રાજ્યના 37માં મુખ્યમંત્રીના રુપમાં શપથ લેશે નિતીશ કુમાર, જાણો ક્યારે ક્યારે બન્યા CM

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને NDAને સ્પષ્ટ બહુમતી પણ મળી ગઈ છે. અત્યાર સુધીમાં તમે જાણી જ ગયા હશો કે NDAએ બિહાર વિધાનસભાની 125 સીટો જીતી લીધી છે.

image source

ચૂંટણી પહેલાં જ ભાજપે નક્કી કરી લીધું હતું કે સીટો વધારે જીતાય કે ઓછી મુખ્યમંત્રી તો નિતિશ કુમારને જ બનાવવામા આવશે. તમને જણાવી દઈએ કે નિતિશ કુમાર અત્યાર સુધીમાં સતત ચાર વાર અને કુલ 6 વાર બિહારના મુખ્યમંત્રી બની ચુક્યા છે. અને હવે તેઓ 7મી વાર મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ આ વખતે બિહરાના 37મા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.
જાણો આ પહેલાં ક્યારે ક્યારે બન્યા હતા મુખ્યમંત્રી

image source

નીતિશ કુમાર આ પહેલાં વર્ષ 2000માં મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 3જી માર્ચ 2000માં મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી હતી. જો કે તે વખતે તેમને બહુમત નહોતો મળ્યો અને તે એક જોડતોડ સરકાર સાબિત થઈ હતી અને માત્ર 7 જ દિવસમાં તેમની સરકાર પડી ભાંગી હતી. ત્યાર બાદ તેઓ 24મી નવેમ્બર 2005માં બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા.

image source

આ વખતે તેઓ લાંબા સમય માટે મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેમણે 26મી નવેમ્બર 2010માં ત્રીજીવાર મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી હતી. ત્યાર બાદ 2014માં તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું પણ 22મી ફેબ્રુઆરી 2015ના રોજ ફરી ચોથીવાર બીહારના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ 20મી નવેમ્બર 2015માં તેમણે ફરી મુખ્યમંત્રી તરીકે 5મી વાર શપથ ગ્રહણ કર્યા હતા. અત્યાર સુધી તેઓ આરજેડી સાથે જોડાયેલા હતા. પણ ત્યાર બાદ 27મી જુલાઈ 2017માં તેમણે આરજેડીનો છેડો ફાડ્યો અને તેઓ ભાજપમાં જોડાયા અને છઠ્ઠીવાર મુખ્યમંત્રી બન્યા.

જોકે હવે જ્યારે તેઓ 7મી વાર મુખ્યમંત્રી બન્યા છે ત્યારે આ જીતમાં NDA પાર્ટીનો તેમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમ છતાં ભાજપે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તેઓ નિતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવશે અને આ જ નિર્ણય પર તેઓ અડગ રહેશે. ભાજપના પ્રદેશ પ્રમુખે ચુંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલાં જ નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે તેવું જણાવ્યુ હતું અને એમ પણ કહ્યુ હતું કે નિતિશ કુમારની પાર્ટી ભલે ગમે તેટલી સીટો જીતે તેઓ મુખ્યમંત્રી તરીકે નિતિશ કુમારને જ બેસાડશે.

image source

તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે નીતિશ કુમાર પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતુ કે તેઓની તે અંતિમ ચૂંટણી રહેશે. તમને જણાવી દઈએ કે તેઓ રાજ્યના સૌથી વધારે લાંબો સમય રહેલા મુખ્યમંત્રી છે. તેમણે લગભગ 14 વર્ષનો સમય બિહારના મુખ્યમંત્રી તરીકેની ખુરશી સંભાળી છે. બીજી બાજુ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવે આ ચૂંટણીમાં ખૂબ પ્રચાર કર્યો હતો અને ખૂબ રેલીઓ યોજી હતી પણ મહાગઠબંધનને તેની એક સિંગલ પાર્ટી હરાવી શકી નથી. જો કે તેમની પાર્ટી બિહારની સૌથી મોટી સિંગલ પાર્ટી તરીકે આ ચૂંટણીમાં ઉભરી આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.