નેહા અને રોહનપ્રીતના લગ્નના એક અઠવાડિયા પછી જ નેહાએ પોસ્ટ કરીને કહ્યું કે-આને હજુ એક્સના કોલ આવે છે

સિંગર નેહા કક્કર હેપ્પી પ્લેસ પર છે. તે લગ્નમાં બંધાઈ ગઈ છે. તે રોહનપ્રીત સિંહ સાથે પોતાનું નવું જીવન જીવી રહી છે. તાજેતરમાં નેહાએ તેના પતિ રોહનપ્રીત સિંહના એક નવા ગીતનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર સાથે નેહાએ આપેલી પ્રતિક્રિયા ચર્ચામાં આવી છે. બન્યું એવું કે રોહનપ્રીતનાં આ ગીતનું નામ છે એક્સ કોલિંગ. પોસ્ટર શેર કરતી વખતે, નેહાએ લખ્યું -rohanpreetsingh‘s #ExCalling. આ સિવાય તેણે ગુસ્સા વાળા ઇમોજી પણ બનાવ્યા છે. નેહાનું આ કેપ્શન ચર્ચામાં રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on

આ વાત પર રોહનપ્રીતે જવાબ આપતી વખતે ટિપ્પણી પણ કરી હતી. તેમણે લખ્યું – નહે, મેં ખરેખર કંઈ કર્યું નથી. નેહા અને રોહનપ્રીતનો આ ક્યૂટ લિટલ ઇશારો ફેનને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

image soucre

ઉલ્લેખનીય છે કે નેહાના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. નેહાએ 24 ઓક્ટોબરે તેના બોયફ્રેન્ડ અને ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા. નેહા સતત તેના લગ્ન અને રિસેપ્શનના ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. નેહાની હલ્દીર, મહેંદી, મ્યુઝિક, રિંગ સેરેમની આ બધાની ખૂબ ચર્ચા થઈ. નેહાના લગ્ન દિલ્હીમાં થયા. દિલ્હીમાં હલ્દી-મહેંદીના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પછી તે ચંદીગઢ ગઈ હતી. અને હવે તે મુંબઈ આવી ગઈ છે. તેને રોહનપ્રીત સાથે મુંબઇ એરપોર્ટ પર જોવામાં આવી હતી.

image source

આ સિવાય નેહા કક્કરને વેડિંગ પોશાકો માટે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવી છે. તેના લગ્નના પોશાકોની તુલના અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપડાના લગ્નના પોશાકો સાથે કરવામાં આવી હતી.

image soucre

ઉલ્લેખનીય છે કે 23 દિવસ પહેલાં સિંગર નેહા કક્કર ‘રાઈઝિંગ સ્ટાર’ ફૅમ રોહન પ્રીત સિંહ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. ચર્ચા એવી હતી કે આ બંને 24 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં લગ્ન કરશે. કંકોત્રી પણ વહેંચાઈ ગઈ છે. નેહાએ રોહન સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રોહન પ્રીત સિંહ સિંગિંગ રિયાલિટી શો ‘રાઈઝિંગ સ્ટાર’થી લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત તેણે રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’માં જોવા મળ્યો હતો. રોહન તથા નેહાએ ‘ડાયમંડ દા છલ્લા’માં સાથે કામ કર્યું હતું. આ આલ્બમ બાદથી બંને લગ્ન કરવાના હોવાની ચર્ચા થતી હતી.

image soucre

નેહાએ પોતાની તથા રોહનની એક તસવીર શૅર કરી હતી અને સિંગરે કહ્યું હતું, ‘તું મારો છે.’ નેહાએ પોતાની તથા રોહનની જોડીને ‘નેહુપ્રીત’ નામ આપ્યું છે. નેહાની આ તસવીર પર કમેન્ટ કરતાં રોહને કહ્યું હતું, ‘બાબુ આઈ લવ યુ સો મચ, જાન. હા, હું માત્ર તારો છું. મારું જીવન.’ રોહને કમેન્ટ કરીને દુલ્હનની ઈમોજી શૅર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.