પ્રાકૃતિક સુંદરતાની સાથે મળશે વન્યજીવોને નજરે નિહાળવાનો લ્હાવો, એક વાર તમે પણ અચુક તમારા બાળકોને લઇ જાવો આ સ્થળ પર

ગૌતાલા વન્યજીવ અભ્યારણની યાત્રા તમારા જીવનમાં અદભુત અનુભવ કરાવી યાત્રાને યાદગાર બનાવી શકે છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે ગૌતાલા વન્યજીવ અભ્યારણ સ્થિત છે. અહીં ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી અને રોમાંચના શોખીન લોકોને વન્યજીવ એટલે કે વાઈલ્ડ લાઈફનો અદભુત લ્હાવો મળે છે. આ સ્થાન સહ્યાદ્રીની સતમાલા અને અજંતાની પર્વતમાળાઓ વચ્ચે આવેલી છ. આ એક રિઝર્વ વન્ય ક્ષેત્ર પણ છે જ્યાં તમે ખુલ્લા વાતાવરણમાં હરતા ફરતા વન્યજીવોને નજરે નિહાળી શકો છો. અહીંની પ્રાકૃતિક સુંદરતા પણ મન મોહી લે તેવી છે. આ જગ્યા ઓરંગાબાદથી લગભગ 69 કિલોમીટરના અંતરે આવેલી છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને એક રોમાંચક યાત્રા કરવાનું વિચારી રહ્યા હોય તો આ સ્થાન તમારા માટે બેસ્ટ ચોઈસ સાબિત થઇ શકે છે.

image source

ગૌતાલામાં તમે પશુ પક્ષીઓ અને સરીસૃપની અલગ અલગ પ્રજાતિઓ જોઈ શકો છો. વન્યજીવોમાં તમને અહીં ચિત્તા, હરણ, શિયાળ, લોમડી, બાઈસન, રીંછ જેવા અનેક જંગલી પશુઓ જોવા મળશે. જયારે પક્ષીઓની વાત કરીએ તો તમને અહીં અનેક ખુબસુરત પક્ષીઓ જેવા કે પાર્ટીઝ, સ્ટોર્ક, મોર, ક્રેન, સ્પૂન બિલ્સ, પોચાર્ડ અને પેફોલ જોવા મળશે. એ સિવાય અહીં લગભગ 240 થી વધુ પણ પક્ષીઓની પ્રજાતિઓ છે.

image source

અહીંની લીલીછમ હરિયાળીની સાથે ગુફાઓ, મંદિરો, તળાવો, પહાડો અને ઝરણાઓ પણ પર્યટકો માટે આકર્ષણ છે. અભ્યારણ પાસે જ આવેલા અનેક મંદિરો, પીતલ ખોરાની ગુફાઓ, સીતા ખોરી જળ ધોધ વગેરે જગ્યાઓ પણ ફાયરવાલાયક છે.

image source

અહીં યાત્રા કરવાનો સૌથી સારો સમય ઓગસ્ટથી લઈને ફેબ્રુઆરી સુધીનો ગણાય છે. કારણ કે શિયાળાની ઋતુમાં અહીંની પ્રાકૃતિક સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. શિયાળામાં જયારે વન્ય જીવો તડકા ખાવા બહાર આવે છે ત્યારે તેને નિહાળી યાત્રાનો આનંદ બેવડાઈ જાય છે. માટે જો અહીં જવાનો પ્લાન બનાવતા હોય તો તમારે પહેલા અહીંના સ્થાનીક હવામાન વિષે જાણી લેવું.

image source

કારણ એ ગરમીની સીઝનમાં અહીં આવવું તમારી યાત્રાને અધૂરી રાખી શકે છે. અહીં આવ્યા પહેલા વન્ય વિભાગનો પણ સંપર્ક કરી શકાય છે. અહીંના વન્ય વિભાગ દ્વારા નાઈટ લાઈફની સુવિધા પણ આપવામાં આવે છે. પર્યટકો અહીં સવારે અને સાંજે વાઈલ્ડ લાઈફ સફારીનો આનંદ ઉઠાવી શકે છે અને અહીં આરામથી ત્રણથી ચાર દિવસનું મીની વેકેશન ઉજવી શકાય છે.

ગૌતાલા કઈ રીતે પહોંચવું ?

image source

જો તમે ગૌતાલા હવાઈ મુસાફરી કરીને જવા ઇચ્ચો તો અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ ઔરંગાબાદનું છે. ગૌતાલાથી ઔરંગાબાદનું અંતર લગભગ 69 કિલોમીટર છે. અહીં તમે રેલવે માર્ગ દ્વારા પણ જઈ શકો છો. રેલવે માર્ગે તમે ચાલીસગાંવ અને પચોરા રેલવે સ્ટેશનથી ગૌતાલા આવી શકો છો. અને રોડ માર્ગે પણ ગૌતાલા સરળતાથી પહોંચી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span