કાચબાની ઘરમાં થશે એન્ટ્રી તો અનેક સમસ્યા માટે હંમેશા રહેશે No entry…

ભારતમાં જેવી રીતે ઘરની સુખ-શાંતિ માટે વાસ્તુ શાસ્ત્રનું અનુકરણ કરવામાં આવે છે, તેવી જ રીત ચાઈનીઝ લોકો પોતાના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે ફેંગશૂઈને ફોલો કરે છે. તેનાથી લોકોમાં સકારાત્મકતા સ્થિર રહે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આ ઉપાયો માત્ર ચાઈનીઝ લોકોને જ લાભ કરાવે છે.

image source

જો તમે પણ તમારી આસપાસ સકારાત્મક અને સમૃદ્ધ વાતાવરણ ઈચ્છતા હોય અને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ઘરમાં એક નાનકડો કાચબો લાવી જુઓ. આ કાચબો તમે અનેક લોકોના ઘરમાં જોયો પણ હશે. ફેંગશૂઈ અનુસાર આ કાચબો શુભતાનું પ્રતિક છે. હિંદૂ શાસ્ત્રમાં પણ કાચબાને શુભ માનવામાં આવે છે.

Cowokmu Anak Sulung? Pertahankan Ya, Nih 4 Kelebihannya
image source

ઉત્તર ભારતમાં તો એવા અનેક મંદિર છે જ્યાં કાચબાની પૂજા થાય છે. જો કે આપણે ત્યાં શિવ મંદિરમાં પણ કાચબાની સ્થાપના કરવામાં આવે જ છે. ફેંગશૂઈના કાચબાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. કાચબા અલગ અલગ પ્રકારના હોય છે.

image source

તેનો ઉપયોગ પણ અલગ અલગ હેતુ સિદ્ધ કરવા માટે થાય છે. જેમ કે આર્થિક સમસ્યાઓનો અંત લાવવો હોય તો ક્રિસ્ટલનો કાચબો ઘરમાં રાખવો જોઈએ.ઘરમાંથી બીમારી દૂર થવાનું નામ ન લેતી હોય તો માટીમાંથી બનેલા કાચબાને ઘરમાં રાખવો.

image source

જો દંપતિને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ઘરમાં એવો કાચબો રાખવો જેની પીઠ પર નાના-નાના કાચબા હોય. થોડા જ દિવસોમાં ઘરમાં બાળકના અવતરણના સમાચાર સાંભળવા મળશે. પત્ની અને પતિના સંબંધોમાં સમસ્યા રહેતી હોય તો ઘરમાં કાચબાની જોડી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.