મોરબીની આ નર્સ 7 મહિનાના ગર્ભ સાથે બજાવી રહી છે પોતાની ફરજ, ટાળ્યો સીમંતનો પ્રસંગ પણ
સીમંત ટાળીને મોરબીની આ નર્સ 7 મહિનાના ગર્ભ સાથે બજાવી રહી છે પોતાની ફરજ

કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દેશમાં યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમીતોની સંખ્યા 80 હજારને ક્રોસ કરી ગઈ છે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. છેલ્લા લગભગ બે મહિનાની વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશમાં લોકડાઉન પણ અમલમાં મુકવામાં આવ્યું છે. પણ સ્થિતિમાં સુધારો જોવા નથી મળ્યો. બીજી બાજુ કોરોના વોરિયર્સ એટલે કે આપણા પોલીસ કર્મચારીઓ, ડોક્ટર્સ, સફાઈ કર્મીઓ તેમજ પેરામેડિક સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
કોરોનાની મહામારી દરમિયાન એવા ઘણા બધા પ્રસંગો તમારા વાંચવામાં આવ્યા હશે. કે સાવ જ નાની ઉંમરના બાળકને ઘરે મુકીને મહિલા પોલીસો ખડે પગે ફરજ બજાવી રહી છે તો, કોઈ પોલીસ કર્મચારી પોતાના કુટુંબ સાથે ભોજન પણ નથી કરી શકતો અને તેણે તેમનાથી અંતર રાખીને જમવું પડે છે તેવી તસ્વીરો પણ તમે સોશિયલ મિડિયા તેમજ ન્યૂઝ પેપરમાં જોઈ હશે અને જ્યારે આવા દ્રશ્યો સામે આવે ત્યારે એક માણસ તરીકે આપણમાં ખરેખર આવી વ્યક્તિઓ પ્રત્યે ગર્વની ભાવના ઉત્પન્ન થાય છે. આવા જ એક કોરોના યોદ્ધા છે મોરબીના વીસીપરા વિસ્તારના નર્સ બહેન છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા સરકારી શહેરી આરોગ્ય સેન્ટરમાં નર્સ પુનમબેન જોષી ફરજ બજાવી રહ્યા છે. તેઓ જે સ્થિતિમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે તે જોઈને અન્ય નર્સોને પણ તેમનાથી પ્રેરણા મળી શકે તેમ છે. પુનમબેન સાત માસનો ગર્ભ ધરાવે છે અને તેમ છતાં કોરોનાની લડતમાં દેશનો સતત સાથ આપી રહ્યા છે. તેઓ આ બાબતે જણાવે છે કે તેઓ ભલે ગર્ભવતી હોય અને ભલે તેમને સાતમો મહિનો જઈ રહ્યો હોય પણ તેમને તેનો કોઈ જ રંજ નથી કે તેમને આવી સ્થિતિમાં કામ કરવું પડે છે, ઉલટાનું તેમને આનંદ છે કે તેઓ દેશની સેવા કરી રહ્યા છે. ગર્ભાવસ્થા દરમિયાનના અત્યંત મહત્ત્વના પ્રસંગ એવા ગર્ભવતિ સ્ત્રીના સાતમાં મહિને થતાં સિમંતને પણ પુનમબેને મુલતવી રાખ્યો છે. અને બધું જ બાજુ પર રાખીને તેઓ એકધારી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

પુનબેન જોષીની આવી સેવા ભાવના જોઈને સ્થાનિક લોકો પણ તેમનાથી અત્યંત ખુશ છે. ખાસ કરીને કોરોનાનું સંક્રમણ જે રીતે ફેલાઈ રહ્યું છે તે રીતે કોઈ પણ વ્યક્તિ ગર્ભાવસ્થા દરમિયાન આવા કોઈ સંક્રમણના જોખમમાં પોતાની જાતને મુકતા બેવાર વિચાર કરે પણ પુનમ બેનના ધ્યાનમાં માત્ર પોતાની ફરજ જ છે.
પુનમબેન મોરબીના વીસીપરામાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાઓની નોંધણી, ચિરંજીવી યોજના હેઠળ બાળકોનું રસીકરણ તેમજ મમતા કાર્ડનની નિભાવણી ઉપરાંત હોસ્પિટલમાં માતા તેમજ બાળકની સંભાળ વિગેરે કામો કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે અહીં પુનમબેનની સાથે સાથે અન્ય 10 મહિલા નર્સો પણ ગર્ભવતિ છે.
source : divyabhaskar
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.