તમે જાણો છો પૂજાનું નારિયેળ ખરાબ નીકળે તો શું હોય છે એના શુભ સંકેત, જો ‘ના’ તો જાણી લો આજે જ કારણકે…

હિન્દૂ ધર્મ ઘણી બધી માન્યતાઓ ધરાવે છે. હિન્દૂ ધર્મમાં કોઈપણ પ્રકારની પૂજા હોય તો સૌપ્રથમ નારિયેળને પૂજામાં સ્થાપિત કરવામાં આવે છે. અને આ નારિયેળને પૂજા સંપન્ન થયા પછી વધેરીને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. પણ શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ભગવાનને નારિયેળ વધેર્યું હોય અને એ અંદરથી ખરાબ નીકળ્યું હોય? આવું દરેક વ્યક્તિ સાથે ક્યારેક ને ક્યારેક તો અચૂક બન્યું જ હશે.

image soucre

આપના ઘરે પણ કોઈ પૂજા કે શુભ પ્રસંગ હોય અને જો નારિયેળ વધેરતી વખતે નારિયેળ અંદરથી ખરાબ નીકળે તો આપણા મનમાં જાત જાતના વિચારો આવવા લાગે છે. ખાસ કરીને મનમાં ભગવાન નારાજ થઈ ગયા હશે એવા અશુભ ખ્યાલ આવવા લાગે છે. એટલું જ નહીં સાથે સાથે જીવનમાં કઈક ખરાબ થશે એ તરફ પણ ધ્યાન જાય છે. પણ આ બધો તમારા મનનો વહેમ છે જો તમારા મનમાં પણ આવા જ વિચાર આવતા હોય તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ પૂજાનું નારિયેળ ખરાબ નીકળવા પાછળ શુ રહેલું છે રહસ્ય. એવું કહેવામાં આવે છે કે નારિયેળ ખરાબ નીકળે તો એમાં પણ ભગવાન તમને કઈક શુભ સંકેત આપવા માંગે છે. આજે અમે તમને આ જ સંકેતો વિશે જણાવીશું

પૂજા થશે સફળ.

image soucre

જો તમે ભગવાનને ચડાવેલું નારિયેળ વધેર્યા પછી જો ખરાબ કે સુકાયેલું નીકળે તો તમારે ખુશ થઈ જવું જોઈએ. આનો અર્થ એ થાય છે કે તમારી પૂજા સફળ થશે. ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે. હવે તમારા જીવનની બધી જ તકલીફો દૂર થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે.

image soucre

મનોકામના થશે પુરી.
એવું માનવામાં આવે છે કે પૂજાનું નારિયેળ ખરાબ નીકળે તો એનાથી વ્યક્તિના ઘર પરિવાર પર ભગવાનની અસીમ કૃપા વરસે છે. મનોકામના પુરી થવાની સાથે સાથે સફળતાનાં રસ્તા પણ ખુલી જાય છે.

જો નારિયેળ સારું નીકળે તો.

image soucre

જો તમારું પૂજાનું નારિયેળ સારું નીકળે તો એના લીધી3 તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ નારિયેળને વધેર્યા પછી એને કાપીને પ્રસાદ ચડાવો. પછી આ નારિયેળને બધાને પ્રસાદ રૂપે વહેંચી તમે પણ ખાઓ. આવું કરવાથી તમારી પૂજા સફળ થશે. સાથે સાથે જીવનમાં ખુશીઓનું આગમન પણ થશે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

image soucre

-નારિયેળને ગર્ભ સાથે જોડવામાં આવે છે. એટલા માટે નારિયેળને ક્યારેય સ્ત્રીઓએ ન વધેરવુ જોઈએ.

– નારિયેળને હંમેશા ઘરના પુરુષ દ્વારા જ ભગવાનને અર્પણ કરવું જોઈએ તેમજ વધેરવુ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.