પોતાની અને ગ્રાહકોની સુરક્ષા જળવાઇ રહે એ માટે આ વ્યક્તિ આવી રીતે ચલાવે છે પાનનો ગલ્લો

કોરોના વાયરસ ગુજરાતમાં ફેલાવવાનું શરૂ થયું ત્યારે થી સૌથી વધુ સમસ્યા બે પ્રકારના લોકોને થઈ હતી. જેમાં એક હતા પાન માવા જેવા વ્યસનના બંધાણીઓ અને બીજા હતા આ વસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓ.. સરકારે જ્યારે શરૂઆતમાં ચુસ્ત લોકડાઉન જાહેર કર્યું ત્યારે વ્યસનીઓ માટે કપરો કાળ શરૂ થયો. કારણ કે પાન મસાલાની દુકાનો સદંતર બંધ કરી દેવામાં આવી હતી.

image source

ત્યારબાદ ના બીજા તબક્કામાં નિયત સમયમર્યાદામાં આ દુકાનો ખોલવાની સરકારે છૂટ આપી. પરંતુ સાથે જ એક નિયમ રાખ્યો કે દુકાનદારે સાવધાની રાખવી પડશે અને કોઈ પણ વ્યક્તિ આ દુકાને ઉભા રહી કોઈ વસ્તુનું સેવન કરશે નહીં. તેઓએ ફરજિયાતપણે પોતાની વસ્તુ પાર્સલ કરાવી ત્યાંથી જતું રહેવું પડશે. આમ કરવાનું કારણ એ હતું કે પાન મસાલાની દુકાનો સામાન્ય રીતે લોકો એકત્ર થતાં હોય છે અને હાલના સમયમાં આમ કરવાથી કોરોનાનુ સંક્રમણ ફેલાય તેવી શક્યતા વધી જાય છે. લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

image source

લોકો જો દુકાને એકત્ર થયેલા જોવા મળે તો તંત્ર દુકાનને સીલ પણ કરી દે છે. તેથી મુશ્કેલીમાં મુકાયેલા વેપાર-ધંધાને ચલાવવા વેપારીઓ નવા નવા જુગાડ પણ લગાવી રહ્યા છે. આવો જ એક જુગાડ બનારસમાં એક પાન વાળા એ લગાવ્યો છે. બનારસના પાનવાળો પોતાની દુકાને પીપીઈ કીટ પહેરી પાન મસાલા વેંચે છે.

image source

આ વ્યક્તિ બનારસના મુખ્ય રોડ પર પાનની દુકાન ચલાવે છે. તેણે પોતે અજમાવેલા કીમીયા અંગે તેણે જણાવ્યા અનુસાર તેને પોતાની અને પોતાના ગ્રાહકોની તેમજ ધંધાની પણ ચિંતા હતી, તેથી તેને એડ્રેસ ખરીદો અને હવે તે પહેરીને જ પાન મસાલા નું વેચાણ કરે છે. આ ઉપરાંત તેની દુકાને સામાજિક અંતરનું પાલન થાય તે વાતનું પણ ધ્યાન રાખે છે.

image source

આ ઉપરાંત દુકાનદાર જણાવે છે કે રોજ સવારે તે દુકાન ખૂલે છે તેથી આખી દુકાને સેનીટાઇઝ કરે છે. જ્યારે કોઈ આવે ત્યારે તેને વસ્તુ આપતા પહેલા તેના હાથ સેનિટાઈઝ કરવામાં આવે છે,

image source

પછી જ તેને તેની વસ્તુઓ આપે છે. આ રીતે પાન મસાલા વેચવાથી ગ્રાહકોથી તેને અને અન્ય કોઈને સંક્રમણ ન ફેલાય તે વાતની તકેદારી પણ તે રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span