30 વર્ષની સ્ત્રીને થતો હતો પેટમાં દુખાવો, પહોંચી હોસ્પિટલ, તો ડોકટરોએ ચેકઅપ કર્યું તો ખબર પડી કે તે સ્ત્રી નહિં, પણ પુરુષ છે

એક સ્ત્રી છેલ્લા 30 વર્ષથી પોતાનું સામાન્ય જીવન જીવી રહી હતી અને એને કોઈ તકલીફ પણ નહોતી પણ એક દિવસ અચાનક જ એને પેટમાં દુખાવો થવો લાગ્યો એટલે એ સીધી જ દવાખાને પહોંચી ગઈ. અહીંયા જ્યારે ડોકટરોએ એનું ચેકઅપ કર્યું તો ડોકટર પણ હેરાન થઈ ગયા. ડોકટરોને ખબર પડી કે આ તો સ્ત્રી નથી, પણ પુરુષ છે. અને એને તો ટેસ્ટીક્યુલર કેન્સર છે.

image source

આ સમગ્ર ઘટના કોલકાતા સામે આવી હતી. આ એક દુર્લભ કેસ છે અને આવો કેસ 22 હજાર લોકોમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે. આશ્ચર્યજનક રૂપે આ સ્ત્રીની 28 વર્ષની બહેન પણ જરૂરી તપાસમાંથી પસાર થઈ તો ખબર પડી કે એને પણ એન્ડ્રોજન અસંવેદનશીલતા સિન્ડ્રોમની તકલીફ છે. આ એક એવી અવસ્થા છે જેમાં શારીરિક રૂપથી સ્ત્રીઓના બધા જ લક્ષણો હોય છે પણ આનુવંશિક રૂપથી એ પુરુષ હોય છે.

image source

પશ્ચિમ બંગાળના વિરભૂમિ જિલ્લાની 30 વર્ષની સ્ત્રીના લગ્નને 9 વર્ષ થઈ ચૂક્યા છે. થોડા મહિના પહેલા એ પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો થવાના કારણે કોલકાતાના એક જાણીતા કેન્સર હોસ્પિટલમાં ગઈ હતી. ત્યાં હાજર રહેલા ડોકટરોએ તેમની તપાસ કરી અને સારવાર દરમિયાન એમની સાચી ઓળખ થઈ ગઈ.

image source

હોસ્પિટલના ડોકટરે આ વિશે પૂછતાં જણાવ્યું છે કે ” અમે એ સ્ત્રી દ્વારા પેટમાં દુખાવાની ફરિયાદ કરતા એના પેટની તપાસ કરી તો ખબર પડી કે એના શરીરમાં અંડકોષ છે. પછી એક બાયોપ્સી કરવામાં આવી, એ પછી એને વૃષણ કેન્સરની સારવાર આપવામાં આવી જેને સેમીનોમાં પણ કહેવામાં આવે છે. હાલ એ સ્ત્રી કેમોથેરાપીમાંથી પસાર થઈ રહી છે અને એના સ્વાસ્થ્યની સ્થિતિ સ્થિર છે.

image source

ડોકટરે આ વિશે આગળ જણાવ્યું હતું કે ” જેમ કે એના અંડકોષ શરીરની અંદર જ અવિકસિત રહ્યા. ટેસ્ટોસ્ટેરોનનો કોઈ સ્ત્રાવ નહોતો.બીજી બાજુ એ સ્ત્રી હોર્મોનને એક સ્ત્રીનું રૂપ આપવામાં આવ્યું” રહસ્ય ભરેલા આ કેસ વિશે એમની પ્રીતિક્રિયા બાબતે પૂછવામાં આવ્યુ ત્યારે તેમને કહ્યું કે “એક સ્ત્રી મોટી થઈને પુરુષ બની ગઈ”

image source

ડોકટરે આગળ જણાવ્યું કે,” એ લગભગ એક દશકથી એક વ્યક્તિ સાથે પરણિત છે. અત્યારે અમે દર્દી અને એના પતિનું કાઉન્સિલિંગ કરી રહ્યા છે અને એમને સલાહ આપી રહ્યા છે કે જીવનને સામાન્ય રીતે જ પસાર કરે”

ભૂતકાળમાં આ દંપતીએ ઘણીવાર ગર્ભધારણ માટેના પ્રયત્નો કર્યા હતા, પણ સફળ ન રહ્યા.ઓનકોલોજીસ્ટનું કહેવું. હે કે દર્દીની બે માસીઓને પણ ભૂતકાળમાં એન્ડ્રોજન અસંવેદનશીલતા સિન્ડ્રોમ વિશે ખબર પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.