નીતા અંબાણીનો વર્ષ 2020ના વિશ્વના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ, વાંચો કેવી રીતે કરી લોકોને મદદ

કોરોના મહામારી સમયે છુટા હાથે દાન કરનારી નીતા અંબાણી વિશ્વના ટોચના દાનેશ્વરીમાં સામેલ

કોરોના સમયે અનેક લોકોના જીવન ખતરામાં મુકાયા છે આવા સમયે અનેક મોટા લોકો દ્વારા કોરોના સામે લડવા માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં તેમજ અનેક પ્રકારના સેવા કર્યો દ્વારા પણ સહાય કરી છે. આવા સમયે ભારતમાં બોલીવુડ અભિનેતા, અભિનેત્રીઓ, નેતાઓ, સામાન્ય લોકો તેમજ અનેક પ્રકારના ઉદ્યોગ પતિઓ દ્વારા પોતાના દ્વારા શક્ય એટલી સહાય દેશને કરવા પ્રયત્ન કર્યા છે. જો કે મોટા અને અમીર લોકો જ કેમ સામાન્ય લોકોએ પણ થોડાક થોડાક પૈસા ભેગા કરીને કોરોનાના કહેર વચ્ચે ગરીબોને જમાડવાનું અને એમના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

નીતા અંબાણી વિશ્વના ટોચના દાનેશ્વરી લોકોમાં

ભારતના પૌરાણિક કાળથી જ દાનનું વિશેષ મહત્વ રહ્યું છે. આપણા પાસે હોય એમાંથી અન્યની સહાય કરવી એ સદીઓથી શુભ કાર્ય માનવામાં આવે છે. જો કે કોરોના સામેની લડતમાં અવારનવાર મુકેશ અંબાણીના પરિવારે પણ દેશની આ લડતમાં સહાયતા માટે કરોડો રૂપિયા આપ્યા છે. જાણીને આનંદ થશે કે વિશ્વના ટોચના દાનેશ્વરી લોકોમાં નીતા અંબાણી દ્વારા ચાલતા રિલાઈન્સ ફાઉન્ડેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે રિલાઈન્સ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે છુટા હાથે કરોડોની સહાય દેશમાં કરવામાં આવી છે.

image source

2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ

image source

ઉલ્લેખનીય છે કે અમેરિકાના અગ્રણી સામયિક ટાઉન એન્ડ કન્ટ્રીના સમર અંકમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ કરાયો છે. તેમનો આ સમાવેશ એમના કોરોના મહામારીમાં લોકોને દિલ ખોલીને મદદ કરવા અને સામાન્ય લોકોનું જીવન બચાવવા બદલ કરાયો છે. જો કે અનેક વિદેશી દાનીઓ વચ્ચે નીતા અંબાણી એક માત્ર ભારતીય દાનેશ્વરી બન્યા છે. આપને જણાવી દઈએ કે આ યાદીમાં ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અન્ય ઘણા નામોનો સમાવેશ છે.

રિલાઈન્સ ફાઉન્ડેશનના કાર્યોની ભરપુર પ્રસંશા

image source

નીતા અંબાણી અને એમના દ્વારા સંચાલિત ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રસંશામાં સામયિકે નોધ્યું છે કે, ”રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પરોપકારની પહેલ કરનાર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તેમજ અધ્યક્ષ નીતા અંબાણીએ કોરોના મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોમાં ભોજન અને માસ્કનું વિતરણ કર્યું હતું, ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ દર્દીઓને સારવાર આપવા માટે યુદ્ધના ધોરણે ઊભી કરી હતી અને ઇમજરન્સી ફંડમાં 72 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન પણ આપ્યું હતું.” આ સિવાય સામયિકમાં કોરોના મહામારી દરમિયાન ગરીબોને જમાડવા, આર્થિક રીતે મદદ કરવા બાબતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યો અને એમના પ્રયાસોની પણ સરાહના કરી હતી.

આ સામયિક વર્ષ 1846થી પ્રસિદ્ધ થાય છે

image source

આ સામયિકને સૌથી જુનું માનવામાં આવે છે. આ સામયિકમાં નીતા અંબાણી પોતાના સેવા કર્યો દ્વારા સ્થાન પામ્યા છે. એમના કોરોના મહામારી સમયના કર્યો સરાહનીય છે. ઉલ્લેખનીય છે કે ટાઉન એન્ડ કન્ટ્રી એ અમેરિકામાં ચાલતું અગ્રણી લાઇફસ્ટાઇલ સામયિક છે અને તે સતત વર્ષ 1846થી પ્રસિદ્ધ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.