માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ માટે 10 હજાર કરોડનું ફન્ડ, જેનાથી 2 લાખ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને થશે ફાયદો
રાહત પેકેજ પાર્ટ-3 / નાણાં મંત્રીએ ત્રીજા દિવસે ૨૦ લાખ કરોડના પેકેજ પર કરી જાહેરાત, ખેતી ક્ષેત્ર અને ગ્રામીણ આર્થિક માળખાના વિકાસનું લક્ષ્ય

• કૃષિ સેકટર સાથે જોડાયેલા માળખાગત ઢાંચા પર 8 જાહેરાતો કરવામાં આવશે : સીતારમણ
• નાણાં મંત્રી એ ખેડૂતોના કાર્યને બિરદાવતા કહ્યું – ખેડૂતો લોકડાઉન દરમિયાન પણ કામ કરતા રહ્યાં હતા.
• પીએમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રૂપિયા લોકડાઉન સમય દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવ્યા
મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા દેશને કોરોના સંકટમાંથી ઉભરવા માટે 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. પાછળના બે દિવસથી આ પેકેજ પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ જાણકારી આપી રહ્યા છે. આજે ત્રીજા દિવસે પણ એમણે એ વિશે કેટલીક વાતો કરી હતી. આજના ત્રીજા વિવરણમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવી હતી. એમણે જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર અને મોટો જનસમૂહ ખેતી પર નિર્ભર છે. એટલે ગ્રામીણ આર્થિક માળખા પર આજે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.

તો નીચે મુજબની મહત્વની જાહેરાતો આજે નાણા મંત્રી દ્વારા કરવામાં આવી છે.
– આજના વિવરણમાં સૌથી વધુ ધ્યાન ખેતીને લગતા ક્ષેત્રોને આપી હતી. લગભગ 8 જાહેરાતો કૃષિ સેકટર સાથે જોડાયેલા માળખાગત ઢાંચા પર કરવામાં આવી હતી
– નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં જ્યારે લોકડાઉન લાગેલું હતું ત્યારે પણ ખેડૂતો પોતાના કામમાં લાગેલા હતા. લોકડાઉન દરમિયાન અનાજ સૌથી મહત્વની જરૂરિયાત છે, અને ગરીબ (આર્થીક નાના કાળના) ખેડૂતો પાસે ખેતીનો ૮૫ ટકા ભાગ છે.
– લોકડાઉન છતાં પીએમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જયારે કૃષિના પરંપરાગત ઢાંચા માટે પણ એક લાખ કરોડ રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવશે.

– ખેડૂતો સાથે જોડાયેલા વ્યવસાયના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ પૈસા એગ્રીગ્રેટર્સ, એફપીઓ, પ્રાઈમરી એગ્રીકલ્ચર સોસાયટી વગેરે માટે તેમજ ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રકચનાર વિકાસ માટે પણ આપવામાં આવશે જેમ કે કોલ્ડ સ્ટોરેજ વિકસાવવા અથવા સહાય કરવી.
– શેરડીના ઉત્પાદમાં ભારત વિશ્વમાં બીજા અને દાળના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે હોવાનું જણાવતા નાણા મંત્રીએ ઉમેર્યું હતું કે ૫૬૦ લાખ લીટર દૂધ લોકડાઉન દરમિયાન ડેરી કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ખરીદવામાં આવ્યું હતું.
– ફૂડ એન્ટરપ્રાઈઝને માઈક્રો સાઈઝ માટે 10 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે, જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી શકે. આ સહાય દ્વારા વેલનેસ, હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનાર 2 લાખ જેટલા માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને ફાયદો થશે. જેમાં મુખ્યત્વે બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદર વગેરે.

– પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે બજેટમાં ઘોષણા કરી ચુકી છે, એને કોરાનાના કારણે તાત્કાલિક પગલે લાગુ કરવામાં આવી રહી છે. જેમાં માછીમારોને સરકારી નોકરીઓ આપવામાં આવશે. માછીમારોને આ યોજનાના કારણે નવી નોકરીઓ આપવામાં આવશે, જેનો સીધો લાભ લગભગ 55 લાખ લોકોને મળશે. આ યોજનાના લાગુ થવાથી આગળના પાંચ વર્ષમાં મત્સ્ય ઉત્પાદન 70 લાખ ટન જેટલું વધી શકે છે. તેમજ ભારતની નિકાસમાં પણ લાભ થશે અંદાઝે આ 1 લાખ કરોડ જેટલી થશે.
– સરકારે હર્બલ વનસ્પતિના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા 4000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મધમાખી પાલન વ્યવસાય માટે 500 કરોડ તેમજ આ સાથે સરકારે શાકભાજી બજાર સુધી તાજી સ્થિતિમાં પહોચે એ માટે સપ્લાય ચેન સુધારવા અંગે પણ વાત કરી હતી. એમણે બજાર સુધી આવતા ખરાબ થઇ જતી શાકભાજીને યોગ્ય માધ્યમ મળે એ માટે 500 કરોડ અલગથી ફાળવ્યા છે. આ કાર્ય આગળના ૬ મહિનામાં પ્રાયોરીટી પર હાથ ધરાશે.

– નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સમાં જાનવરોનું યોગ્ય રસીકરણ ન થતું હોવાને કારણે થતા ફુટ એન્ડ માઉથ ડિસીસ અંગે પણ વાત કરી હતી. એમણે ઉમેર્યું હતું કે આ સમસ્યાથી પશીઓના દૂધ ઉત્પાદન પર ગંભીર અસરો થાય છે. આ સમસ્યાઓ સામે લડવા સરકારે ૧૦૦ ટકા રસીકરણ ક્રરાવવાનું એલન કર્યું છે. જાન્યુઆરી 2020 સુધીમાં ૧.૫ કરોડ પશુઓને આ રસી આપી ચુકી છે અને લોકડાઉન દરમિયાન પણ ગ્રીન ઝોન વિસ્તારમાં આ કાર્ય યથાવત ચાલતું રહશે એમ જણાવ્યું હતું.
– કૈટલ ફીડ પ્રોડક્શનના નિકાસ માટે 15000 કરોડનું સહાય ભંડોળ ઉભું કરવામાં આવશે જેથી નિકાસમાં વધારો થશે. આ સહાય જાહેર કરતા એમણે કહ્યું હતું કે ડેરી પ્રોસેસિંગ ક્ષેત્રે ખાનગી રોકાણમાં વધારો થશે અને સરકાર ચીઝ જેવા આવશ્યક પ્રોડક્ટના નવા પ્લાન્ટને પણ પ્રોત્સાહન આપશે.
આ સિવાય પ્રવાસી મજૂર અને નાના ખેડૂતોને પણ રાહત
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત વિઝન અંતર્ગત ગુરુવારે બીજા દિવસે રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી.જો કે એમાં તેમણે કુલ 9 જાહેરાતો કરી હતી. એ જાહેરાતોમાં ૩ જાહેરાત પરપ્રાંતીય પ્રવાસી મજૂર, નાના ખેડૂતો માટે અને એક-એક જાહેરાત મુદ્રા લોન, સ્ટ્રીટ વેન્ડર્સ, હાઉસિંગ અને આદિવાસી ક્ષેત્રોમાં રોજગારી સાથે જોડાયેલી હતી.
મહત્વની જાહેરાતો આ પ્રમાણે છે :
• 8 કરોડ જેટલા પ્રવાસી મજૂરોને આવનાર બે મહિના માટે જ્યાં છે એ જ રાજ્યમાં મફત રેશન મળશે.
• અગામી ત્રણ મહિના સુધી વન નેશન-વન રેશન કાર્ડ યોજના કાર્યરત રહેશે.
• પ્રવાસી મજૂરોને ઓછા ભાડામાં મકાન આપશે અથવા સરકાર દ્વારા સહાય મળશે.
• આત્મનિર્ભર વિઝન અંતર્ગત મુદ્રા લોન લેનારને વ્યાજમાં રાહત મળશે.
• 6 લાખથી 18 લાખની વાર્ષિક આવક ધરાવનારને પણ હાઉસિંગ લોન પર સબસિડી મળશે.
• 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5 હજાર કરોડ રૂપિયાની સહાય.
• 2.5 કરોડ ખેડૂતો માટે 2 લાખ કરોડ રૂપિયાની સહાય જાહેરાત.
• ખેડૂતો માટે 30 હજાર કરોડ રૂપિયાની મદદ ફાળવવામાં આવી.
Source : DivyaBhaskar
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.