શા માટે આ યુવતીએ ૧૫ વર્ષ સુધી દાદીની લાશ સાચવીને ફ્રીજમાં રાખી, કારણ જાણીને ચોકી જશો
આપણી સમક્ષ અવારનવાર આવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો અમેરિકાના પેન્સીલ્વેનીયાથી સામે આવ્યો છે જેના વિષે જાણીને તમે પણ ચોંકી જશો. અહી રહેલી ૬૧ વર્ષની એક મહિલાએ એવું કામ કર્યું જેને જાણીને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં પડી શકે છે. પેન્સીલ્વેનીયામાં રેહનારી આ મહિલાએ 15 વર્ષ સુધી પોતાની દાદીની લાશને ફ્રીજરમાં સાચવીને રાખી હતી. જો કે આ મહિલાને અત્યારે પોલીસે હિરાસતમાં લઇ લીધી છે. જો કે પોલીસે આરોપી મહિલાને ગિરફ્તાર કરીને આગળ વાતચીત કરી હતી જેમાં મહિલાએ આવું કરવા પાછળના કારણો પણ જણાવ્યા હતા
મહિલાએ જણાવ્યા આમ કરવાના કારણો

મહિલાએ આ બબાતે પોલીસને જણાવ્યું હતું કે એને આવું સામાજિક સુરક્ષા ચેક્સ માટે કર્યું હતું. આ યોજના અંતર્ગત સેવાનિવૃત અને વિકલાંગ લોકો સાથે સાથે એમના જીવનસાથી, બાળકો અને એમના પર આશ્રિત લોકોને પણ પૈસા મળે છે. આ ઘટનાની જાણ ત્યારે થઇ હતી, જયારે આ ઘરના વેચાણ માટે બે અન્ય મહિલા ફેબ્રુઆરીમાં અહી આવી હતી. એ સમયે જ એમણે ગ્લેનોરા દેલાહની લાશને જોઈ લીધી હતી.

ગ્લેનોરા દેલાહનું મૃત્યુ ૨૦૦૪માં જ થયું હતું
જો કે પોલીસ આ બાબતની જ તપાસ કરી રહી છે. આ દરમિયાન એમને જાણવા મળ્યું હતું કે ગ્લેનોરાની મોત વર્ષ ૨૦૦૪માં જ થઇ ચુકી હતી. એમની મૃત્યુ ૯૭ વર્ષની ઉમરે થઇ હતી. પણ એમની ૬૧ વર્ષની વૃદ્ધ પૌત્રી સિન્થિયા કૈરોલીન બ્લેકે એમની લાશને બેશ્મેન્ટના એક ફ્રીજરમાં મૂકી દીધી હતી. જેથી કરીને તે ગ્લેનોરાને મળવા વાળી દરેક યોજનાના લાભ મળેવી શકે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ વર્ષ ૨૦૦૧થી લઈને ૨૦૧૦ સુધી ગ્લેનોરાને 186,000
ડોલર મળ્યા છે. પણ આ વાતની હજુ કોઈ જાણકારી મળી નથી કે આમાંથી કેટલા રૂપિયા સિન્થિયાએ લીધા છે.

દાદી સાથે જ રહેતી હતી પૌત્રી સિન્થિયા
એવું નથી કે પૈસા માટે સિન્થિયા દાદી પાસે આવી હતી, સિન્થિયા દાદીના મૃત્યુ પહેલા પણ દાદી સાથે જ રહેતી હતી. વર્ષ ૨૦૦૭માં કથિત રીતે લાશને આર્મડોરથી ૧૦૦ માઈલ દુર મીલ્સબર્ગ લઇ આવી હતી. આમ કરવા માટે તે ગ્લેનોરાને મળવા વાળા પૈસાનો ઉપયોગ કરતી હતી. જો કે પછી સિન્થિયાએ ઘર બદલી નાખ્યું હતું. પણ દાદીની લાશ એણે જુના ઘરમાં જ રહેવા દીધી હતી. આ પછી જ્યારે જુના ઘરને લોકો ખરીદવા આવ્યા ત્યારે એમણે પોલીસને ફોન જોડયો હતો. જો કે હજી સુધી એ વાતની ખબર નથી પડી રહી કે સિન્થિયાને પકડવામાં ૧૫ મહિના જેટલો સમય કેમ લાગ્યો હશે.

આસપાસના લોકોએ આ અંગે શું કહ્યું

એમનું કહેવું છે જે સિન્થિયા સાથે એ ઘરમાં ૫૫ વર્ષના ગ્રેન બ્લેક પણ રહેતા હતા, જ્યાં આ લાશ મળી હતી. આ વ્યક્તિ અત્યારે તો જેલમાં છે. આ વ્યક્તિએ ૨૦૧૮માં કોઈક વ્યક્તિ પર હમલો કર્યો હતો. એમના આસપાસના લોકોનું કહેવું છે કે આ લોકો ફ્રીજર અને દાદીની લાશને અહી જ મુકીને બાકીનો બધો સામાન લઈને બીજા ઘરે જતા રહ્યા હતા. જો કે આસપાસના લોકોએ કહ્યું કે આ લોકો રહ્યા ત્યાં સુહી પડોશીઓ જોડે પણ વાત કરતા ન હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.