નોસ્ટ્રાડેમસે ત્રીજા વિશ્વયુદ્ધને લઈને કરી હતી આ ભવિષ્યવાણી, જાણો ભારતની ભૂમિકા શું રહેશે?

હાલના સમયમાં વિશ્વના ઘણા દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. જેને લઈને વિશ્વની મહાસત્તાઓ ચિતિંત છે કે ક્યાંક વિશ્વ યુદ્ધ ન ફાટી નિકળે. ભારત- પાકિસ્તાન, ભારત- ચિન, ફ્રાંસ- તુર્કી, અમેરિકા-કોરિયા, ઈઝરાયલ- પેલેસ્ટાઈન જેવા દેશોમાં પ્રવર્તી રહેલા સંઘર્ષથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

image source

ઉત્તર કોરિયા અને અમેરિકામાં જે રીતે સંઘર્ષ ચાલી રહ્યો છે એ જોતા આવનારા ભવિષ્યને લઇને ચિંતાઓ થાય તે સ્વાભાવિક છે. હાલ સમય એવો છે કે દરેક દેશ પાસે ઓછામાં ઓછા 100 પરમાણુ બોમ્બ તો મળી જ આવે, કોરિયા પહેલા જ પરમાણુ હુમલાની ધમકી આપી ચુક્યુ છે. 16 એપ્રિલ સુધી તમામ દેશના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ કર્યો છે.

નોસ્ટ્રાડેમસ ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી ચુક્યા છે

image source

જેને લઈને આ અવઢવ ભર્યા સમયમાં જો અમેરિકા કે કોરિયા હુમલો કરે તો નક્કી ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળે. એક બાજુ જ્યાં ચીન, અરબ, ઇરાન, ઉત્તર કોરિયા પર મહેરબાની રાખી રહ્યા છે, તો રશિયા અને ભારતનું વલણ હજુ સુધી સ્પષ્ટ નથી. જાપાન પહેલા જ અમેરિકા તરફ વળેલુ છે આવામાં એક અલગ જ સમીકરણ રચાઇ રહ્યુ છે. 14 ડિસેમ્બર 1503માં ફ્રાન્સમાં જન્મેલ નોસ્ટ્રાડેમસ ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી ચુક્યા છે આ આગાહી ખરેખર ખુબજ ડરામણી છે. જો આ ભવિષ્યવાણી સાચી પડી તો પ્રલય નક્કી છે. વિશ્વમાં હાલમાં બની રહેલી ઘટનાઓ આ વાત પર ઈશારો કરે છે કે આગામી સમયમાં સંઘર્ષ વધવાની પૂરી શક્યતાઓ છે.

નોસ્ટ્રાડેમસે કરેલી ભવિષ્યવાણી

ફ્રાન્સમાં જન્મેલા નોસ્ટ્રાડેમસે પોતાની ભવિષ્યવાણી કરતા પુસ્તકમાં લખ્યુ છે કે એક જહાજ તમામ હથિયાર અને દસ્તાવેજ લઇને ઇટલીના તટે પહોંચશે અને યુદ્ધ શરૂ થશે. તેનો કાફલો અવિરત ચાલતો રહેશે અને વિનાશ નોતરતો રહેશે.

જંગલી નામ વાળો ભારતમાં પ્રધાનમંત્રી બનશે

image source

તો બીજી એક ભવિષ્યવાણીમાં કહ્યુ છે કે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો સમય અને કોણ કોણ દેશ તેમાં જોડાશે તેમજ આ ભયંકર યુદ્ધનું કેવુ પરિણામ આવશે તે અંગે લખ્યુ છે કે ત્રણ તરફથી સમૂદ્રથી ઘેરાયેલ દેશમાં એક નેતા હશે, જે જંગલી નામ વાળો હશે, જે ભારતમાં પ્રધાનમંત્રી પદ પર બેસશે. દેશમાં જનક્રાંતિથી નવો નેતા આવશે અને સત્તાના સમીકરણ બદલી નાખશે.

ઇસ્લામ વિરૂદ્ધ ચોમેર પવન ફુંકાશે

image source

નવો ધર્મ ઇસ્લામ વિરૂદ્ધ ચોમેર પવન ફુંકાશે અને આ તકરાર ઇટલીથી ફ્રાંસ સુધી પહોંચશે અને ત્રીજુ યુદ્ધ શરૂ થઈ જશે. દુનિયાના સૌથી પ્રખ્યાત ભવિષ્યવક્તાએ પોતાની આ વાત દોહાઓના માધ્યમથી જણાવી છે. નોંધનિય છે કે નોસ્ટ્રાડેમસ હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંકાશે તે અંગે પણ ભવિષ્યવાણી કરી ચુક્યા છે. કુદરતી આફતો, યુદ્ધ, કયામત અને ભવિષ્યને લઇને તેમની સટીક ભવિષ્યવાણી કહેવાય છે.

ચારેકોર મોતનું તાંડવ રચાશે

image source

નોસ્ટ્રાડેમસ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યુ છે કે ત્રીજા યુદ્ધના કારણે ચીન રાસાયણિક હુમલો કરશે જેના કારણે એશિયામાં તબાહી અને ચારેકોર મોતનું તાંડવ રચાશે. એવી ખરાબ પરિસ્થિતિ આવશે જે આજ સુધી કોઇએ કલ્પી પણ ન હોય. નોસ્ટ્રાડેમસ ભવિષ્યવાણીમાં કહ્યુ છે કે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન આકાશમાંથી આગના ગોળાઓ વરસશે અને પૃથ્વી પર હિંદ મહાસાગરમાં આગનું એક તોફાન આવશે આ ઘટનાથી દુનિયાના કેટલાયે રાષ્ટ્ર જળમગ્ન થઈ જશે. જો કે આ પરિસ્થિતીમાં વિશ્વના પ્રમુખ દેશો શાંતિ જળવાઈ તેના માટે પ્રયત્નો કરી રહ્યા છે. આશા છે કે તેમને આ કામમાં સફળતા મળે અને વિશ્વ તબાહીમાંથી બચી જાય