માતાના ગર્ભમાંથી બહાર નિકળેલા આ નવજાત શિશુએ ડોક્ટર સામે જોયુ એકદમ ગુસ્સાથી અને પછી..

તસ્વીરોની દુનિયા અલગ જ છે. કહેવાય છે ને કે એક હજાર શબ્દો દ્વારા સમજાવાયેલો એક લેખની અસર કરતા કેમેરાની એક ક્લિકે ઝડપાયેલી તસ્વીરની અસર વધુ નોંધનીય અને સ્પષ્ટ હોય છે. પરંતુ તસ્વીરોમાં દરેક તસવીરો એવી નથી હોતી. પરંતુ ક્યારેક જવલ્લે જ અને આકસ્મિક રીતે ઝડપાયેલી તસ્વીર અમૂલ્ય બની જાય છે. એક ક્ષણનો હજારમો ભાગ ભલે ને હોય પણ કેમેરાની આંખે ક્લિક થઇ ગયેલી એ મિલી સેકન્ડ વર્ષો સુધી સૌના માટે જિજ્ઞાસા અને આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

image source

સોશ્યલ મીડિયામાં અવાર નવાર આવી જ તસવીરો અને વિડીયો વાયરલ થવાના સમાચારો આવતા રહે છે. ત્યારે તાજેતરમાં જ એક તસ્વીરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તસ્વીર કોઈ વૈશ્વિક સ્તરના નેતા કે અભિનેતાની નથી પરંતુ તાજા જન્મેલા નવજાત શિશુની છે.

અસલમાં જયારે આ તસ્વીર લેવા માટે ફોટોગ્રાફરે ક્લિક કર્યું ત્યારે જ નવજાત શિશુનું સાવ અનોખું અને વિસ્મય પમાડે તેવું રિએક્શન ક્લિક થઈ ગયું. જે જોઈ સૌ કોઈને આશ્ચ્રર્ય થયા વિના નથી રહેતું.

image source

આ કિસ્સો બ્રાઝીલ દેશનો છે. બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોની એક હોસ્પિટલમાં નવજાત શિશુ ડોકટરો સામે ગુસ્સા ભરી નજરે જોઈ રહ્યું હોય તેવી તસ્વીર ક્લિક થઇ હતી. 13 ફેબ્રુઆરીએ જન્મેલ આ નવજાત શિશુનું નામ ઇસાબેલ પરેરા ડી જીસસ રાખવામાં આવ્યું છે. અને તેની તસ્વીર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ જન્મની સાથે જ ઇસાબેલ રાતોરાત સોશ્યલ મીડિયા સ્ટાર બની ગઈ છે.
વિસ્તૃત માહિતી મુજબ જયારે ઇસાબેલનો જન્મ થયો ત્યારે તેની ગર્ભનાળ કાપ્યા પહેલા ડોક્ટરોએ તેને રડાવવાનો પ્રયાસ કર્યો જેથી ઇસાબેલ ગુસ્સે થઇ ગઈ અને ડોક્ટર સામે ગુસ્સા ભરી નજર કરી. બિલકુલ આ જ સમયે ત્યાં ઇસાબેલના પરિવાર તરફથી આવેલા ફોટોગ્રાફરે એક ક્લિક કરી દીધી અને ઇસાબેલની આ યાદગાર ક્ષણ કેમેરામાં કેદ થઇ ગઈ.

image source

જો કે આને નવજાત શિશુનું મૌલિક રિએક્શન પણ ગણી શકાય પરંતુ મોટેભાગે નવજાત શિશુ આવું રિએક્શન બધાને જોવા નથી મળતું. ત્યારે ફોટોગ્રાફરની બિલકુલ સચોટ સમયે કરેલી આ ક્લિકે આ રિએક્શન સૌને જોવા મળ્યું છે.

જયારે આ તસ્વીરને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી તો તે રાતોરાત વાયરલ થઇ ગઈ અને ઇસાબેલ પણ જન્મતાની સાથે જ સોશ્યલ મીડિયા સ્ટાર બની ગઈ.

source : catchnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.