ટ્વિટર પર વાયરલ થયેલી નૂડલ્સની આ રેસિપીનો વિડીયો જોઇને લોકોએ આપ્યા વિચિત્ર રિએક્શન, તમે જોયો આ વિડીયો?

ટ્વીટર પર વાયરલ થઈ નૂડલ્સની આ રેસિપિ – જોનારા તોબા પોકારી ઉઠ્યા

image source

સોશિયલ મિડિયા પર તમને રોજ ઉઠીને કંઈક નવું જોવા મળશે. કંઈક નવામાં કંઈક વિચિત્રનો પણ સમાવેશ થઈ જાય છે. સોશિયલ મિડિયા લોકોમાં જાણીતા બનવાનું એક સૌથી સસ્તુ માધ્યમ છે. અહીં નથી લોકો પોતાના વર્તvમાં કોઈ મર્યાદા રાખતા કે નથી તો કોઈ લાંબો વિચાર કરતા. બસ મનમાં આવ્યું તે કરીને તેને તરત જ સોશિયલ મિડિયા પર અપલોડ કરીને તેને વાયરલ કરવાની વેતરણમાં જ રહે છે.

કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયાના ઘણા બધા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. અને આ દરમિયાન લોકો ઇન્ટરનેટ પર પોતાના ઘરે બેઠા બેઠા વિવિધ ચેલેન્જોને લોન્ચ કર્યે રાખતા. આ દરમિયાન દલગોના કોફી પણ ખૂબ ઉપડી હતી. અને ઘણા લોકોએ તેને ઘરે પણ બનાવી હતી તો વળી કેટલાક લોકો પોતે ક્યારેય નહોતી બનાવી તેવી રેસિપિ શેર કરતા રહેતા હતા.

ટુંકમાં આખુએ જગત ઇન્ટરનેટ પર ભેગું થઈ ગયું હતું. પણ થોડા દિવસથી સેશિયલ મિડિયા પર એક વિચિત્ર રેસિપિ ટ્રેન્ડ કરી રહી છે, જેને જોયા બાદ દરેક વ્યક્તિ તોબા પોકારી ઉઠી છે. આ રેસિપિને સાંભળ્યા બાદ તમારા મોઢામાંથી ewww.. નીકળી જશે. આ રેસિપિ છે ચોકલેટ મેગીની.

હા, બિલકુલ સાચું જ વાંચ્યું છે મેગી તે પણ ચોકલેટની સાથે. આ રેસિપિને બનાવવી તો દૂર લોકો જોઈને જ વિચિત્ર રિએક્સન આપી રહ્યા છે. ચોકલેટ મેગી જોયા બાદ ટ્વિટર યુઝર્સ ખૂબ ભડકી ઉઠ્યા છે. તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. કેટલાએ યુઝર્સે તો પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું છે કે મહેરબાની કરી આવું ન કરો.

સોશિયલ મિડિયા પર લોકો આ તસ્વીરને વાયરલ કરી રહ્યા છે. અને સાથે સાથે કમેન્ટ પણ કરતા રહે છે કે… બે સ્વાદિષ્ટ વસ્તુઓને એકસાથે ભેળવવી જરૂરી નથી. ચાલો જોઈએ સેશિયલ મિડિયા યુઝર્સે ચોકલેટ મેગીને જોઈને કેવી પ્રતિક્રિયાઓ આપી.

શ્રીકાંત નામના એક યુઝરે આ તસ્વીરને શેર કરતા લખ્યું કે આ તો પાપ છે. વાસ્તવમાં ટ્વીટર પર રાહુલ નામનું અકાઉન્ટ ધરાવતી એક વ્યક્તિએ મેગી અને ચોકલેટને એક પાત્રમાં પાણી સાથે બતાવી છે અને લખ્યું છે, ‘ફરી એકવાર હું આજે ચોકલેટ મેગી બનાવીશ.’ આ તસ્વીરની પ્રતિક્રિયામાં શ્રીકાંત નામના ટ્વીટર યુઝરે ફિલ્મ સરફરોશનું નસરુદ્દીન શાહનું એક મિમ શેર કર્યું છે.

image source

તો વળી એક યુઝર કે જેનું નામ શેલડન કુકર છે તેણે હેરી પોર્ટરનું એક મિમ શેર કરીને લખ્યું છે, ‘આ શું જોઈ લીધું.’ તો વળી મુદીત જૈન નામના એક ટ્વીટર યુઝરે એક નાનકડી વિડિયો ક્લિપ શેર કરીને લખ્યું છે, ‘બીક લાગી રહી છે આ જોઈને’

તો વળી એક યુઝરે આ તસ્વીર જોઈને એક મિમ શેર કર્યું છે જેના પર લખ્યું છે, ‘તૌબા તૌબા તૌબા… સારા મૂડ ખરાબ કર દીયા’ આ ઉપરાંત કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે કે કોઈની હિમ્મત કેવી રીતે થઈ આ પ્રકારની રેસિપી બનાવવાની. પણ આટલા પરથી એટલું સાબિત થાય છે કે ઇન્ટરનેટ પર ગમે તે વસ્તુ વાયરલ થઈ જાય છે. પછી તે આવી બકવાસ રેસિપિ પણ કેમ ન હોય !

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.