જાણો ઓલમ્પિકના મુખ્ય પ્રતીક એવી પાંચ રંગોની રિંગની મૂળ તસ્વીર કેટલી બધી કિંમતમાં વેંચાઇ..

તમે ઓલમ્પિકના ફ્લેગને તો જોયો જ હશે જેમાં પાંચ ગોળાકાર રિંગ એકબીજામાં ભેળવાયેલી નજરે પડતી હોય છે. તાજેતરમાં જ આ ઓલમ્પિક લોગોની મૂળ તસ્વીર હરરાજીમાં 185000 યુરો એટલે કે લગભગ 1.62 કરોડ રૂપિયામાં વેંચાઈ હતી. આ હરરાજી ફ્રાન્સના શહેર કેનીસ ખાતે યોજાઈ હતી. કેનીસ ઓક્સનના એસોશિએટ ડાયરેક્ટર એલેક્ઝાન્ડર દેબુસીએ કહ્યું હતું કે આ તસ્વીરને બ્રાઝિલના કલેકટરે ખરીદી છે. આ પહેલા કુબર્ટીન દ્વારા લિખિત ઓલમ્પિક મેનિફિસ્ટોના ગત વર્ષે ડિસેમ્બરમાં લગભગ 60 કરોડ રૂપિયા (8 મિલિયન ડોલર) માં હરરાજી થઇ હતી.

ઓલમ્પિકની 5 રિંગનો ઇતિહાસ

image source

ઓલમ્પિકના વિષય સંબંધી કોઈ સમાચાર આવે કે તેની એડવેરટાઈઝ આવે ત્યારે તેમાં પાંચ રંગો (બ્લુ, પીળો, કાળો, લીલો અને લાલ) ની રિંગ એકબીજા સાથે ભેળવાયેલી હોય તેવું પ્રતીક પણ દેખાડવામાં આવે છે. આ રિંગ અસલમાં વિશ્વિક સ્તરે ઓલમ્પિક રમતોનું સત્તાવાર પ્રતીક છે. સ્વીત્ઝર્લેન્ડમાં ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના હેડક્વાર્ટર બહાર પ્રદર્શિત કરવામાં આવેલી આ રિંગની સંકલ્પના બેરોન પીએરે ડી કાઉબર્ટિનએ કરી હતી અને તેઓને આધુનિક ઓલમ્પિક રમતોના સહ સંસ્થાપક પણ માનવામાં આવે છે. તેઓએ આ પ્રતીકની વર્ષ 1912 માં ડિઝાઇન કરી હતી.

image source

કાઉબર્ટિનના મત મુજબ સફેદ બેકગ્રાઉન્ડમાં આ રીંગોના રંગોને તે સમયમાં ઓલમ્પિકમાં ભાગ લેનારા દેશોના રાષ્ટ્રધ્વજના રંગના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા. વર્ષ 1914 માં વિશ્વ યુદ્ધના સમયે ઓલમ્પિક કોંગ્રેસના આયોજનને રદ્દ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તેના પ્રતીક અને ફ્લેગને સ્વીકાર કરી લેવામાં આવ્યા હતા અને તેનો સૌપ્રથમ વખત ઉપયોગ વર્ષ 1920 માં આયોજિત બેલ્જીયમ ઓલમ્પિકમાં કરવામાં આવ્યો હતો જેનો વર્ષ 1936 ના બર્લિનમાં આયોજિત ઓલમ્પિકમાં બહોળો ઉપયોગ કરાયો હતો.

image source

બાદમાં ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ પોતાની વિચારધારામાં ફેરફાર કર્યો અને એવું જાહેર કર્યું કે ઓલમ્પિક એક વૈશ્વિક પ્રતિયોગિતા છે જેમાં બધા મહાદ્વીપના એથ્લીટો ભાગ લે છે અને તે માટે તેને મહાદ્વીપોને પ્રતીક તરીકે માનવામાં આવે. જો કે રીંગના કોઈ વિશેષ રંગને કોઈ મહાદ્વીપનો રંગ હોવાનું જાહેર નથી કરાયું પરંતુ વર્ષ 1951 પહેલા ઓલમ્પિકની સત્તાવાર બુકલેટમાં બ્લુ રંગ યુરોપનો, પીળો રંગ એશિયાનો, કાળો રંગ આફ્રિકાનો, લીલો રંગ ઓસ્ટ્રેલિયા ઓસિયાનાનો અને લાલ રંગ અમેરિકાનો હોય એમ જણાવવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span