74 સીટો જીતનાર ભાજપ શું ફરી નિતિશ કુમારને મુખ્યમંત્રી બનાવશે

બિહારમાં ઉપડ્યો મોટો સવાલ, નીતીશકુમાર ક્યાં સુધી CM રહેશે?

બિહારમાં વિધાનસભા ચૂંટણીની પરિણામ જાહેર થઇ ગયું છે જેમાં અલગ પરિવર્તન જોવા મળ્યુ છે. ભલે સત્તા NDAની રહી પણ કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ છે. ભાજપ-જેડીયુંના NDAએ 125 બેઠકો સાથે બહુમતી મેળવી છે. પણ આ વખતે મુખ્યમંત્રી કોણ બનશે એ એક મુંજવતો પ્રશ્ન સાબિત થશે એવું લાગી રહ્યું છે

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપે વચન આપ્યું હોવાથી હાલ મુખ્યમંત્રી તો નીતીશકુમાર જ બનશે. પણ એ ફક્ત 6 મહિના માટે મુખ્યમંત્રી બને એવું પણ બની શકે છે. એવું પણ સંભળાઈ રહ્યું છે કે કદાચ નિતીશકુમારને સાઈડલાઈન પણ કરવામાં આવે. એટલે ભલે એ મુખ્યમંત્રી બને પણ એમના માથે લટકતી તલવાર તો છે જ.

ખૂબ જ ચળસાચળસી બાદ NDAને બહુમતી મળી છે અને એ સાથે જ નીતીશકુમારને પણ જીવનદાન મળ્યું છે. આ વખતે ડાબેરી પક્ષોએ નોંધપાત્ર દેખાવ કર્યો. 29 બેઠકો પર ચૂંટણી લડી 16 પર કબજો મેળવ્યો છે. આ ઉપરાંત ઓવૈસીના પક્ષે 5 અને એનડીએના સાથી પક્ષો હમ અને ઇન્સાની પાર્ટીએ 4-4 બેઠકો મેળવી બિહારના રાજકારણમાં સફળતાનાં પગલાં માંડ્યા છે.

ચિરાગની થઈ સૌથી ખરાબ હાલત.

દિવંગત રાજનેતા રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગની હાલત સૌથી કફોડી થઈ છે. એમને માત્ર એક જ બેઠક મળી છે. તેઓ ચૂંટણી પહેલા પોતે કિંગમેકર બનશે તેવો દાવો કરતા હતા પણ મતદારોએ તેમને સાથ ન આપ્યો.

એક અહેવાલ મુજબ પહેલેથી જ નીતીશુકુમારને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી દેવાઇ હતી અને એટલે જ તેમને હાલ સત્તા સોંપી દેવાશે. પરંતુ ભાજપ પોતાનો વિકલ્પ ખુલ્લો પણ રાખશે.

ભાજપના સ્થાનિક નેતા સંજય પાસવાને જણાવ્યું છે કે “આ જીત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. પરંતુ વચન મુજબ અમે લોકો સીએમની ખુરશી નીતીશકુમારને સોંપી રહ્યા છીએ. હવે આ તેમની નૈતિકતા પર નિર્ભર કરે છે કે તેઓ શુ કરે છે.”

નવી દિલ્હીમાં બિહારની હાલની સ્થિતિ પર સમીક્ષા કરવા ભાજપના કાર્યાલયમાં બુધવારે સાંજે બેઠક પણ મળવાની છે. જેમાં જેપી નડ્ડા કે જે ભાજપના પ્રમુખ છે તે સાંજે 5 વાગે ત્યાં પહોંચશે. વડાપ્રધાન મોદી પણ 6 વાગે પહોંચી જશે તેવી જાણકારી મળી છે..આ બેઠકમાં બિહારના મંત્રીમંડળ ઉપરાંત અન્ય અનેક પાસાઓ પર ચર્ચા વિચારણા થશે તેવી શક્યતાઓ છે. ભાજપનું કદ વધી જતાં તે પોતાના હાથ ઉપર સત્તા રાખશે અને જો કંઇ બાંધછોડ કરવાની રહેશે (Change in Bihar), તે નીતીશકુમારે જ કરવી પડશે.

જદયુનું આટલા વર્ષોમાં સૌથી ખરાબ પ્રદર્શન

જો આપણે આંકડા તરડ જોઈએ તો છેલ્લા 15 વર્ષોમાં નીતીશકુમારની પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. તેમની પાર્ટીનો લોકો પરનો દબદબો નબળો પડતો દેખાઈ રહ્યો છે. કારણ કે ફેબ્રુઆરી 2005માં થયેલી ચૂંટણીમાં જદયુને 55 બેઠકો મળી હતી. જ્યારે 2015માં થયેલી ચૂંટણીમાં 111માંથી 71 મળી હતી. પણ હવે તેની પાસે માત્ર 43 બેઠકો રહી છે.

જદયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે નીતીશકુમાર દિવાળી પછી મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે તેવી શક્યતાઓ છે. પરંતુ આજે સાંજે ભાજપની જે બેઠક મળી રહી છે તેમાં જ આ અંગે અગત્યના નિર્ણય થઈ શકે છે. નીતીશકુમારના ભાવિ અંગે સવાલો થઈ રહ્યા છે એનું એક કારણ એ પણ છે કે બિહારમાં નીતીશકુમારની લોકપ્રિયતા ઘટી રહી છે. અને આ ચિત્ર ચૂંટણી પરિણામોમાં પણ સ્પષ્ટ રીતે વ્યક્ત થયું છે. 243માંથી ભાજપ અને જદયુએ લગભગ સરખી બેઠકો અનુક્રમે 110અને 115 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમાં ભાજપ પહેલી વખત મોટા ભાઇની ભૂમિકામાં આવી ગયું છે. તેણે 74 બેઠકો પર જીત મેળવી છે જ્યારે જદયુને માત્ર 43 બેઠકો જ મળી છે.. ભાજપને આ વર્ષની ચૂંટણીમાં 21 બેઠકોનો ફાયદો થયો છે. તેજસ્વીના રાજદને 75 બેઠકો મળી છે. વોટશેર પણ નીતીશના પક્ષનો ઘટી ગયો છે. જદયુને માત્ર 15.41 ટકા મત મળ્યા. જ્યારે ભાજપને 19.40 ટકા મત મળ્યા છે..તેજસ્વીને સૌથી વધુ 23.05 ટકા વોટ મળ્યા. તો કોંગ્રેસ માત્ર 9.55 વોટ જ મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.