સુષ્મિતા સેન અને ઐશ્વર્યાની જૂની તસ્વીરો થઈ વાયરલ, જોઇ લો તસવીરોમાં કેટલી સુંદર લાગી રહી છે

ભારતીય મહિલાઓએ પોતાની સુદંરતા તેમજ સમજદારીથી સમગ્ર વિશ્વમાં દેશનું નામ ઉજાળ્યું છે. મિસ યુનિવર્સથી લઈને મિસ વર્લ્ડ સુધી, બધાજ ખીતાબો પર ભારતીય સુંદરીઓએ પોતાનો કબજો કર્યો છે. ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેને 1994માં મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. બન્ને અભિનેત્રીઓની કેટલીક જુની તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

image source

આ તસ્વીરો પરથી તમે તમારી નજર જ નહી હટાવી શકો. 19 નવેમ્બર 1994ના રોજ ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી. આવું બીજી વાર થઈ રહ્યું હતું કે કોઈ ભારતીય સુંદરીને મિસ વર્લ્ડનો તાજ મળ્યો હોય. તે સમયે ઐશ્વર્યાની ઉંમર માત્ર 21 વર્ષની જ હતી. આ સ્પર્ધામાં 86 દેશની સુંદરીઓએ ભાગ લીધો હતો. ભારત માટે આ એક ગર્વની ક્ષણ હતી.

image source

મીસ વર્લ્ડની સ્પર્ધા પહેલા મીસ ઇન્ડિયાની સ્પર્ધા કરવામાં આવી હતી જેમાં સુષ્મિતા અને ઐશ્વર્યા એકબીજાની સામસામે હતી. તે વર્ષે મીસ ઇન્ડિયાની સ્પર્ધામાં આ બન્ને સુંદરીઓ એકબીજાની લગોલગ રહી હતી. છેવટે તે બન્ને વચ્ચે ટાઈ થઈ હતી. કારણ કે જજીસ તરફથી તે બન્નેને 9.33 પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ છેલ્લે તેમને એક ટાઇ બ્રેકર પ્રશ્ન પુછવાનું નક્કી કરવામાં આવ્યું. બન્નેમાંથી જે પણ તેનો વધારે સારો જવાબ આપે તેમને મિસ ઇન્ડિયાનો ખિતાબ આપવાનું નક્કી કરવામાં આવ્યું. અને તેમાં સુષ્મિતા સેન બાજી મારી ગઈ હતી. અને ઐશ્વર્યા રાય ફર્સ્ટ રનરઅપ આવી હતી. અને છેવટે સુષ્મિતાને મિસ યુનિવર્સ માટે અને ઐશ્વર્યાને મિસ વર્લ્ડની સ્પર્ધા માટે મોકલવામાં આવી હતી.

image source

ઐશ્વર્યા અને સુષ્મિતા સેનના આ લૂકે બધાનું દીલ જીતી લીધું હતું. અને આજે આટલા વર્ષો બાદ પણ ફેન્સને આ તસ્વીરો જોવી ખૂબ ગમી રહી છે. પ્રતિયોગીતામાં વિજેતા બન્યા બાદ ઐશ્વર્યા અને સુષ્મિતાએ બન્નેએ ફિલ્મોમાં પ્રવેશ કર્યો. ઐશ્વર્યાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી શરૂઆત કરી જ્યારે સુષ્મિતાએ બોલીવૂડથી શરૂઆત કરી. ઐશ્વર્યાએ તમિલ ફિલ્મ ઇરુવરથી શરૂઆત કરી અને ત્યાર બાદ બોલીવૂડમાં બોબી દેઓલ સાથે તેણે ફિલ્મો ઔર પ્યાર હો ગયાથી ડેબ્યુ કર્યો. અને પહેલી જ ફિલ્મથી તે લોકોના હૃદય પર રાજ કરવા લાગી. જ્યારે સુષ્મિતા સેને 1996માં દસ્તક ફિલ્મથી ડેબ્યુ કર્યો. આ ફિલ્મમાં તેની સામે શરદ કપૂર હતો. જો કે સુષ્મિતા કરતાં ઐશ્વર્યાની બોલીવૂડ કેરિયર વધારે સફળ રહી છે.

image source

હાલ બન્ને અભિનેત્રિઓ પોતાના અંગત જીવનમાં વ્યસ્ત છે. ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા છે અને એક દીકરીની માતા પણ છે. ઓફિશિયલી તો ઐશ્વર્યા રાય સોશિયલ મિડિયા પર ખાસ એક્ટિવ નથી રહેતી પણ તેના ફેન પેજ હંમેશા તેની લેટેસ્ટ ખબર આપતા રહે છે.
જ્યારે સુષ્મિતાએ પોતે આપેલા વચન પ્રમાણે બે દીકરીઓને દત્તક લીધી છે અને એક આદર્શ માતા તરીકેની ફરજ નીભાવી રહી છે. સુષ્મિતા ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેવા છતાં આજે પણ તેના લાખો ચાહકો છે જે તેને તેના સોશિયલ મિડિયા પર ફોલો કરે છે. તેણી પણ પોતાના ફેન્સના સસતત સંપર્કમાં રહેવા માટે અવારનવાર પોતાની દીકરીઓ તેમજ બૉયફ્રેન્ડ સાથેની તસ્વીરો શેર કરતી રહે છે.

source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.