તેલુગુ, ગુજરાતી અને બોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે તારક મહેતા સિરિયલની અંજલીભાભી

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ ટેલિવિઝન જગતની જાણીતી અને લોકપ્રિય સિરિયલ છે. આ સીરિયલના પાત્રો તેમની અલગ અલગ સ્ટાઇલ અને જુદા જુદા પ્રદેશના કારણે જાણીતા બન્યા છે. તારક મહેતા કા ઉલટા ચશ્માંની ગોકુલધામ સોસાયટીમાં અલગ અલગ પ્રદેશના લોકો રહે છે અને પોતાની કૉમેડીથી દર્શકોનું મનોરંજન કરતા રહે છે, જેમાં નેહા મહેતાનું નામ પણ સામેલ છે, જે સીરિયલમાં અંજલી ભાભીનો રોલ નિભાવી રહી છે. તો આજે અમે તમને જણાવીશું આ અંજલી ભાભીની રિયલ લાઈફ વિશે.

image source

9 જૂન 1978માં જન્મેલી તારક મહેતા કા ઉલટા ચશ્માંની અભિનેત્રી નેહા મહેતા હવે આ સીરિયલના કારણે ઘણી લોકપ્રિય થઈ ગઈ છે. ગુજરાતની રહેવાસી નેહા મહેતાએ પર્ફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ અને ડ્રામામાં ડિપ્લોમા કર્યું છે.નેહાનો જન્મ પાટણમાં થયો હતો પણ એ વડોદરા અને અમદાવાદમાં રહીને જ મોટી થઈ છે. નેહા મહેતાના પિતા ખૂબ જ જાણીતા લેખક છે અને એ જ કારણસર નેહાએ એક્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. નેહા મહેતા સારી ડાન્સર પણ છે અને ભરતનાટ્યમમાં પણ ઘણી હોશિયાર છે. નેહા બહુ પહેલેથી જ થિયેટર સાથે જોડાયેલી છે અને સાથે સાથે ક્લાસિકલ ડાન્સર પણ છે.

image source

ઘણા વર્ષો ગુજરાતી થિયેટરમાં કામ કર્યા પછી નેહાએ સૌથી પહેલી ટીવી સિરિયલ ડોલર બહુમાં કામ કર્યું હતું. એ પછી નેહાએ ભાભી સીરિયલમાં કામ કર્યું હતું. નેહાએ આ સીરિયલમાં એક વર્ષ સુધી કામ કર્યું હતું. એ પછી નેહાએ રાત હોને કો હે અને દેશમે નિકલા હોગા ચાંદ જેવી સીરિયલમાં કામ કર્યું. એ સિવાય નેહા એ સો દહાડા સાસુના જેવી ગુજરાતી સીરિયલમાં પણ કામ કર્યું.

image source

ઘણા લોકો નહિ જાણતા હોય પણ નેહા એ સબ ટીવી પર આવતી સિરિયલ જીની ઓર જુજુમાં જિયાનો રોલ કર્યો હતો.
નેહાએ ગુજરાતી ફિલ્મો તેમજ સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.વર્ષ 2003માં નેહ તેલુગુ ફિલ્મ ધામમાં જોવા મળી હતી. નેહાએ સંજય દત્ત સાથે ફિલ્મ ઇએમઆઈમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં નેહા મેહતાએ ઊર્મિલના વકીલનું પાત્ર ભજવ્યું હતું.

IMAGE SOURCE

વર્ષ 2008માં નેહાએ એક્ટિંગ છોડી દીધી હતી અને પછી એને ન્યુયોર્ક જી4 ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો હતો. એ પછી નેહા મહેતાને તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરિયલમાં કામ મળ્યું અને હવે એ સતત આ સિરિયલ સાથે જોડાયેલી છે. રિયલ લાઈફમાં નેહની લાઈફ સ્ટાઇલ સીરિયલની અંજલી ભાભી કરતા ઘણી જ અલગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.