આખું વર્ષ રહે છે આ દુકાન બંધ ફક્ત એકજ દિવસ માટે ખુલે છે અને લાગે છે લાંબી કતાર…

આજ સુધી તમે સાંભળ્યું હશે કે કોઈ મંદિરના પાટ વર્ષમાં એકવાર ખૂલે છે, અથવા કોઈ ગાર્ડનને વર્ષમાં એકવાર ખોલવામાં આવે છે. પણ શું તમે સાંભળ્યું છે કે કોઈ દુકાન વર્ષમા માત્ર એક જ વાર ખૂલતી હોય છે. હવે તમે જ વિચારશો, કે આવી તો કઈ દુકાન છે, એવી તો કેવી કિંમતી વસ્તુ વેચે છે જે વર્ષમાં માત્ર એક જ વાર ખૂલે છે. હવે તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આવી તો કઈ દુકાન છે, જે એક જ વાર ખૂલે છે. તો આજે અમે તમને આવી દુકાન વિશે જણાવીશું.

image source

દર વર્ષે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક દિવસ માટે હલચલ મચી જાય છે. કેમ કે આ દિવસે ઓમ પ્રકાશ પાલિવાલ પોતાની દુકાન ખોલે છે. ઓમ પ્રકાશ વર્ષમાં માત્ર એક જ દિવસ માટે માલપુઆની દુકાન ખોલે છે. તે દિવસ હોય છે હરિયાલી અમાસનો દિવસ, આ પરિવારની છેલ્લી ત્રણ પેઢી આ કામ કરતી આવી છે.

image source

ગત 8 વર્ષથી આ દુકાને માર્કેટમાં પોતાની ખાસ જગ્યા બનાવી દીધી છે. ઓમપ્રકાશ પોતાના માલપુઆની દુકાન માત્ર એક જ ખોલે છે, જેના કારણે દુકાનમાં પણ ભીડ જામી જાય છે.

image source

આ પરિવાર પોતાની પારિવારિક કલાને સાચવીને બેસ્યો છે. તેમની ખાસિયત એ છે કે, તેઓ માલપુઆ પાન પર પરોસે છે. 60 વર્ષથી આ પરંપરા ચાલી આવી રહી છે. જે દિવસે ઓમ પ્રકાશની આ દુકાન ખૂલવાની હોય છે, ત્યારે સવારથી જ એ વિસ્તારમાં ચહલ-પહલ શરૂ થઈ જાય છે. દુકાન પર ભીડ થવા પાછળ બે ખાસ કારણ છે. પહેલું કે, અહીંના માલપુઆ ખાવા માટે લોકો આવે છે, બીજું એ કે આ દુકાન વર્ષમાં માત્ર એક જ વાર ખૂલે છે. પરંપરાની વાત કરીએ તો, આ પણ એક પરંપરા છે, જેને આખા પરિવારે આગળ ધપાવી છે.

તાળુ પણ હાથથી બનાવાયું છે

image source

દુકાનના માલિક ઓમ પ્રકાશે જણાવ્યું કે, તેઓ પોતાની આ દુકાનમાં હાથથી બનાવેલું તાળુ જ લગાવે છે. આ તાળુ આજના જમાનામાં મળતા તાળા કરતા અનેકગણુ મજબૂત છે. તેથી તે દુકાનની રક્ષા પણ સારી રીતે કરે છે.

જોકે, દુકાનના માલિક ઓમપ્રકાશે દુકાન કેમ વર્ષે એક જ વાર ખોલવામાં આવે છે, અને બાકીના દિવસોમાં કેમ નહિ તે વિશે કોઈ માહિતી નથી આપી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.