દુનિયાની આ સૌથી જૂની હોટલની વાત છે અનોખી, જેને એક જ પરિવાર ચલાવે છે છેલ્લા 1300 વર્ષોથી, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પણ મળ્યુ છે

દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની હોટલો આવેલી છે અને મોટેભાગે દરેક દેશની હોટલ જે તે દેશની સંસ્કૃતિ અને સ્થાનિક લોકોની રુચિ તથા પસંદગીને ધ્યાનમાં રાખીને તે અનુસાર હોટલનું નિર્માણ અને સંચાલન થતું હોય છે અને આ કારણે જ દુનિયાભરમાં આપણને અલગ અલગ જાતની અને અલગ અલગ વિશેષતા ધરાવતી હોટલો જોવા મળે છે.

image source

અમુક હોટલો પોતાની ઊંચાઈને કારણે જગપ્રસિદ્ધ હોય છે તો અમુક હોટલો તેના અવનવા આકારને કારણે પ્રખ્યાત છે. વળી, અમુક હોટલોનો આકાર તો સીધોસાદો હોય પણ તેના અંદર ગ્રાહકોને જે સુવિધાઓ આપવામાં આવતી હોય તેના કારણે લોકોમાં વધુ પ્રચલિત હોય છે. ટૂંકમાં કહીએ તો હોટલ એક એવો બિઝનેસ છે જેમાં સમય અનુસાર પરિવર્તન થતું રહે છે. પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવી હોટલ વિષે જણાવવાના છીએ જેને દુનિયાની સૌથી જૂની હોટલ માનવામાં આવે છે અને આ શ્રેણીમાં તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પણ સ્થાન મળ્યું છે.

image source

આ હોટલ જાપાનમાં આવેલી છે અને તેનું નામ ” નિશિયામા ઓનસેન કિયૂનકન ” છે. આ હોટલને ફુજીવારા મહીતો નામના એક વ્યક્તિએ વર્ષ 705 માં બંધાવી હોવાનું મનાય છે અને લગભગ 1300 વર્ષ જૂની આ હોટલને આજે પણ ફુજીવારા મહીતો પરિવારની 52 મી પેઢી વ્યવસ્થિત રીતે ચલાવી રહી છે.

image source

વિશ્વભરમાંથી અનેક લોકો આ હોટલની મુલાકાતે આવે છે જેમાં અનેક નામી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. આ હોટલ પોતાના ખુબસુરત ગરમ પાણીના ઝરણાંનો માટે પણ જાણીતી છે જે તેને અન્ય હોટલ કરતા વિશેષ દરજ્જો અપાવે છે.

image source

આ હોટલની આસપાસનું વાતાવરણ પણ એકદમ કુદરતી છે. હોટલની એક તરફ ખણખણતી નદી વહે છે જયારે બીજી બાજુ ઘનઘોર અને લીલુંછમ્મ જંગલ છે. હોટલના રૂમની બારી ખોલીને તમે જો આ કુદરતી સૌંદર્ય નિહાળો તો તમને આ હોટલ છોડવાનું મન જ ન થાય.

image source

” નિશિયામા ઓનસેન કિયૂનકન ” હોટલમાં કુલ 37 ઓરડાઓ છે અને ત્યાં એક રાત્રી માટે રોકાવવાનું ભાડું લગભગ 33000 રૂપિયા છે. સમયાંતરે આ હોટલમાં નવીનીકરણનું કામ પણ થતું રહે છે. છેલ્લે વર્ષ 1997 માં આ હોટલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.