નવજાતને મૃત જાહેર કરતાં પરિવાર સ્મશાનમાં લઈ ગયા, હજુ અડધો ખાડો ખોદાયો ત્યાં ફરી જીવતું થયું, પણ અફસોસ કે….

અમુક કિસ્સા એવા બનતા હોય કે આપણે ચમત્કાર જેવું લાગે. પરંતુ ક્યારેક આપણે માનવું પણ પડે. કેમ કે આપણી આંખ સામે જે ઘટના બને એને આપણે નકારી પણ ન શકીએ. તો હાલમાં રાજકોટમાં પણ એક એવો કિસ્સો આવ્યો છે જેમાં જાદુ જોવા મળ્યો હતો. તો આવો વિગતવાર જોઈએ કે શું બનાવ બન્યો. રાજકોટમાં રવિવારે જન્મની થોડી જ મિનિટોમાં નવજાત બાળકને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યું હતું, પરિવારજનો બાળકના મૃતદેહને લઇને સ્મશાને પહોંચ્યા હતા.

મૃત જાહેર કરાયા બાદ એ બાળક 14 કલાક જીવ્યું હતું

image source

ત્યારબાદની વાત કરીએ તો મૃતદેહને દફનાવવા માટે અડધો ખાડો ખોદાયો હતો ત્યાં જ બાળકે શ્વાસ લીધો હતો, બાળકના ધબકારા શરૂ થતાં જ સ્મશાને હાજર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને તરત જ બાળકને ફરીથી હોસ્પિટલે લઇ જવાયું હતું, મૃત જાહેર કરાયા બાદ એ બાળક 14 કલાક જીવ્યું હતું અને અંતે અંતિમ શ્વાસ લીધા હતા.

image source

જીવિત બાળકને 14 કલાક પૂર્વે મૃત જાહેર કરનાર મહિલા ડોક્ટર સામે તપાસના આદેશ કરાયા હતા. આ ઘટના બની છે કોડીનારમાં રહેતા પોલીસમેન પરેશભાઇ ડોડિયાનાં પત્ની મીતલબેનના બાળક સાથે. તેમની પ્રસૂતિની પીડા ઊપડતાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને . રવિવારે રાત્રે એકાદ વાગ્યે મીતલબેને પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો.

મહિલા તબીબે બાળકને મૃત જાહેર કર્યું

image source

કહેવામાં આવ્યું કે, અધૂરા માસે ટ્વિન્સની પ્રસૂતિ થઇ હોવાથી બંને બાળકોનું વજન ઓછું હતું, બાળકી અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી બંનેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. થોડી મિનિટોની સારવાર બાદ ફરજ પરના મહિલા તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. પુત્રને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ વિધીવત નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ડોડિયા પરિવારના બે સભ્ય હોસ્પિટલમાં રિક્ષા રાખીને બેસતા અનવરભાઇની રિક્ષામાં એંસી ફૂટ રોડ પર આવેલા સ્મશાને ગયા હતા.

હજુ તો અડધો જ ખાડો ખોદાયો હતો ત્યાં થયો ચમત્કાર

image source

ત્યાં જઈને બસ નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. અને હજુ તો અડધો જ ખાડો ખોદાયો હતો અને બાળકને દફનાવવાની તૈયારી ચાલી રહી હતી. ત્યાં તો ચમત્કાર થયો અને એ જ વકતે બાળકે શ્વાસ લીધા હતા, બાળકે હાથપગ હલાવતાં જ પરિવારના સભ્યો, રિક્ષાચાલક અને સ્મશાને હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, પળનો પણ વિલંબ કર્યા વગર રિક્ષાચાલક અનવરભાઇ નવજાત બાળકને લઇને ફરીથી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલે પહોંચ્યા હતા અને બાળકને એનઆઇસીયુમાં દાખલ કરાવ્યું હતું. ફરીથી બાળકની સારવાર ચાલુ હતી, સ્મશાનથી બાળક જીવિત આવતાં ડોડિયા પરિવારે આને કુદરતનો કરિશ્મા ગણાવ્યો હતો અને ફરીથી તમામ લોકોની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા.

લાંબો સમય ખુશી ન ટકી

image source

વિધીના વક્રતા કહો તો કુદરતની કરામત કહો, પણ આ ખુશી લાંબો સમય ટકી નહોતી, સોમવારે બપોરે 3 વાગ્યે બાળકને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યું હતું અને તેની દફનવિધિ કરવામાં આવી હતી. આ ઘટનામાં બેદરકારી દાખવનારાં મહિલા તબીબ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મારી 23 વર્ષની કારકિર્દીમાં આવી ઘટના પહેલી વખત જોવા મળી

image source

તો વળી આ મામલે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો.બૂચે પણ વાત કરી હતી કે, મારી 23 વર્ષની કારકિર્દીમાં આવી પ્રથમ ઘટના જોવા મળી હતી. બાળકનો જન્મ અધૂરા માસે થયો હતો, તેનું વજન 540 ગ્રામ હતું, આ સંજોગોમાં આવા બાળકના જીવિત રહેવાની સંભાવના નહીંવત્ હોય છે, આ બાળકનું હાર્ટબંધ થઇ ગયું હતું, અંદરના ધબકારા ચાલુ હશે જે સ્ટેથોસ્કોપથી જાણી શકાય તેમ નહોતા, એડલ્ટ વ્યક્તિના મૃત્યુના કેસમાં સ્ટેથોસ્કોપથી તપાસ કરી મૃત્યુની જાણ થઇ જાય તોપણ તે વ્યક્તિનું ઇસીજી કરી મૃત્યુનું સ્પષ્ટ કરી શકાય છે, પરંતુ નવજાત બાળકોમાં આવું શક્ય હોતું નથી. જેથી તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.