કાર્ડમમ નાનખટાઇ – બેકરી આઇટમ્સમાં સૌથી વધારે પોપ્યુલર ટેસ્ટ નાનખટાઇનો છે તો હવે ઘરે જ બનાવો..

કાર્ડમમ નાનખટાઇ :

નાનખટાઇ એક પોપ્યુલર શોર્ટ બ્રેડ છે. બધાને પ્રિય એવી નાનખટાઇ સરસ ક્રીસ્પી ટેસ્ટ આપે છે. ફેસ્ટીવલની સિઝન…ખાસ કરીને દિવાળીમાં અપાતી ગીફ્ટસ્વીટ તરીકે ખાસ ઉપયોગમાં લેવાતી હોય છે. બેકરી આઇટમ્સમાં સૌથી વધારે પોપ્યુલર ટેસ્ટ નાનખટાઇનો છે. જે બધાને ખૂબજ ભાવતી હોય છે.

મેંદો, બેસન અને સોજીનુ મિશ્રણ નાનખટાઇને એકદમ ક્રીસ્પી ટેક્ષ્ચર આપે છે. જે મોમાં મૂકતાં જ મેલ્ટ થતી લાગે છે. ઉપરાંત તેમાં ઘી કે ક્લેરિફાઇડ બટર સાથે એલચી, સેફ્રોન જેવા રીચ ટેસ્ટ ઉમેરીને સાથે સુગર અને પિસ્તા, બદામ, કાજુ વગેરે જેવા નટ્સ ઉમેરીને રીચ ટેસ્ટ આપવામાં આવતો હોય છે. જેથી નાનખટાઇ માઉથ વોટરીંગ ટેસ્ટ આપે છે અને ફેસ્ટીવલ માટે પણ સ્યુટેબલ બનાવે છે. થોડું સોલ્ટ ઉમેરીને બનાવવામાં આવતી નાનખટાઇમાં તેનો ટેસ્ટ એનહાન્સ કરે છે.

પહેલાના સમયમાં નાનખટાઇ માત્ર બેકરીમાં જ બનતી હતી. હવે નાનખટાઇ ગૃહીણીઓ ઘરે પણ બનાવતા થયા છે. ઓવનમાં કે કડાઇમાં પણ બેક કરીને નાનખટાઇ ઘરે બનાવી શકાય છે. કેમેકે નાનખટાઇ ઘરે બનાવવી પણ ખૂબજ સરળ છે. કોઈ પણ વ્યક્તિ ઘરે બનાવી શકે છે. હવે આપણા ભારતીય ઘરોમાં પણ દિવાળીના ફેસ્ટીવલમાં એક સ્વીટ તરીકે ખાસ બનતી હોય છે. જે ફ્રેંડ્સ અને ફેમિલી સાથે ગિફ્ટ આપી શેર કરાતી હોય છે.
નાનખટાઇ ઘરે બનાવીને તેમાં પ્યોરીટી લાવી શકાય છે. ઉપરાંત પોષાય તેવી બને છે. અને મનપસંદ ટેસ્ટ લાવી શકાય છે. બધા માટે હેલ્ધી અને ટેસ્ટી લાઈટ સ્વીટ છે.

આજે હું અહીં એલચી સાથે બદામ-પિસ્તાના ટેસ્ટની ખૂબજ ટેસ્ટી, માઉથ વોટરિંગ અને ક્રીસ્પી તેમજ મોમાં મૂકવાની સાથે મેલ્ટ થવા લાગે તેવી કાર્ડમોમ નાનખટાઇની રેસિપિ આપી રહી છું. જે બધાને ખૂબજ ભાવશે.

અહીં હું ઓવનમાં બેક કરવાની અને કડાઇમાં બેક કરવા માટેની – એમ બન્ને પ્રકારની રીત આપી રહી છું. આ જ પ્રમાણેની સામગ્રી બન્નેમાં લેવાની છે.
તમે બધા પણ મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો.

કાર્ડમમ નાનખટાઇ બનાવવાની સામગ્રી:

  • 1 કપ મેંદો ( 128 ગ્રામ્સ )
  • ½ કપ બેસન – ગ્રામ ફ્લોર (60 ગ્રામ્સ)
  • 2 ટેબલ સ્પુન સોજી –સેમોલિના
  • ½ ટેબલ સ્પુન બેકિંગ પાવડર
  • 1 કપ સુગર પાવડર – (125 ગ્રામ્સ)
  • ¼ ટી સ્પુન સોલ્ટ
  • 6 ટેબલ સ્પુન ઘી
  • ½ ટી સ્પુન એલચી પાવડર
  • 1 ટેબલ સ્પુન ડ્રાય ફ્રુટ – પિસ્તા અને બદામ ચોપ્ડ અથવા સ્લિવર્સ

કાર્ડ્મમ નાનખટાઇ બનાવવા માતેની રીત :

એક બાઉલ લઇ તેના ઉપર એક ચાળણી મુકો. હવે તેમાં 1 કપ મેંદો, ½ કપ બેસન, 2 ટેબલ સ્પુન સુજી અને ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરી બધુ મિક્ષ કરતા જઈ ચાળી લ્યો.

હવે ફરીથી ચાળણી મિશ્રણના બાઉલ પર મૂકી તેમાં 1 કપ સુગર પાવડર – (125 ગ્રામ્સ) ઉમેરો અને ચાળી લ્યો. ખાંડ ના ક્રીસ્ટલ ચાળણીમાં વધ્યા હોય તો કાઢી નાખવા. ચાળણી પણ એકા બાજુ મૂકી દ્યો.

ત્યારબાદ બાઉલમાં સ્પુન ફેરવતા જઈ બધું મિશ્રણ સુગર પાવડર સાથે બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન બેકીંગ પાવડર ઉમેરી ફરીથી મિક્ષ કરી લ્યો.

સાથે તેમાં ½ ટી સ્પુન એલચી પાવડર ઉમેરો. મિક્ષ કરી લ્યો.

બધી સામગ્રી સરસથી એકરસ મિક્ષ થઈ લમ્સ વગરનું ટેક્ષ્ચર બનશે તો બનાવેલી નાનખટાઈનું સારું રિઝલ્ટ આવશે.

ત્યારબાદ તેમાં પ્રથમ 3 ટેબલસ્પુન જામેલું ( રુમ ટેમ્પરેચર પર હોય તેવું ) ઘી ઉમેરી મિક્ષ કરી લ્યો. અને ત્યારબાદ બાકીનું 3 ટેબલસ્પુન જામેલું ઘી બરાબર ભરીને ઉમેરો. મિક્ષ કરો.

હાથેથી બરાબર મસળીને કણેક બનાવી લ્યો. જેથી હાથની ગરમીથી જામેલું ઘી ઓગળતું જશે અને નાનખટાઇ માટેની સરસ સોફ્ટ કણેક બંધાઈ જશે. (તેમાં મિલ્ક ઉમેરવાનું નથી).

હવે આ બાંધેલી કણેકને 15-20 મિનિટ રેસ્ટ આપો.

હવે બનાવેલ નાનખટાઇ માટેની કણેકમાંથી મિડિયમ સાઈઝનાં બોલ્સ બનાવો.

જામેલા ઘીનો ઉપયોગ કર્યો હોવાથી ફ્રીઝમાં સેટ થવા માટે મૂકવાની જરુર નથી.

હથેળીમાં કણકમાંથી થોડું મિશ્રણ લઈ બન્ને હથેળી વચ્ચે રાખી હલકા હાથે જરા પ્રેસ કરતા જઈ ગોળ ફેરવતા જઈ બોલ બનાવો. જરા પ્રેસ કરી થોડો ચપટો શેઈપ આપો. આ પ્રમાણે બધી નાનખટાઇને શેઈપ આપીને બેક કરવા માટે તૈયાર કરી લ્યો.

હવે તેમાં સેંટરમાં અંગળી વડે જરા પ્રેસ કરી લ્યો. તેમાં પિસ્તા અને બદામના 3-4 સ્લિવર્સ મૂકો.

ઓવનમાં બેક કરવા માટે બેકીંગ ટ્રેમાં બટર પેપર મૂકો.

બટર પેપરમાં તૈયાર કરેલી બધી નાનખટાઇ બે વચ્ચે થોડી થોડી જગ્યા રાખીને ગોઠવી દ્યો.

હવે ઓવનમાં બેક કરવા માટે ઓવનને 17૦* સેંટીગ્રેડ પર 10 મિનિટ પ્રીહીટ કરો.

ત્યારબાદ ઓવનને 17૦* સેંટીગ્રેડ પર 20 મિનિટ માટે સેટ કરો.

તેમાં નાનખટાઈવાળી બેકીંગ ટ્રે બેક કરવા મૂકી ઓવન ચાલુ કરો.

20 મિનિટ પછી બેક થયેલી નાનખટાઇ સરસથી ફુલીને તેનાપર ક્રેક થયેલી દેખાશે.

હવે ઓવનમાંથી કાઢી લ્યો.

10 મિનિટ ઠંડી થવા દ્યો. સરસ ક્રીસ્પી કાર્ડમોમ –એલચી નાનખટાઈ રેડી છે.

• હવે કડાઈમાં બેક કરવા માટે કડાઈને ઢાંકીને ગેસની હાઈ ફ્લૈમ પર 10 મિનિટ પ્રીહીટ કરો.

હવે તેમાં બેકિંગ ટ્રે મૂકવા માટે સ્ટેંડ મૂકો. તેના ઉપર બેકિંગ ટ્રે મૂકી, ઢાંકીને મિડિયમ ફ્લૈમ પર 20 મિનિટ બેક કરો.

17- 18 મિનિટ પછી ચેક કરી જુઓ. નાનખટાઇ કૂક થઈને રેડી થઈ ગઈ હોય તો ફ્લૈમ બંધ કરી ઢાંક્ણ ખોલી નાનખટાઇની પ્લેટ બહાર કાઢી લ્યો. બાકી 3-4 મિનિટ વધારે બેક થવા દ્યો.

ત્યારબાદ કડાઇમાંથી કાઢીને 10 મિનિટ ઠરવા દ્યો.

તો રેડી છે કડાઈમાં બનાવેલી કાર્ડમમ – એલચી ટેસ્ટ્ની ખુશ્બુદાર ક્રીસ્પી નાનખટાઇ..

એર ટાઇટ કંન્ટેઇનરમાં ભરી લ્યો. જરુર મુજબ ઉપયોગમાં લ્યો. દિવાલી ફેસ્ટીવલમાં મિત્રોને નાનખટાઇ ગીફ્ટ બોક્ષમાં પેક કરીને ગિફ્ટમાં આપો. ખૂબજ ખુશ થશે. બાળકોની પાર્ટીમાં પણ સર્વ કરી શકાય.

બાળકોને નાસ્તા બોક્ષમાં કે ઘરે આવેલા ગેસ્ટને પણ નાસ્તામાં આ કાર્ડમમ નાનખટાઇ ચોક્કસથી આપો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.