એક વાર જરૂર જોજો બોલિવૂડની આ ફિલ્મો, જેમાં દર્શાવવામાં આવી છે સ્ત્રીની પીડાની

બોલીવૂડની આ ફિલ્મો દર્શાવે છે સ્ત્રીની પીડા – એક સ્ત્રીએ આ ફિલ્મો ચોક્કસ જોવી જોઈએ

સ્ત્રી હોવું તે કંઈ સરળ કામ નથી અને એક ભારતીય મહિલા હોવું તે તો ઓર વધારે અઘરું કામ છે. ભારતીય સમાજનું જે બંધારણ છે તે પ્રમાણે સ્ત્રીઓ પાસે પસંદગીના ઓછા વિકલ્પ છે ખાસ કરીને તેના સાથી પુરુષોની સરખામણીમાં. તેમના કષ્ટ અને પીડા ઘણી બધી બોલીવૂડ ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યા છે, અને કેટલીક ફિલ્મોને તો વાસ્તવિકતા દર્શાવવા માટે બિરદાવવામાં પણ આવી છે. કેટલીક ફિલ્મોમાં સેક્શ્યુઅલ હેરેસમેન્ટનો મુદ્દો ચર્ચવામાં આવ્યો છે તો કેટલાકમાં સ્ત્રીઓ સાથે ભેદભાવ, તેમજ તેમના શોષણ વિગેરે વિષે પણ દર્શાવામાં આવ્યું છે.

આજે અમે તમને બોલીવૂડની એવી કેટલીક ફિલ્મો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ભારતીય સ્ત્રીઓના દુઃખોને અત્યંત સચોટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

Astitva (2000) - IMDb
image source

અસ્તિત્ત્વ (2002)

આ ફિલ્મમાં તબુ, સચીન ખેડેકર અને મૌનિષ બહલ દ્વારા અભિનય આપવામાં આવ્યો છે. આ ફિલ્મ સ્ત્રીની સેક્શુઅલ ડીઝાયર પર આધારીત છે. તબુ આ ફિલ્મમાં એક યુવાન સ્ત્રીનું પાત્ર ભજવી રહી છે જેણીને પોતાના પતિથી સંતોષ નથી, અને જે હંમેશા પોતાના કામોમાં વ્યસ્ત રહે છે. તેના મ્યુઝિક ટીચર સાથેના સંબંધો સમાજના બેવડા ધોરણ પર પ્રશ્ન કરે છે જેમાં હંમેશા પુરુષોનો જ પક્ષ લેવામાં આવે છે.

Queen (2013) directed by Vikas Bahl • Reviews, film + cast ...
image source

ક્વીન (2013)

કંગના રનાઉત અભિનિત આ ફિલ્મને ભારતીય સિનેમાની ઉત્તમ ફિલ્મોમાં ગણવામાં આવે છે. માત્ર સ્ત્રી કેન્દ્રીત જેનરમાં જ નહીં પણ તેને સિનેમેટિક રીતે પણ બ્રીલીયન્ટ ગણવામાં આવે છે. આ ફિલ્મની કથા એક શરમાળ સ્ત્રી રાનીની આસપાસ ફરે છે જેણીને તેના ફિયાન્સ દ્વારા લગ્ન પહેલાં જ ડંપ (તરછોડી) કરી દેવામાં આવે છે. અને તેણી પોતે જ પછી એકલા જ પોતાના હનિમૂન પર જવાનું નક્કી કરે છે, અને તેના આ પ્રયાસમાં તેણી પોતાની જાતને પામી લે છે. પોતાના સંબંધીઓની વિવિધ ટીપ્પણીઓ છતાં રાની પોતાની શરતે પોતાની રીતે જ જીવન જીવવાનું ચાલુ રાખે છે અને પોતાના ફિયાન્સના પાછા બોલાવ્યા છતાં તેની પાસે નથી જતી અને તેને સ્પષ્ટ ના પાડી દે છે.

image source

લિપસ્ટિક અંડર માય બુરખા (2016)

આ ફિલ્મ આમ તો કેટલીક વાર્તાઓનું કલેક્શન છે. જેમાં પરંપરાગત મિડલ ક્લાસ ઘરોમાં ભારતીય સ્ત્રીઓ પોતાના રોજિંદા જીવનમાં જે રીતે પડકારો જીલી રહી છે તે વિષે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મને અલંક્રિતા શ્રિવાસ્તવ દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે, લીપસ્ટીક અંડર માય બુરખા ખૂબ જ સાવચેતી પૂર્વ વધારે કોઈ પણ અતિશયોક્તિ વગર ભારતમાં એક મહિલાની સ્થિતિને વર્ણવી રહી છે. આ ફિલ્મમાં એ ખ્યાલને સ્પષ્ટ દર્શાવવામાં આવ્યો છે કે પુરુષો દ્વારા શાશિત દુનિયામાં જો કોઈ મહિલા પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું વિચારે અથવા જીવે તો તેણીને નૈતિક રીતે ભ્રષ્ટ માનવામાં આવે છે.

image source

પિન્ક (2016)

સુજીત સીરકારની આ ફિલ્મ સ્ત્રીઓની સહમતિ વિષે વાત કરે છે જેના પર પુરુષો જરા પણ ધ્યાન નથી આપતા. પિન્ક ફિલ્મની વાર્તા ત્રણ સ્ત્રીઓની આસપાસ ફરે છે જેમને પોતાના ત્રણ જાણીતા પુરુષો દ્વારા મોલેસ્ટ કરવામાં આવે છે. જ્યારે તેઓ તેમને કોર્ટમાં ઢસડી જાય છે ત્યારે આરોપીઓ ઉલટાનો તેમના પર આરોપ લગાવે છે. આ ત્રણેય મહિલાના વકિલનું પાત્ર અમિતાભે ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે, તેમણે એ બાબત પર ખાસ ભાર મુક્યો છે કે સ્ત્રીઓની સહમતી તેટલી જ જરૂરી છે જેટલી પુરુષોની જરૂરી છે. આ ફિલ્મ તેના શબ્દસમૂહ ‘નો મીન્સ નો’ (ના એટલે ના) ના કારણે ખૂબ જ જાણીતી બની હતી. અને આ શબ્દ સમૂહે #MeToo મૂવમેન્ટમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

image source

થપ્પડ ( 2020)

એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2020ની શરૂઆતની સૌથી ઉત્તમ ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા તાપસી પન્નુ, એક ભારતીય ગૃહિણીની આસપાસ ફરે છે. જેણે એક પ્રસંગ બાદ કે જ્યારે તેના પતિએ તેણીને આખાએ કુટુંબ તેમજ મિત્રો સામે લાફો માર્યો ત્યાર બાદ પોતાના પતિને ડીવોર્સ આપવાનું નક્કી કર્યું

. આ ફિલ્મે આકસ્મિક સેક્સિઝમ અને પૂર્વગ્રહ યુક્ત રીતે મહિલાઓ પર પોતાના પ્રિયજનોના હાથે જે સામનો કરવો પડે છે તે બાબત પર પ્રકાશ ફેંકે છે. આ ફિલ્મનુ દરેક પાત્ર તમને તમારા જીવન સાથે જોડાયેલા કોઈને કોઈ વ્યક્તિની યાદ અપાવે છે અને તમે પણ તમારી જાતને એક નહીં તો બીજી રીતે આ ફિલ્મ સાથે સાંકળી શકશો.

જો તમે અત્યાર સુધી આ ફિલ્મો ન જોઈ હોય તો તમારે આ ફિલ્મો તમારા ફ્રી સમયમાં ચોક્કસ જોવી જોઈએ. આ ફિલ્મો ફેમિનિઝમ (નારીવાદ) શું છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ એવા ઝેરી નારીવાદથી તદ્દન મુક્ત ફિલ્મો છે જેને આજકાલ સોશિયલ મિડિયા પર અવારનવાર દર્શાવવામાં આવે છે. તમારે એક સ્ત્રી તરીકે આ ફિલ્મો ચોક્કસ જોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.