આધેડ ઉંમરના વ્યક્તિએ પ્રેગનન્ટ મહિલાને રસ્તામાં રોકીને પૂછ્યો આવો સવાલ, શું ખરેખર લાજ-શરમ નેવે મૂકી હશે?

ભારતમાં મહિલાઓને પુરુષો સમાન સમાન અધિકાર આપવામાં આવ્યા છે. જો કે, લોકો આ નિયમનું પાલન કરતા નથી. તેઓ આપણા દેશના વિકાસ અને વ્રુધ્ધિમાં ફાળો આપે છે. તેમ છતાં, તેઓ ભયમાં જીવે છે. મહિલાઓ હવે દેશમાં આદરણીય હોદ્દા પર છે, પરંતુ જો આપણે પડદા પાછળ એક નજર કરીએ તો પણ આપણે જોઈએ છીએ કે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. દરરોજ આપણે આપણા દેશમાં મહિલાઓ પર બનતા ભયાનક ગુનાઓ વિશે વાંચીએ છીએ. એક દિવસ એવો પણ જતો નથી જ્યાં તમે ભારતમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના સમાચાર સાંભળતા નથી. હકીકતમાં, રોજ ઓછામાં ઓછા પાંચ સમાચારના લેખો હોય છે જે વિવિધ ગુનાઓની ભયાનક વિગતો વિશે જણાવે છે. ભારતમાં મહિલાઓની સલામતીની સ્થિતિ જોવી ખૂબ પીડાદાયક છે. ખાસ કરીને એવા દેશમાં જ્યાં મહિલાઓને દેવીઓનું પદ આપવામાં આવે છે.આવો જાણીએ એક અવિશ્વસનીય કિસ્સો જે વાંચીને તમને નવાઇ લાગશે…

image source

જો જાહેર રસ્તા પર એક મહિલા કોન્સ્ટેબલની પણ છેડતી થતી હોય તો એક સામાન્ય યુવતીની સુરક્ષા અને સન્માન કેટલું જળવાતું હશે? તે સમજી શકાય છે. આવી જ એક ઘટના સામે આવી છે. હાલમાં એક મહિલા કોન્સ્ટેબલની જાહેરમાં છેડતી કરવાની ઘટના સામે આવી હતી.

image source

કોન્સ્ટેબલ સાત મહિનાની ગર્ભવતી છે અને તે ડ્યૂટી પરથી ઘરે જતી હતી. ત્યારે એક અધેડ કારચાલકે મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી. તે ખાસ્સા સમયથી મહિલા કોન્સ્ટેબલનો પીછો કરતો હતો. જ્યારે કોન્સ્ટેબલે તેમને નકારી નાંખ્યો તો આરોપીની હિંમત વધી ગઇ. તેમણે તેમની કારને કોસ્ટેબલની સ્કૂટીની આગળ લઇને રોકી દીધી. જયારે લેડી કોન્સ્ટેબલે તેને ફટકાર્યો તો તેણે બેશરમ બનીને જણાવ્યું કે, ‘તું મારી ગર્લફ્રેન્ડ બનીશ?’ કોસ્ટેબલે તેની ફરિયાદ કરી છે. જો કે ઘટના બાદ આરોપી ફરાર છે. પીડિત કોન્સ્ટેબલે જણાવ્યું કે, તે રોજની જેમ એક જુલાઇએ સ્કૂટી લઈને નીકળી હતી. જ્યારે તે ગામના રોડ પર પહોંચી તો એક કારસવાર તેની સ્કૂટીનો પીછો કરવા લાગ્યો.

image source

આરોપીની હરકતો વધતા લેડી કોન્સ્ટેબલે તેમના મોબાઇલથી તેમનો ફોટો ખેંચીને ત્યાંનાપોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને મોકલી દીધો. ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો.

image source

પોલીસે કાર નંબર પરથી આરોપીની તપાસ કરતા સામે આવ્યું છે કે કાર તે શહેરના નંબરની જ હતી. કાર ચાલક જ્યારે લાંબા સમય સુધી પીછો કરતો રહ્યો તો કોસન્ટેબલને ગુ્સ્સો આવ્યો. જો કે કોન્સ્ટેબલે તેને અવોઇડ કર્યો. આ જોતા આરોપીની હિંમત વધી ગઇ તે એક કિલોમીટર આગળ નીકળી ગયો અને આગળ જઇને કારને સ્કૂટી સામે મૂકીને ઊભો રહી ગયો હતો.

image source

ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલે તેને ફટકાર્યો પરંતુ તેમને કોઇ અસર ન થઇ અને તેમણે લેડી કોન્સ્ટેબલને બેશરમ બનીને કહ્યું કે, તું મારી ગર્લફ્રેન્ડ બનીશ? આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી હજું ફરાર છે જો કે તેને બહુ જલ્દી પકડી લેવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span