નેહા કકક્ડનો આ વિડીયો લોકો જોઇ રહ્યા છે અનેક વાર, જે સોશિયલ મીડિયામાં થયો છે જોરદાર વાયરલ,જોઇ લો તમે પણ

બોલિવૂડ સિંગર નેહા કક્કડ પોતાની ગાયકીથી હંમેશા ધમાલ મચાવે છે. તેના ફિલ્મોમાં ગાયેલા ગીત તો સુપરહીટ થાય જ છે સાથે જ તે સ્ટેજ પરફોર્મંસમાં પણ લોકોને નાચવા પર મજબૂર કરી દે છે. નેહા કક્કડનો આવો જ એક ધમાકેદાર વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. સ્ટેજ પરફોર્મેંસમાં ધમાલ કરતી નેહાનો આ વીડિયો ટ્રેંડ કરી રહ્યો છે.

IMAGE SOURCE

આ વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે એક પછી એક એવા સુપરહિટ ગીતો ગાયા કે દર્શકો પણ નાચવા પર મજબૂર થઈ ગયા હતા. નેહા કક્કડનો આ વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટ થવાની સાથે જ વીડિયો ટ્રેંડ થવા લાગ્યો છે નેહાના ફેન્સને તેનો આ અંદાજ ખૂબ પસંદ પડી રહ્યો છે.

નેહા કક્કડના ડાંસ વીડિયોની લોકપ્રિયતા કેટલી છે તે વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં તેના આ વીડિયોને 9 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે. આ સિવાય નેહાનો વધુ એક વીડિયો પણ થોડા સમય પહેલા ચર્ચામાં હતો જેમાં તે પોતાના ભાઈ ટોની કક્કડ સાથે જોવા મળે છે. આ વીડિયોમાં તે તેના ભાઈ સાથે ખ્યાલ રખ્યા કર ગીત પર ટિકટોક બનાવતી જોવા મળી હતી.

વીડિયોમાં બંને ભાઈ અને બહેનની જોડી કમાલની લાગે છે. વીડિયોમાં નેહા કક્કડ અને ટોની કક્કડ બંને ભાઈ બહેન એકબીજા પર પ્રેમ લુંટાવતા જોવા મળ્યા હતા. જો કે રિયલ લાઈફમાં પણ ટોની અને નેહા એકબીજાની ખૂબ જ નજીક છે.

IMAGE SOURCE

નેહાના વર્કફ્રંટની વાત કરીએ તો તે પોતાના ભાઈ અને સંગીતકાર તેમજ ગાયક ટોની કક્કડ સાથે મળી અને તાજેતરમાં જ ભીગી-ભીગી ગીત લઈને આવી છે. આ ગીત પણ રિલીઝ થયાની સાથે યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે. આ રોમેન્ટિક ગીત ટોની અને પ્રિન્સ દુબેએ લખ્યું છે.

IMAGE SOURCE

નેહા કક્કડે બોલિવૂડમાં દિલબર દિલબર, કાલા ચશ્મા, હાય ગરમી, આંખ મારે, સેકેન્ડ હેન્ડ જવાની, કોલા કોલા જેવા સુપરહીટ ગીત ગાઈ અને ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેના આ ગીત આજે પણ કોઈપણ પાર્ટીમાં એકવાર તો સાંભળવા મળે જ છે. સાથે જ નેહા ટીવી રિયાલીટી સિંગીંગ શોમાં જજ તરીકે પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span