72 અભિનેત્રીઓ સાથે કામ કરી ચુકેલા ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર સ્વ. નરેશ કનોડિયાની સૌથી ફેવરિટ હતી ‘આ’ હિરોઇન

તમે ગુજરાતી હોવ અને નરેશ કનોડિયાને ન ઓળખો તેવું ભાગ્યે જ બને. ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર, એક ઉત્તમ સંગિતકાર અને એક રાજકારણી એવા નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. તેઓ આટલા લોકપ્રિય હોવા છતાં પણ આજે પણ ઘણા લોકો તેમના વિષેની કેટલીક હકીકતો નથી જાણતા. આજે અમે તમારા માટે આ સુપરસ્ટારની કેટલીક તેવી જ વાતો લઈને આવ્યા છીએ.

image source

સ્વ નરેશ કનોડિયા સાથે ઘણા બધા સમાચાર પત્રો, ટેલિવિઝન ચેનલો તેમજ મેગેઝિન દ્વારા અસંખ્ય ઇન્ટર્વ્યૂ કરવામા આવ્યા છે. એક ઇન્ટર્વ્યૂમા તેમને પુછવામાં આવ્યું હતું કે જ્યારે તેમને ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે ત્યારે તેમને કેવી લાગણી થાય છે ? ત્યારે તેમણે ખૂબ જ પીઢ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે તેમને જ્યારે આવું સંબોધન મળે છે ત્યારે તેમને આનંદ પણ થાય છે અને દુઃખ પણ થાય છે. તેઓ કહે છે કે તેમને આનંદ એ વાતનો થાય છે કે લોકોએ તેમને તેટલા ઉંચા સ્થાન પર મુક્યા છે. અને બીજી બાજુ દુઃખ તેમને એ વાતનું થાય છે કે તેઓ પોતાને અમિતાભની તોલે નથી ગણતા તેઓ કહે છે ‘કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલી’.

સ્નેહલતા સાથે કરી અઢળક ફિલ્મો

image soucre

નરેશ કનોડિયાએ પુષ્કળ ગુજરાતી ફિલ્મોમા કામ કર્યું છે. તેમમે પોતાની કેરિયરમાં લગભગ 72 જેટલી હીરોઈનો સાથે કામ કર્યું. પણ જ્યારે તેમને એ પ્રશ્ન પુછવામા આવે છે કે તેમને સૌથી વધારે કામ કરવાની મજા કોની સાથે આવે ત્યારે તેઓ પોતાની ફેવરિટ ગુજરાતી અભિનેત્રીઓમાં સ્નેહલતા, અરુણા ઇરાની અને રોમા માણેકનું નામ લે છે. તેઓ કહે છે કે તેમને આમ તો બધી જ અભિનેત્રીઓ સાથે કામ કરવાની ખૂબ મજા આવી છે પણ તેમની દ્રષ્ટિએ તેમની જોડી સ્નેહલતા સાથે સૌથી વધારે જામી છે.

તેમના અને હાલના જમાનામાં ઘણો બધો ફરક છે

image source

તમે એ તો જાણતા જ હશો કે નરેશ કનોડિયાનો દિકરો હીતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા છે. અને પોતાના પિતાની વાટે વાટે તે પણ રાજકારણમાં પ્રવેશ્યા છે. નરેશ કનોડિયા જણાવે છે કે તેમના પુત્ર અને તેમના જમાનામાં ઘણું બધું અંતર છે. તેઓ આ અંતરને મજાકીયા અંદાજમાં વર્ણવતા કહે છે, ‘મારા જમાનામાં નદીનો કિનારો હતો અને હિતુના જમાનામાં સ્વિમિંગ પુલ છે.’ તેઓ તેમના સમયની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને આજના સમયની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે પણ ઘણો ફરક જુઓ છે. તેઓ કહે છે કે તે વખત અને અત્યારમાં જમીન-આકાશનો ફરક છે. આજની ફિલ્મો આંતરરાષ્ટ્રિય સ્તર સુધી પહોંચી ગઈ છે.

પહેલાં લાખોમાં બનતી ફિલ્મ હવે કરોડોમાં બને છે

image source

નરેશ કનોડિયા જણાવે છે કે તેમના સમયમાં ફિલ્મો 20-25 લાખમાં બની જતી હતી પણ હવે ફિલ્મો બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચાય છે. પણ પહેલાં જે ફિલ્મો 20-25 લાખમાં બનતી હતી તે નિર્માતાઓને કરોડો કમાવી આપતી હતી પણ આજની કરોડોમાં બનતી ફિલ્મો જેટલી જોઈએ તેટલી સફળ નથી થતી. તેઓ આ પાછળ દર્શકોની રુચીને જવાબદાર ગણે છે. તેઓ કહેતા હતા કે આજનું ગુજરાતી ઓડિયન્સ જુનું છે અને તેમને જે જોઈએ છે તે પિરસવામા નથી આવતું. બીજી બાજુ પહેલા જેવા ટીકીટના ભાવ પણ નથી રહ્યા. ઘણી બધી સમસ્યા છે તેમ છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલી

નરેશ કનોડિયાના અવસાન પર તેમના ફેન્સ, સાથી કલાકારો તેમજ રાજકારણીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે. તેમાં દેશના વડા પ્રધાન મોદીનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી તેમને શ્રદ્ધાંજલી પાઠવતી ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે ‘ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામા આવશે. શોકગ્રસ્ત પરિવાર તેમજ તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના… ઓમ શાંતિ’

તો બીજી બાજુ બીજલ પટેલ કે જેઓ અમદાવાદના મેયર છે તેમણે પણ ટ્વીટર પર શ્રદ્ધાંજલી પાઠવતા લખ્યું છે, ‘ઓમ શાંતિ.. ગુજરાતી સિનેમાના બેતાજ બાદશાહ નરેશ કનોડિયા હવે આપણી વચ્ચે નથી રહ્યા તે જાણીને શોકમગ્ન છું. તેમના પરિવાર અને લાખો ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.