વર્ષ જુના છે. વળી, આ મ્યુઝિયમમાં લગભગ બધી જ ધાતુના વાસણો છે. આ અનોખું મ્યુઝિયમ ભારતીય શિલ્પકારોની કાલા અને સંકૃતિક વારસાનો મહત્વનો ભાગ છે.

image source

આ છે દિલ્હી ખાતે આવેલું સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં અલગ અલગ પ્રકારના શૌચાલયોનો સંગ્રહ કરાયો છે. આ નવીન કોન્સેપટના મ્યુઝિયમમાં 2500 ઈસા પૂર્વેના રોમન સમ્રાટો દ્વારા ઉપયોગ કરાયેલા સોના અને ચાંદીના શૌચાલયોને ઇતિહાસ સહીત સાચવવામાં આવ્યા છે.

image source

દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર ચિલ્ડ્રન બુક ટ્રસ્ટના ભવનમાં એક મ્યુઝિયમ આવેલું છે જેને શંકર ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમના નામે ઓળખવામાં આવે છે. નામ મુજબ જ આ મ્યુઝિયમમાં અલગ અલગ પ્રકારની સેંકડો ઢીંગલીઓનો સંગ્રહ કરાયો છે. આ મ્યુઝિયમ પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ કે. શંકર પિલ્લાઈ દ્વારા બનાવાયું હતું.

image source

ગુવાહાટીના માયૉન્ગ ગામમાં એક અજબ ગજબ મ્યુઝિયમ આવેલું છે. બ્લેક મેજીક અને જાદુ-ટોણા સંબંધિત મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં માનવ હાડપિંજર અને માનવ ખોપડી સહીત અનેક જાદુ-ટોણામાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અસલમાં એવું મનાય છે કે જાદુ-ટોણાની ઉત્તપતી આ ગામમાંથી જ થઇ હતી અને આ ગામના લોકો પાસે ગાયબ થવાની શક્તિ હતી. આ કારણે જ માયૉન્ગ ગામમાં આવું અજબ ગજબ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

image source

બેંગલુરુમાં એક મ્યુઝિયમ છે જેને બ્રેન મ્યુઝિયમના નામથી ઓળખવામાં આવે છે. અહીં 300 થી પણ વધુ મગજને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં જે બોક્સમાં મગર રાખવામાં આવેલા તેની અંદર -86 ડિગ્રીનું તાપમાન રાખવામાં આવ્યું છે જેથી તેને કઈં નુકશાન ન થાય. અસલમાં આ મ્યુઝિયમ બનાવવાનો હેતુ તંત્રિકા વિજ્ઞાન વિષે જાગૃતિ ફેલાવવા માટેનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.