મોબાઈલના બ્લાસ્ટ થવાના આ સંકેતો જરૂર જાણી લેજો, ચેતતા નર સદા સુધી…
આપણા બધા માટે આ વાત જાણી લેવી બહુ જ આવશ્યક છે કે ફોનની બેટરી કોઈ પણ વ્યક્તિની મૃત્યુ લાવી શકે છે. પછી ભલે તે ઉપયોગમાં લેવાતી હોય કે ના લેવાતી હોય. તમારા આ ફોનના આ સંકેતોને નજરઅંદાજ ન કરો, અને ફોન ફાટવાના આ કારણોને જરૂરી જાણી લેજો. આજે કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય, જે મોબાઈલ ફોન વગર પોતાનું જીવન વ્યતિત કરતી ન હોય. આજકાલ કદાચ જ કોઈ વ્યક્તિ એવી હશે, જેની પાસે સ્માર્ટફોન ન હોય.

અનેકવાર સ્માર્ટફોન જિંદગી માટે ખતરારૂપ બની જાય છે. મોબાઈલનો જેટલો ફાયદો છે, તેટલા જ નુકશાન પણ છે. તમે ફોનની બેટરી ફાટવાની ઘટનાઓ વિશે તો સાંભળ્યું જ હશે. આવા કિસ્સાઓ તમારા કાને અનેકવાર પડતા હશે. આમાં શરીરના હિસ્સા જખ્મી થવાના સમાચાર પણ સામે આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, ફોનની બેટરી અચાનક કેમ ફાટી જાય છે, અને તેની પાછળ શું કારણ છે. આજે અમે તમને ફોન ફાટવાના કારણો જણાવીશું, જેને તમે ટાળી શકો છો.

વાયરસ
કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં માલવેર અને બગ હોય છે, જે ચાર્જિંગ દરમિયાન મધરબોર્ડ પર દબાણ બનાવે છે. જેનાથી ફોન ફાટી જાય છે. આ માલવેરને આસાન ભાષામાં વાયરસ કહેવાય છે, જે તમારા ફોનમાં ઈન્ટરનેટન દ્વારા કોઈ પણ અનસેફ વેબસાઈટથી આવી શકે છે. આવા માલવેર અને બગથી બચાવવા માટે તમારા ફોનમાં એક એન્ટીવાયરસ હોવુ જરૂરી છે.
/iStock-527054768-58bd7c393df78c353c3c1808.jpg)
લોકલ પાર્ટસ
કેટલાક મોબાઈલ ફોનમાં સસ્તા અને ખરાબ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય છે, જેના ફાટવાનો ડર હંમેશા લાગેલો હોય છે. આ ઉપકરણ તેથી ફાટી શકે છે કે, તેની અને ફોનની કમ્પેટિબિલીટી એક જેવી નથી બેસતી. અને ફોન વિસ્ફોટ થવાની અણી પર પહોંચી જાય છે. આવું લોકલ ચાર્જરના ઉપયોગ કરવા પર પણ થઈ શકે છે.

ચાર્જિંગ
ચાર્જિંગથી ફોનના મધરબોર્ડ પર દબાણ પડે છે. જેના કારણે ફોનનો પાછળનો હિસ્સો ગરમ થવા લાગે છે. ચાર્જિંગ કરતા સમયે ફોનનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી ફાટવાની શક્યતા હોય છે. ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી બેટરી ફાટવાનું સૌથી મોટું કારણ બને છે. જો તમે નોટિસ કર્યુ હશે તો ચાર્જિંગ સમયે તમારો ફોન અનેકવાર ગરમ થઈ જતો હશે.
તમને આ પણ જાણવું ગમશે.
ઉનાળામાં ગાડી વધુ ગરમ થઇ જાય છે તો આ ટીપ્સથી ફટાફટ ઠંડી થઇ જશે તમારી ગાડી…
માથુ કપાયા બાદ પણ 18 મહિના સુધી જીવતો રહ્યો આ મરઘો…
AC ખરીદતી અને વાપરતી વખતે આ ખાસ બાબતોનું ધ્યાન રાખો…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.