સોનમથી સારા સુધી આ બોલીવૂડ સેલેબ્સે નેપોટિઝમ પર આપ્યા પોતાના અભિપ્રાય

સોનમથી સારા સુધી આ બોલીવૂડ સેલેબ્સે નેપોટિઝમ પર આપ્યા પોતાના અભિપ્રાય

અભિનેતા સુશાંત સિંહ રાજપૂના મૃત્યુ બાદ ફરી એકવાર બોલીવૂડમાં નેપોટિઝમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મિડિયા પર ઘણા બધા લોકોનું કહેવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ભેદભાવ થતા હોય છે અને જેનો ‘ગોડફાધર’ નથી હોતો કે પછી તે કોઈ કેમ્પમાં ન હોય તો તેને નુકસાન થાય છે. સુશાંત પણ માનતા હતા કે બોલીવૂડમાં નેટોપિઝમ છે. આજે અમે તમને તેવા જ કેટલાક સેલેબ્સ નેપોટિઝમ બાબતે શું કહે છે તે વિષેની જાણકારી લાવ્યા છે.

કરીના કપૂર ખાન

image source

કરીના કપૂર ખાન આ વિષે જણાવે છે, ‘આ વિષય પર ઘણું બધું કહેવામાં આવ્યું છે. શું નેપોટિઝમ દરેક જગ્યાએ અસ્તિત્ત્વ નથી ધરાવતું ? પણ કોઈ તે વિષે વાત નથી કરતું. બિઝનેસ પરિવારોમાં દીકરા બિઝનેસને આગળ નથી વધારતા ? રાજકારણી પરિવારોમાં દીકરા તેમની જગ્યા નથી લેતા ? આ બધાને પરિવારવાદની કેટેગરીમાં નથી રાખવામાં આવતા પણ તેને સારું માનવામાં આવે છે. ઘણા સ્ટાર કિડ્સ તે મુકામ પર નથી પહોંચી શક્યા જેના પર તેમના માતા-પિતા પહોંચ્યા છે. આ ઇન્ડસ્ટ્રી એક કઠોર જગ્યા છે જ્યાં માત્ર ટેલેન્ટ જ કામ આવે છે. જો અહીં રણબીર કપૂર છે તો રણવીર સિંહ પણ છે જે કેઈ બોલિવૂડ પરિવાર સાથે સંબંધ નથી ધરાવતો. અહીં આલિયા ભટ્ટ છે તો કંગના રનૌત પણ છે.’

જાહ્નવી કપૂર

image source

બોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી સ્વ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર આ બાબતે જણાવે છે, ‘બોલીવૂડમાં મને જે જગ્યા મળી છે, તે હું ડિઝર્વ કરું છું કે નહીં તો તેનો જવાબ હશે ના. હું તે લાયક નથી. હું આ ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું માટે મારા માટે બોલીવૂડમાં કામ કરવું સરળ હતું. હવે જ્યારે હું આવી ગઈ છું તો મારો પ્રયાસ રહેશે કે હું પૂરી મહેનત અને લગન સાથે મારું કામ કરુ જેથી કરીને લોકો ઓછામાં ઓછું એવું ન બોલે કે મારા પિતાના કારણે હું ફિલ્મોમાં છું.’

સોનમ કપૂર

image source

સોનમ આ વિષે જણાવે છે, ‘ફિલ્મ બેકગ્રાઉન્ડથી આવવાના ઘણા ફાયદા હોય છે તો જવાબદારી પણ હોય છે. મારા પિતાએ અમને બધું જ આપવા માટે ખૂબ મહેનત કરી છે, માટે જો અમને જ્યારે ચાંસ મળ્યો છે તો અમે તેને ગ્રાન્ટેડ નથી લેવા માગતા. ઘણા લોકો નેપોટિઝમ શબ્દનો યોગ્ય મતલબ જાણ્યા વગર જ તેનો ઉપયોગ કરે છે, જેના કારણે આ શબ્દ નેગેટિવ લાગી રહ્યો છે. મારા પિતાએ મારો નંબર પણ કોઈને નથી આપ્યો.’

સારા અલિ ખાન

image source

સારા આ વિષય પર કહે છે, ‘મને એ વાતનું ભાન છે કે હું સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છું. મારા પર આ વાતનું દબાણ છે કે હું ખરેખર સારું પ્રદર્શન કરી શકીશ કે નહીં. અને આ પ્રેશર સારુ નથી. દરેકની પોતાની જર્ની હોય છે અને દર્શકો ખૂબ જ સ્માર્ટ હોય છે. અંતે તમારી પાસે આ હોય તો જ તમે સફળ થશો નહીં તો તમે નિષ્ફળ થશો.’

અનન્યા પાંડે – સિદ્ધાંત ચતુર્વેદી

image source

અનન્યા પાંડેએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, ‘હું એ વાતને નકારી નથી શકતી કે હું ચંકી પાંડેની દીકરી છું પણ મારા પિતાએ ખૂબ મહેનત કરી છે. જ્યારે મારી પહેલી ફિલ્મ એક વર્ષ મોડી થઈ ગઈ ત્યારે મારા પિતાએ મને વધામણી નહોતી આપી કારણ કે ત્યારે તેમને ખબર હતી કે અહીં કંઈ પણ થઈ શકે છે. મને અવસર મળશે તો હું તેને ચોક્કસ લઈશ. મારા પિતાએ ક્યારેય ધર્મા ફિલ્મ સાથે કામ નથી કર્યું. તેમને ક્યારેક કોફી વિથ કરણમાં નથી બોલાવવામાં આવ્યા. બધાની પોતાની જર્ની હોય છે.’ અનન્યાના આ જ નિવેદન પર ગલી બૉય ફેમ સિદ્ધાંત ચતુર્વેદીએ તરત કહ્યું, ‘બધાની પોતાની જર્ની છે, ફરક માત્ર એટલો છે કે જ્યાં અમારા સપના પૂરા થાય છે ત્યાં તેમની સ્ટ્રગલ શરૂ થાય છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.