પાકિસ્તાનથી આવ્યો હસીને પેટમાં દુખી જાય એવો વીડિયો, પહેલી મેટ્રોમાં લોકોએ કરી આવી-આવી ઉટપટાંગ હરકતો

અમુક વીડિયો એવા હોય કે જે જોઈને આપણે બસ હસવું જ આવે. કારણ કે તેમા એવી એવી હરકતો હોય કે જે આપણે ક્યારેય વિચારી જ ન હોય. હાલમાં પાકિસ્તાનથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું છે. તો આવો જાણીએ કે પાકિસ્તાનના લોકોએ એવી તો શું હરકત કરી કે લોકોએ મજ્જા લીધી. પાડોશી દેશ પાકિસ્તાને તેની પ્રથમ મેટ્રો લાઇન મળી ગઈ છે. ગયા અઠવાડિયે લાહોરમાં નાખેલી આ લાઇન પર ટ્રેનોની અવરજવર શરૂ થઈ હતી. આ 27 કિમી લાંબી ‘ઓરેન્જ લાઈન’ પર 26 સ્ટેશનો આવે છે.

image source

ટૂંકમાં હવે જનતા માટે ભીડભાડ વાળા લાહોર શહેરમાં મુસાફરી કરવી થોડી આસાન થઈ ગઈ છે. પહેલાં માહોલ એવો હતો કે બસ દ્વારા ક્યાંક જવા માટે અઢી કલાકનો સમય લાગતો, હવે મેટ્રો ફક્ત 45 મિનિટમાં પહોંચાડી દે છે.

image source

આ બધાની વચ્ચે મેટ્રોના કેટલાક વીડિયો સામે આવ્યા છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો નવી મેટ્રોનો સંપૂર્ણ આનંદ માણી રહ્યાં છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં જોવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. 2 નવેમ્બરના રોજ તેને ટ્વિટર પર શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું કે “લાહોરની ઓરેન્જ લાઇન મેટ્રો લોકોને મનોરંજનની નવી તકો આપી રહી છે. હાલમાં આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજુ પણ શેર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ મેટ્રો વિશે છે કંઈક આવી માહિતી

image source

કોરોનાકાળમાં રૂપાણી સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી એ અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ હતી. 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવાયું હતું કે, ૭ સપ્ટેમ્બરથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે પુનઃ શરૂ કરવામાં આવશે. જાણી લો મેટ્રોનું ટાઇમટેબલ 7 અને 8 સપ્ટેમ્બરે સવારે 11 થી 12:10 કલાક સુધી અને સાંજે 4:25 થી 5:10 કલાક સુધી ટ્રેન સેવા ચાલશે. તેમાં બધી સિસ્ટમ્સ કોરોનાના સમય માટે યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ, મુસાફરો કોવિડ નિયમો, માસ્ક અને સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. તા.9 થી 12 સપ્ટેમ્બરે સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે.