પહેલી જ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં સુપરસ્ટાર બની ગયા આ 5 સ્ટાર્સ, જાણી લો તમે પણ નામ

ફિલ્મ જગતમાં પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈમાં હજારો લોકો રોજ આવે છે, પોતાના કિસ્મતને આજમાવે છે. જો કે અનેક એવા સ્ટાર પણ છે જેમણે બોલીવુડમાં અમુક ફિલ્મો આપી છે તેમ છતાં પણ તેઓ પોતાનું સ્થાન મેળવી શક્યા નથી. આવા સમયે જો કોઈ તમને એમ કહે કે કોઈ સ્ટાર માત્ર પોતાની એક જ ફિલ્મ કરીને સુપર સ્ટાર બની ગયો છે, તો તમને કેવું લાગે? પણ હા આ સત્ય છે, એવા ઘણા સ્ટાર છે જેમણે માત્ર પોતાની એક જ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું સ્થાન મેળવી લીધું હોય. આજે આપણે આવા પાંચ સ્ટાર વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ.

ઋતિક રોશન

image source

બોલીવુડના સૌથી સ્માર્ટ હેન્ડસમ અને સ્ટાર કીડ ઋતિક રોશન જેમના પર અનેક છોકરીઓ ફિદા છે. આપને જણાવી દઈએ કે ઋતિક રોશને વર્ષ 2000માં ફિલ્મ ‘કહો નાં પ્યાર હે’ દ્વારા બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું. જો કે આ જ ફિલ્મ એ વર્ષની સૌથી સફળ અને બહુ ચર્ચિત ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મ દ્વારા ઋતિક રોશન રાતોરાત સ્ટાર બની ગયા હતા. આ ફિલ્મને લગભગ ૯૩ જેટલા એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ માટે એમને શ્રેષ્ઠ અભિનેતા અને ઘણા અન્ય ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યા હતા. પ્રથમ ફિલ્મથી સ્ટાર બની ચુકેલા ઋતિક રોશન વર્તમાન સમયમાં પોતાની આવનારી ફિલ્મ ક્રીશ ભાગ ૪ની તૈયારીઓમાં લાગેલા છે. વર્ષ ૨૦૧૯માં આવેલ ફિલ્મ વોરે કમાણીના કેટલાય રેકોર્ડ તોડ્યા હતા.

ટાઈગર શ્રોફ

image source

એક્શન પેક પિતા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફે પણ પોતાની પ્રથમ ફિલ્મ હિરોપંતી દ્વારા બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવી લીધું અને સુપર સ્ટારનું ટેગ પણ મેળવ્યુ. ટાઈગર શ્રોફની પહેલી ફિલ્મ વર્ષ ૨૦૧૪માં આવી હતી. જો કે ત્યારબાદ એમણે એકથી એક શ્રેષ્ઠ ફિલ્મો જેવી કે બાગી અને બાગી ટુમાં કામ કર્યું છે. આ સમયે જ ૨૦૧૯માં આવેલી વોર ફિલ્મ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. ટાઈગર શ્રોફ પોતાની એક ફિલ્મ માટે ૨૫ કરોડ રૂપિયા ફી લે છે એમની આવનારી ફિલ્મ બાગી ૩ છે.

અમીર ખાન

image source

વર્ષમાં માત્ર એકાદ ફિલ્મ કરનારા મીસ્ટર પરફેક્ટ તરીકે જાણીતા બનેલા આમીર ખાન પોતાની પ્રથમ ફિલ્મ ‘કયામત સે કયામત તક’ દ્વારા બોલીવુડમાં પ્રવેશ્યા હતા. જો કે ૧૯૮૯માં આવેલી આ ફિલ્મે બોક્સઓફિસ પર સૌથી વધુ સફળતા મેળવી હતી. આ ફિલ્મ દ્વારા આમીર આખાય દેશમાં લોકપ્રિય બની ગયા હતા. એમ કહી શકાય કે આ ફિલ્મ દ્વારા અમીર ખાને પ્રથમ ફિલ્મથી જ સુપર સ્ટારનું ટેગ મેળવી લીધું હતું. જો કે હાલમાં જ આવેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બોક્સ ઓફીસ પર ખરાબ રીતે ફ્લોપ થઇ હતી.

સંજય દત્ત

image source

બોલીવુડમાં બાબાના નામથી જાણીતા બનેલા અભિનેતા સંજય દત્ત હવે વધારે પડતા સહાયક અભિનેતા તરીકે જ જોવા મળે છે. સંજુ બાબાએ બોલીવુડમાં ‘રોકી’ ફિલ્મ દ્વારા પોતાના પગ જમાવ્યા હતા. ભલે સંજય દત્તની સોલો ફિલ્મો સફળ ન રહી હોય પણ એમણે પોતાની ડેબ્યુ ફિલ્મથી જ સુપર સ્ટારનું ટેગ જરૂર મેળવી લીધું હતું. એમની સૌથી પહેલી ફિલ્મ હતી રોકી, આ ફિલ્મે વર્ષ ૧૯૮૧માં લગભગ ૭ કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો હતો.

અજય દેવગન

image source

બોલીવુડના એક્શન હીરો તરીકે જાણીતા બનેલા અજય દેવગને વર્ષ ૧૯૯૩માં ‘ફૂલ ઓર કાન્ટે’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પગ મુક્યો. પહેલી ફિલ્મ દ્વારા જ અજય દેવગન લોકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગન સાથે અભિનેત્રી મધુ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજયનો બે બાઈક પર ઉભા રહીને કરેલ એન્ટ્રી આજે પણ લોકોને યાદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.