હવે શરદી અને કોરોનાના લક્ષણોમાં જો તમે પણ છો અસમંજસમાં, તો વાંચી લો કોરોના ટેસ્ટ તમારે ક્યારે અને કયા સમયે કરાવવો જોઇએ
ઋતુચક્રમાં આવતા બદલાવોની અસર દરેક વ્યક્તિને વધતાંઓછા અંશે થતી જ હોય છે, અને એમાં શરદી થવી બહુ જ સામાન્ય છે. શરદી અને કોરોરનાના ઘણા લક્ષણો સરખા છે. જેમ કે છીંક, ઉધરસ, તાવ, માથાનો દુખાવો વગેરે. આ કારણોસર લોકો ખૂબ જ મૂંઝાઈ રહ્યા છે કે શું કરવું? કારણ કે કોઈ પણ ઉધરસ કે છીંક ખહાય અથવા તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડે તો લોકો તેને તરત જ કોરોનાગ્રસ્ત માની લે છે, એવા સમયે જરૂરી છે કે સાચી જાણકારી મેળવી જાગૃત થઈએ. તો આવો મેળવીએ ઉચિત જાણકારી.

ગભરાવવું નહીં કેમકે તેનાથી રોગપ્રતિકારકશક્તિ ઘટે છે.
ભય અને ગભરાવવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. ઉલટાનું ડરને કારણે શરીરમાં તણાવના હોર્મોન બદલાવવા લાગે છે અને તેને કારણે રોગપ્રતિકારકશક્તિ નબળી પડે છે. ત્યારે વાયરસને તમારા શરીરમાં ઘૂસવાનો મોકો મળી જાય છે. તેથી ડર્યા વિના જાગરૂક બની વાયરસને ફેલાતા અટકાવવાના પગલાં લો અને સાવચેતી વર્તો. મુદ્દાનો સવાલ એ છે કે ખબર કેમ પડે કે યઅ લક્ષણો સામાન્ય શરદીના છે કે કોરોનાના? ક્યારે કરાવવો જોઈએ ટેસ્ટ?

સાધારણ તાવ, શરદી, ઉધરસ થાય તો ઘરે આરામ કરો.
તમારા મનમાં પણ ટેસ્ટ માટેનો સવાલ ઊઠતો જ હશે, તેનો જવાબ દિલ્હી એઇમ્સ હોસ્પિટલના પલમોનોલજીસ્ટ ડો. કરણ મદન આપે છે, તેમનું કહેવું છે કે સામાન્ય ફ્લૂના લક્ષણથી ગભરાઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. ઘરે આરામ કરો અને ખૂબ બધુ લિક્વિડ લો.

ભારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો ટેસ્ટ કરાવવો.
પરંતુ જો કોઈને ભારે તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય તો એ લક્ષણોને નજરઅંદાજ ન કરો. તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ડો, કરણ મદન એમ પણ કહે છે કે ઈમફલુંઝા અને કોરોનાના લક્ષણ લગભગ સમાન છે એટલે અત્યારે એ બંને વચ્ચે અનુમાન લગાવવું બહુ અઘરું છે. જો નાક સતત વહેતું હોય, શરદી તાવ, ઉધરસ સતત રહે તો તમારે વધારેમાં વધારે, શક્ય હોય તેટલા તમામ ટેસ્ટ કરાવવા જોઈએ, રોગપ્રતિકારકશક્તિ વધારવી જોઈએ અને એન્ટિવાયરલ દવાઓ લેવી જોઈએ,

પહેલેથી અન્ય કોઈ બીમારી હોય તો લક્ષણોને હળવાશથી ન લેવા,
આપણે જો આંકડાઓ જોઈએ તો ખબર પડે છે કે કોરોના મુખ્ય રૂપે વૃદ્ધો અને બિમારોને પોતાનો શિકાર બનાવે છે, એવામાં જો તમને પહેલેથી જ ડાયાબિટીઝ, હ્રદયરોગ, સ્ટ્રોક કે સ્વસનતંત્રની બીમારી હોય તો તમારે કોઈ પણ લક્ષણ દેખાય તો તરત સાવધ બની ટેસ્ટ કરાવવા જોઈએ,

જરૂરી સાવચેતી રાખો :
૧. વારંવાર હાથને સેનેટાઈઝેર અને સાબુ પાણીથી સાફ કરતાં રહો.
૨. આંખ, કાન, નાયક, મોઢાને ઘડી ઘડી હાથથી ન અડો.

૩. આસપાસ સફાઇનું ધ્યાન રાખો,
૪. કોઇની સાથે હાથ ન મેળવો,
૫. બીમાર વ્યક્તિથી ઓછામાં ઓછું ૪-૫ ફૂટનું અંતર રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.