શું તમે જોયો નાણાવટી હોસ્પિટલનો આ વીડિયો? જે અમિતાભ કોરોના પોઝિટિવ આવતા થઇ રહ્યો છે ધડાધડ વાયરલ

હોસ્પિટલનો સ્ટાફ એ ભગવાનનું જ એક રૂપ, અમિતાભ બચ્ચને નાણાવટી હોસ્પીટલના ડોકટરો અને નર્સનો આભાર માન્યો

હાલમાં આખાય દેશમાં જયારે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે બોલીવુડમાંથી આજ સવારના સમાચારે બધાયને ચિંતામાં મુકનારા રહ્યા હતા. આજે સવારે મળેલા સમાચાર પ્રમાણે બોલીવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જો કે ત્યાર બાદ તરત જ એમના દીકરા એટલે અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ બંને પિતા પુત્રને સારવાર માટે મુંબઈના નાણાવટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

image source

ડોકટરો અને મેડીકલ સ્ટાફની આગળ નતમસ્તક છું

image source

બોલીવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા પછી પરિવારના તમામ સભ્યોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન રીપોર્ટમાં અભિષેક બચ્ચનને પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. પિતા અને પુત્ર બંનેને વધુ સારવાર અર્થે નાણાવટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલમાં એક વિડીયો સામે આવી રહ્યો છે, જે અમિતાભ બચ્ચને થોડાક દિવસ પહેલા જ નાણાવટી હોસ્પીટલ માટે વિડીયો રેકોર્ડ કરીને સંદેશ આપ્યો હતો. આ વિડીયો સંદેશમાં એમને હોસ્પીટલના લોકો તેમજ મેડીકલ સ્ટાફના ખુબ જ વખાણ કર્યા હતા. આ વિડીયોમાં એમણે કહ્યું હતું કે હું ડોકટરો અને મેડીકલ સ્ટાફની આગળ નતમસ્તક છું.

હોસ્પિટલનો સ્ટાફ ભગવાનનું જ એક રૂપ : બીગ-બી

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં અમિતાભે કહ્યું હતું કે હાલમાં દિવસો થોડાક નિરાશાજનક જઈ રહ્યા છે. જો કે હોસ્પિટલમાં કામ કરનાર સ્ટાફ ભગવાનનું જ એક રૂપ છે. અમિતાભે વધુમાં કહ્યું કે, તાજેતરમાં જ મે ગુજરાતના સુરતમાં એક બિલબોર્ડ શેર કર્યું હતું, એ બીલબોર્ડ પર લખેલું હતું કે શું તમે જાણો છો કે હાલના સમયમાં મંદિરો કેમ બંધ છે? કારણ કે ભગવાન અત્યારે હોસ્પિટલોમાં સફેદ કોટ પહેરીને કામ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

ડોક્ટર સહીત મેડીકલ સ્ટાફની પ્રસંશા કરી

image source

આ સાથે એમણે ઉમેર્યું હતું કે તમારા બધાયની સામે હું નતમસ્તક છું. જો તમે ત્યાં ન હોત તો માનવતા પણ ક્યા જોવા મળત. એમણે શેર કરેલા વિડીયોમાં ડોક્ટર, નર્સ સહીત આખાય મેડીકલ સ્ટાફની પ્રસંશા કરી હતી. જો કે વિડીયોમાં એમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે પણ તેઓ નાણાવટી હોસ્પીટલમાં સારવાર માટે જાય છે ત્યારે તેમને ત્યાં વધુ સારી સારવાર મળે છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને કોરોના પોઝીટીવ આવ્યા પછી અહી જ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

દેશ તમને આદર અને પ્રેમથી જોઈ રહ્યો છે

image source

અમિતાભ બચ્ચને મેડીકલ સ્ટાફ સંદેશ આપતી વખતે વધુમાં આ વિડીયોમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે તમે આ રીતે જ કામ કરતા રહો. આખોય દેશ તમને આદર અને પ્રેમથી જોઈ રહ્યો છે. ભગવાન તમારું રક્ષણ કરશે. આમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને નાણાવટી હોસ્પીટલના તમામ ડોકટરો તેમજ નર્સનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં પુત્ર સાથે અમિતાભ પણ અહી કોરોના સામે સારવાર લઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span