યે રિશ્તા..માં નવી એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે મોહસિન ખાન, ખરેખર નાયરાનુ કપાઇ જશે પત્તુ?

નાયરા

શિવાંગી જોશીની થશે એક્ઝીટ?

image source

સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત પ્રસિદ્ધ ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ દેશમાં ચાલી રહેલ લોકડાઉનના પગલે એકાએક શુટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું જયારે હવે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ મળતા ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના મેકર્સ દ્વારા શોની શુટિંગ ફરીથી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

ત્યારે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના ફેંસ શોના ફરીથી ટેલીકાસ્ટ થવાની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અત્યારે શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં મુખ્ય ભૂમિકામાં નાયરાનું પાત્ર નિભાવતા જોવા મળી રહેલ શિવાંગી જોશીની જલ્દી જ એક્ઝીટ થઈ શકે છે એવું સ્પોટબોયના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એટલે કે શોમાં શિવાંગી જોશી હવે ટુંક સમય માટે જ જોવા મળી શકે છે.

નવી એક્ટ્રેસની એન્ટ્રી થશે?

image source

સ્પોટબોયની રીપોર્ટ મુજબ લોકડાઉન પછીથી શોના મેકર્સ દ્વારા શોમાં કઈક નવું કરવાનો પ્લાન કરી રહ્યા છે. એટલા માટે સ્ટોરીમાં પણ કેટલાક ફેરફાર કરી દેવામાં આવી શકે છે. સ્ટોરીમાં નવા ફેરફાર મુજબ શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં એક નવા પાત્રની એન્ટ્રી પણ થઈ શકે છે.

image source

નવા પાત્રની એન્ટ્રીના લીધે કાર્તિક અને નાયરા સંબંધોમાં તણાવ આવશે. ત્યારપછી શો માંથી ધીરે ધીરે સ્ટોરીને નવી સ્ટોરી લાઈન સાથે જોડતા નાયરાની એક્ઝીટ પ્લાન કરી દેવામાં આવી શકે છે. પરંતુ નવા પાત્રની એન્ટ્રી માટે કોઈ એક્ટ્રેસનું નામ હજી સુધી સામે આવ્યું નથી. હાલમાં મળેલ રીપોર્ટ મુજબ શો માંથી શિવાંગી જોશીની સફર જલ્દી જ પૂર્ણ થઈ જશે અને સ્શોને નવી સ્ટોરીલાઈન સાથે જોડીને આગળ વધારવામાં આવશે.

મેકર્સ પર નિર્ણય ભારે પડી શકે છે.

image source

હાલના સમયમાં યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં શિવાંગી જોશી નાયરા ગોએન્કાનું મુખ્ય પાત્ર નિભાવીને દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે ત્યારે જો હવે શિવાંગી જોશીની શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માંથી એક્ઝીટ પ્લાન કરવામાં આવી રહી હોય તો આ નિર્ણય શોના મેકર્સને ભારે પડી શકે છે. તેમ છતાં આ બાબતમાં શિવાંગી જોશી અને શોના પ્રોડ્યુસર રાજન શાહી તરફથી કોઇપણ નિવેદન આપવામાં આવ્યું નથી.

વર્ષ ૨૦૧૬માં થઈ હતી શિવાંગી જોશીની એન્ટ્રી :

image source

શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં અક્ષરા સિંઘાનિયા અને નૈતિક સિંઘાનિયાની દીકરી તરીકે શોમાં એન્ટ્રી કરી હતી. શિવાંગી જોશીની એન્ટ્રી પછી ૮ વર્ષથી અક્ષરા સિંઘાનિયાનું પાત્ર નિભાવી રહેલ હીના ખાન જે શોમાં શરુઆતથી જ મુખ્ય ભૂમકા નિભાવી રહી હતી તેણે શો છોડી દીધો હતો. હીના ખાનના શો છોડી દીધા પછીથી જ નાયરા અને કાર્તિક શોના મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.