પહેલા દૂધથી ન્હાતો બાદમાં એ જ દૂધ પ્લાસ્ટિકમાં પેક કરીને વેંચવામા આવતું, તુર્કીની ઘટનાનો આ વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો…

કેલ્શિયમ, આયોડીન, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિનના ગુણોથી ભરપૂર દૂધ આપણા શરીર માટે ફાયદાકારક છે. આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી ઘણાખરા લોકો દૈનિક અથવા સમયાંતરે દૂધ પીતા જ હશે. ખાસ કરીને અત્યારે શિયાળાના માહોલમાં રાત્રે નવશેકું ગરમ અને સહેજ હળદર મેળવેલું દૂધ પીવું ઉત્તમ છે.

image source

જો કે દૂધનું સેવન કરવાથી થતા અનેક સ્વાસ્થ્ય લાભો વિશે પણ મોટાભાગના લોકો માહિતગાર છે. આપણા પૈકી અનેક લોકો એવા પણ હશે જેઓ પેકેટમાં પેક કરીને વેંચાતા દૂધનો ઉપયોગ નહીં કરતા હોય. પરંતુ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર તુર્કીની એક દૂધ ફેકટરીનો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને સૌ કોઈ નવાઈ પામી રહ્યા છે.

image source

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ફેકટરીમાં દૂધથી ભરેલા એક ટબમાં ન્હાતો નજરે પડે છે. આ વીડિયો તુર્કીના સેન્ટ્રલ અનટોલીઅન પ્રાંતના કોન્યાનો હોવાનું બહાર આવ્યું છે. આ દૂધ ફેક્ટરીનું દૂધ બાદમાં પેકેટોમાં પેક કરી બજારમાં વેંચી દેવામાં આવતું હતું. વિડીયોના આધારે એક વ્યક્તિની ઓળખ થઈ ગઈ હતી અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી. સાથે જ પોલીસે આ વીડિયો ઉતારનાર વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

image source

ઉલ્લેખનીય છે કે વાયરલ થયેલા ઉપરોક્ત વિડીયો અંગે દૂધ ફેકટરીના સંચાલકોએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે અમુક મજૂરોએ કંપનીનું નામ બદનામ કરવા માટે આ વીડિયો બનાવ્યો હતો. વિડીયોમાં જે વ્યક્તિ દૂધના ટબમાં ન્હાતો દેખાઈ રહ્યો છે તે ટબમાં દૂધ નહીં પણ સર્ફ અને પાણી હતું. આ પ્રકારનો ગંદો પ્રાંક વિડીયો બનાવવાનો હેતુ ફેક્ટરીનું નામ ખરાબ કરવાનો હતો. જો કે પોલીસે દૂધને અનહાઇઝન કરવા સબબ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

image source

બીજી બાજુ સ્થાનિક પ્રશાસને આ મામલે તપાસ ચાલે ત્યાં સુધી ફેકટરીને બંધ કરાવી દીધી છે. વળી, આ પ્રથમ વખત નથી કે કોઈ ફેકટરીમાં કામ કરતા વર્કરોએ ફેક્ટરીનું નામ ખરાબ થાય તેવું કૃત્ય કર્યું હોય.

આ પહેલા પણ એક વિડીયો ઈકવાડોરથી આવ્યો હતો. ત્યારે એક મજુરે ફેકટરીમાં બનાવવામાં આવતી બ્રેડમાં પોતાના નાકની ગંદકી મેળવી દીધી હતી. તે મજૂરની આ હરક્તને આતંકી ગતિવિધિ સમાન ગણી તેની ધરપકડ કરાઈ હતી અને તેને એ મુજબ જ તેને સજા પણ અપાઈ હતી.