લોકડાઉનના કારણે વિશ્વભરના દેશોમાં અટકી ફિલ્મ રિલીઝ, જેના કારણે ઓસ્કર સેરેમનીનો પહેલીવાર બદલાયો સમય

કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે. આ વાયરસના કારણે વિશ્વભરના દેશો જાણે થંભી ગયા છે. વિશ્વના જે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું ત્યાં લોકડાઉન જાહેર કરવું જ પડ્યું છે.

image source

વર્ષ 2019ના અંત ભાગથી શરુ થયેલો આ વાયરસ 2020ની શરુઆત સાથે ભારતમાં પ્રવેશી ગયો અને ભારતમાં પણ લોકડાઉન જાહેર થયું. આ લોકડાઉનના કારણે ટીવી અને ફિલ્મ જગત પણ અસરગ્રસ્ત થયું છે. એક તરફ જ્યાં બોલિવૂડની અનેક ફિલ્મો, એવોર્ડ શો રદ્દ થયા છે તો સાથે જ તેની અસર હોલિવૂડ પર પણ પડી છે. જો કે હવે તો કોરોનાએ ફિલ્મ જગતના સૌથી નામાંકિત એવોર્ડને પણ ટાળવા માટે આયોજકોને મજબૂર કરી દીધા છે.

જી હાં વાત થઈ રહી છે ઓસ્કર એવોર્ડસની. દર વર્ષે સામાન્ય રીતે વર્ષની શરુઆતમાં યોજાતા ઓસ્કર એવોર્ડ આગામી વર્ષે મે-જૂનમાં યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1929થી શરુ થયેલા ઓસ્કર એવોર્ડના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે એવોર્ડ સેરેમનીને ટાળવામાં આવી હોય.

image source

ઓસ્કર સેરેમની મે-જૂન 2021 સુધી ટાળવા પાછળનું કારણ હાલમાં ચાલી રહેલું લોકડાઉન છે. મોટાભાગના દેશોમાં લોકડાઉન છે જેના કારણે ફિલ્મોની રિલીઝ અટકી છે. તેના કારણે ઓસ્કર એવોર્ડ માટેના નોમિનેશન જેટલી ફિલ્મની એન્ટ્રી પણ મળી નથી. તેના કારણે હવે આગામી વર્ષે ઓસ્કર એવોર્ડ ફેબ્રુઆરીમાં યોજાશે નહીં. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં ઓસ્કર એવોર્ડ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર હતા.

ઓસ્કર એવોર્ડ ટાળવાનું કારણ

image source

ઓસ્કર એવોર્ડ માટે ફિલ્મોની એન્ટ્રી માર્ચ-એપ્રિલ માસમાં શરુ થઈ જતી હોય છે. ત્યારબાદ આ એન્ટ્રીમાંથી નવેમ્બર- ડિસેમ્બર સુધીમાં નોમિનેશનમાં પહોંચેલી ફિલ્મોને શોર્ટ લીસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ જાન્યુઆરીમાં વોટીંગ થાય છે અને છેલ્લે એવોર્ડ સેરેમનીમાં ફિલ્મને એવોર્ડ એનાયત થાય છે.

પરંતુ આ વર્ષે ફિલ્મ મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે જે ફિલ્મો વર્ષની શરુઆતમાં રિલિઝ થવાની હતી તે હવે વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકશે. આ ઉપરાંત જ્યારે ફિલ્મોનું લિસ્ટીંગ સામાન્ય રીતે બને છે ત્યારે તો લોકડાઉન ચાલતું હતું જેના કારણે આયોજકોએ ઓસ્કર એવોર્ડની ડેટને જ મે-જૂન સુધી લંબાવી પડી છે.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.