નેહા કક્કર-રોહન પ્રીત સિંહના મેરેજ ફંક્શન શરૂ, જોઇ લો મહેંદી-હલ્દી સેરેમનીની તસવીરો

નેહુ દા વ્યાહ: નેહા કક્કર અને રોહન પ્રીત સિંહના લગ્નની વિધિઓ હવે આરંભ કરી દવામાં આવી છે, ત્યારે નેહા કક્કરની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે.

image soucre

ગાયિકા નેહા કક્કરનું સોંગ ‘નેહુ દા વ્યાહ’ તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ રીલીઝ કરવામાં આવ્યું છે. ગાયિકા નેહા કક્કર ‘રાઈઝિંગ સ્ટાર’ રોહન પ્રીત સિંહ સાથે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, નેહા અને રોહન બંનેના લગ્ન તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦ શનિવારના રોજ દિલ્લીમાં થવાના છે. નેહા કક્કર અને રોહન પ્રીત સિંહની રોકા સેરેમની પણ કરવામાં આવી છે. તાજેતરમાં જ ગાયિકા નેહા કક્કરની મહેંદી સેરેમનીના ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. નેહા કક્કરની મહેંદી સેરેમની દિલ્લીમાં આયોજિત કરવામાં આવી હતી.

ગાયિકા નેહા કક્કરના હલ્દી સેરેમનીના ફોટોસ વાયરલ થયા.:

 

View this post on Instagram

 

A post shared by Showkraft Designer Weddings (@showkraftdesignerweddings) on

ગાયિકા નેહા કક્કરના પહેલા મહેંદી સેરેમનીના ફોટોસ અને ત્યાર બાદ હવે હલ્દી સેરેમનીના ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યા છે. નેહા અને રોહનની હલ્દી સેરેમનીમાં જ્યાં નેહા કક્કરે પીળા રંગની પ્લેન સાડી પહેરી છે ત્યાં જ રોહનએ પીળા રંગના કુર્તા- પાયજામાની સાથે જ સફેદ રંગની પાઘડીમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ રોહન અને નેહાના પરિવારના સભ્યોએ પણ પીળા રંગના કપડા જ પહેર્યા છે જે આપ ફોટોમાં જોઈ શકો છો.

નેહા કક્કર પરિવાર સહિત દિલ્લી આવી ગઈ છે.:

image source

તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૦ ગુરુવારના રોજ નેહા કક્કર પોતાના પરિવારના સભ્યો માતા- પિતા, મોટી બહેન સોનુ કક્કર, ભાઈ ટોની કક્કર સહિત અન્ય નજીકના સંબંધીઓ સાથે મુંબઈથી દિલ્લી જવા માટે નીકળ્યા હતા. નેહા કક્કરે ફ્લાઈટની એક ફોટો પણ સોશિયલ મડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી આ સાથે જ નેહાએ જણાવ્યું હતું કે, ‘ચાલો નેહા- રોહનના લગ્નમાં.’ ત્યાં જ રોહન પ્રીત સિંહએ પણ પોતાના ઇન્સ્ટા સ્ટોરીમાં આ જ ફોટો શેર કરીને કહ્યું છે કે, ‘વેડિંગ શરુ થઈ ગયા છે.’

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

બોલીવુડની પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કર અને રાઈઝિંગ સ્ટાર રોહન પ્રીત સિંહની રોકા સેરેમનીનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું નેહા કક્કરે પોતાની રોકા સેરેમનીનો વિડીયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. ગાયિકા નેહા કક્કરે પોતાની રોકા સેરેમનીમાં ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે ત્યાં જ રાઈઝિંગ સ્ટાર રોહન પ્રીત સિંહએ પણ નેહા કક્કરના ડ્રેસને મેચિંગ શેરવાની પહેરીને ઘણા હેન્ડસમ લાગી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.