ક્રુરતાની પણ હદ હોય, પાડોશમાં રહેતા બે છોકરાઓને ફેંકી દીધા ચોથા માળથી, કારણ હતુ તેમનુ શોરબકોર

પશ્ચિમ બંગાળના કલકત્તામાં બનેલી એક અત્યંત હિંસક ઘટના સામે આવી છે. અહીંના એક નિર્દયી પુરુષે પાડોશીના બે બાળકોને ચોથા માળેથી નીચે ફેંકી દીધા. અને એ શખ્સે આવું માત્ર એટલા માટે કર્યું કારણ કે કે તે માસુમ બાળકોની મસ્તીથી તે કંટાળી ગયો હતો. બાળકો તેના ઘરના દરવાજાની બહાર ઘોંઘાટ કરતા હતા અને તે આ ઘોંઘાટથી પરેશાન થઈ ગયો હતો. અને ગુસ્સામાં આવીને તેણે બે બાળકોની ચોથા માળેથી નીચે ફેંકી દીધા હતા. એક બાળકનું તો મૃત્યુ થઈ ગયું અને બીજાની સ્થિતિ ગંભીર છે. પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

image source

આ ઘટના કોલકાતાના બડા બાઝાર વિસ્તારની છે. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમણે એનએસ રોડના નંદરામ માર્કેટ પાસે એક સો વર્ષ જુની ચાલી આવેલી છે. અહીં પર રહેનારો શિવ કુમાર ગુપ્તા અને બુધાના શાહ બન્ને આ ચાલીમાં ભાડે રહે છે. બુધાના વ્યવસાયે એક ટ્રાન્સપોર્ટર છે. જેના બે બાળકો છે જેમાંથી એક દોઢ વર્ષનો છે અને બીજો સાત વર્ષનો છે. એકનું નામ શિવમ હતું તો બીજાનું વિશાલ. શિબ કુમાર અ બુધાનાનો બાળકોને લઈ વારંવાર ઝઘડો થયા કરતો હતો.

image source

હાર્ડવેરની દુકાન ચલાવતા શિવ કુમારે જણાવ્યું કે તેણે ઘણીવાર બાળકો અને તેના પરિવારને કહ્યું હતું કે તેના બાળકોને તેના દરવાજા બહાર રમવા ન દે. બાળકો દરવાજા આગળ આવીને વારંવાર અવાજ કરતા હતા જેનાથી તે પરેશાન થઈ ગયો હતો. શિવ કુમાર અને બુધાના વચ્ચે ઝઘડા દરમિયાન શિવે તેને એકવાર ચેતવણી પણ આપી હતી કે જો તેણે બાળકોને નહીં રોક્યા તો તે બાળકોને ઉઠાવીને નીચે ફેંકી દેશે.

image source

રવિવારની સાંજે બાળકો ફરીથી શિવના દરવાજા બહાર રમી રહ્યા હતા. આ દરમિયાન બૉલ શિબના દરવાજા પર લાગી. શિબે જણાવ્યું કે બાળકોનો બોલ તેના ઘની દીવાલ પણ વારંવાર ગંદી કરતા હતા. તેનાથી ગુસ્સે ભરાઈને બાળકોને ઉઠાવીને બાલકનીથી નીચે ફેંકી દીધા હતા. તેમ કર્યા બાદ તેને ભાન થયું કે તેણે બરાબર નહોતું કર્યું.

image source
image source

લોકોએ જણાવ્યું કે તેમણે અવાજ સાંભળ્યો તો તેઓ તરત જ ઘટના સ્થળે દોડીને પહોંચી ગયા હતા. તેમણે જોયું તો એક દોઢ વર્ષનું બાળક નીચે જમીન પર પડ્યું હતું. તો સાત વર્ષનો વિશાલ સ્ટોરના ટિન શેડની ઉપર પડ્યો હતો. તેની ડોક ત્યાં પડેલા તારમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક નિવાસી રંજીત સોનકરે જણાવ્યું કે જ્યારે તે બહાર આવ્યો તો તેણે જોયું કે બે બાળકોના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. અમે તેમને હોસ્પિટલમાં લઈ જવા માટે ઉઠાવ્યા તો જોયું કે દોઢ વર્ષના શિવમનું મૃત્યુ થઈ ગયુ હતું. તેમ છતાં અમે બન્ને બાળકોને હોસ્પિટલ લઈ ગયા હતા. નાનો તો મૃત ઘોષિત કરવામાં આવ્યો પણ મોટા વિશાલની હાલ સારવાર ચાલી રહી છે અન તેની સ્થિતિ ગંભીર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.