નીતા અંબાણી હંમેશા પૂજા કરતી વખતે લાલ વસ્ત્રો જ પહેરવાનુ પસંદ કરે છે, તેની પાછળનું કારણ દરેક મહિલાએ જાણવા જેવુ છે

નીતા અંબાણી હંમેશા ધાર્મિક કાર્યોમાં લાલ વસ્ત્રો જ પહેરવાનુ પસંદ કરે છે ! તેની પાછળનું કારણ દરેક મહિલાએ જાણવા જેવું છે.

એશિયાના સૌથી ધનાડ્ય વ્યક્તિમાં મુકેશ અંબાણીની ગણતરી થાય છે. અને તાજેતરમાં કોરોનાની મહામારીમાં દાન આપવાની બાબતમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ મસમોટુ દાન કરીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.

નીતા અંબાણી એક એવી વ્યક્તિ છે જેમને તેમની એલીગન્સી, તેમની ફેશન સેન્સ, તેમજ તેમના કાર્યો માટે લાખો મહિલાઓ ફોલો કરે છે. તેમની એકએક તસ્વીરોને લાખો લાઇક્સ મળે છે તો તેમની ફેશનને પણ મહિલાઓ ફોલો કરે છે. 56 વર્ષની ઉંમરે પણ તેઓ ગજબનું આકર્ષણ જમાવે છે. તેઓ વેસ્ટર્ન વિયરમાં પણ એટલા સુંદર લાગે છે અને ભારતીય પોષાકમાં તો અત્યંત જાજરમાન લાગે છે.

image source

ધાર્મિક પ્રસંગોમાં લાલ વસ્ત્રો જ પહેરવાનુ પસંદ કરે છે નીતા અંબાણી

તમે જો તેમને એકધારા ફોલો કરતા હશો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે તેઓ હંમેશા ધાર્મિક પ્રસંગોમાં લાલ વસ્ત્રો જ પહેરવાનુ પસંદ કરે છે. તે પછી સાડી હોય, પંજાબી સૂટ હોય કે પછી કોઈ સરારા કે ચણિયાચોળી હોય. અને લાલ રંગ તેમના પર ખૂબ શોભે પણ છે.

image source

નીતા અંબાણી પોતાના ઘરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ બેસાડે છે અને તેની ભક્તિભાવથી પૂજા અર્ચના પણ કરે છે અને આખુંએ બોલીવૂડ તેમજ મુંબઈની અન્ય જાણીતી હસ્તીઓ પણ અંબાણીના ગણપતિના દર્શન કરવા ખાસ આવે છે. ગયા વર્ષની ગણપતિ પૂજાની તસ્વીરો જો તમે જોઈ હશે તો તેમણે ત્યારે પણ સુંદર લાલ ભારતીય પરિધાન પહેર્યો હતો.

image source

આ સુંદર ડ્રેસ તેમના પ્રિય ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો. આ સિવાય તેઓ દીકરા આકાશના લગ્નની આમંત્રણ પત્રિકા જ્યારે સિદ્ધિવિનાયક મંદિરે આપવા ગયા ત્યારે પણ તેમણે સુંદર લાલ ચટક ચંદેરી સિલ્કનો સૂટ પહેર્યું હતું.

image source

આ પહેલાં પણ તેઓ જ્યારે પોતાના સાસુ કોકિલાબેન અંબાણી સાથે પૂજામાં સામેલ થયા હતા ત્યારે પણ તેમણે લાલ રંગની સુંદર સાડી પહેરી હતી. ટૂંકમાં તેઓ જ્યારે કોઈ ધાર્મિક કાર્ય કે પછી પૂજા સાથે જોડાયેલા હોય છે ત્યારે તેઓ લાલ રંગના વસ્ત્રો જ પહેરવાનુ પસંદ કરે છે. કહેવાય છે કે ભગવાનની પૂજામાં સ્ત્રીઓએ હંમેશા સજીને જ શામેલ થવાનું હોય છે તો જ ભગવાન પ્રસન્ન થાય છે.

સંસ્કૃતિથી જોડાયેલો છે અંબાણી પરિવાર

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. પણ તેમના પર પાશ્ચાત્ય સંસ્કૃતિની કંઈ ખાસ અસર જોવા મળી નથી. તેઓ આજે પણ પોતાની સંસ્કૃતિથી પહેલાં જેટલા જ જોડાયેલા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા, પૂજા તેમજ અનુષ્ઠાનોને તેઓ આજે પણ તે જ લગનથી ફોલો કરે છે.

image source

માટે જ ઘરના શુભ પ્રસંગોએ તેઓ દેશના જાણીતા મંદીરોમાં નમન કરવાનું નથી ચૂકતા. અને આપણી સંસ્કૃતિમાં લાલ રંગને શુભ માનવામાં આવ્યો છે અને પૂજા તેમજ અન્ય ધાર્મિક કાર્યો પણ શુભ હોય છે માટે જ ભારતીય પરંપરા પ્રમાણે નીતા અંબાણી પણ ધાર્મિક પ્રસંગોએ લાલ રંગના વસ્ત્રો જ પહેરવાનું પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.