નવરાત્રિના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર, સરકારે બદલી ગાઈડલાઈન, ફ્લેટ-સોસાયટીઓના રહીશોએ ખાસ વાંચવા જેવો અહેવાલ

માર્ગો જાહેર સ્થળો અને સાર્વજનિક સ્થળે મંજૂરી જરૂરી

સરકારી ગાઈડલાઈન મુજબ હવે સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે.

image source

નવરાત્રીમાં હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે.

નવરાત્રી માટે ગુરુવારે જાહેર કરેલું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું:

image source

નવરાત્રીના તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. કેમકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે પાર્ટી પ્લોટ, શેરી-ગરબાના આયોજન માટે પોલીસ મંજૂરી આપવામાં આવી નથી. અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાં મુજબ નવરાત્રીમાં માત્ર માતાજીની સ્થાપના અને આરતી કરી શકાશે. તેના માટે પણ સ્થાનિક પોલીસની મંજૂરી મેળવવી પણ અગત્યની રહેશે. પરંતુ શુક્રવારની સવારમાં જ આ નિયમમાંથી પણ સોસાયટીઓને રાહત મળી છે. સરકારે પરમિશન લેવાનો નિયમ માંડી વાળ્યો છે.

ખાસ કરી એક સોસાયટીમાં માતાજીના સ્થાપના વિધિ કે આરતી સમયે 200થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં. આરતીમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી રહેશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહિં કરનાર સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.

ગાઈડલાઇન્સનો ભંગ થતો હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

image source

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રોજ 1000થી વધારે કેસ જોવા મળી રહ્યા છે. તેને જોતા ખાસ આ વર્ષે પોલીસ તમામ સોસાયટીઓ અને જાહેરમાં થતાં નવરાત્રી કાર્યક્રમ ઉપર નજર રાખશે. સાથે જ ગાઈડલાઇન્સનો ભંગ થતો હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરશે. મહત્વનું છે કે એક કલાક દરમિયાન નવરાત્રીમાં આરતી અને બંધ પેકેટમાં પ્રસાદનું વિતરણ પૂર્ણ કરવું ફરજીયાત રહેશે.

image source

આગામી દરેક તહેવારોને પગલે કોરોનાની ગાઇડલાઇનનો તમામે પાલન ફરજિયાત રીતે કરવું પડશે. દશેરા અને દુર્ગા પૂજા માટે થતાં જાહેર કાર્યક્રમો પણ આ વર્ષે યોજી શકાશે નહીં. પોલીસ દ્વારા આવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહી આવે. નવરાત્રી દરમિયાન પણ આવા કાર્યક્રમો પોલીસની જાણ બહાર થતા હશે તો તત્કાલ કાર્યવાહી પણ કરવામાં આવશે.

રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન આ પ્રમાણેની છે

કંટેંનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારનું આયોજન થશે નહિ

image soucre

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમિશન લેવી જરૂરી.

બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રાખવું પડશે.

પૂજા આરતી માટે એક કલાકની મંજૂરી આપવામાં આવશે.

પૂજા કે આરતી દરમિયાન મૂર્તિ અને ફોટા ને સ્પર્શ નહી કરી શકાય.

image soucre

ખુલ્લો પ્રસાદ આપી શકાશે નહી , પેકેટ માં પેકજ પ્રસાદ આપવો પડશે.

પ્રસાદ વહેંચતા લોકોએ માસ્ક અને હાથે મોજાં પહેરવા જરૂરી થર્મલ સ્કેનીગ, અને ઑક્સીમીટર રાખવું પડશે.

જાહેરમાં પાન મસાલાનું સેવન કરી શકાશે નથી.

નાના બાળકો અને વૃદ્ધો હાજર ન રહે તે જરૂરી. મૂર્તિ વિસર્જન થઈ શકશે નહી.

રાવણ દહન, અને સ્નેહ મિલન કરી શકાશે નહી.

image source

આરતી અને પૂજામાં ઊભા રહેવા માટે ફૂટ પ્રિન્ટ અથવા તો રાઉન્ડ કરવા જરૂરી રહશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.