શું માણસ પક્ષીઓની જેમ પાંખો લગાવીને હવામાં ઉડી શકે ખરો? વાંચો રોચક માહિતી તમે પણ

બાળપણમાં લગભગ આ લખનારને અને તમને પણ આક્શામાં ઉડવાની ઈચ્છા થઇ જ હશે. પરંતુ આ વિષે જયારે આપણે આપણા મોટેરાઓને પૂછ્યું તો તેનો કોઈ સંતોષ થાય તેવો જવાબ ન મળ્યો. પરંતુ માની લો કે આજે તમને કોઈ એ સવાલ પૂછે કે માણસ પક્ષીઓની જેમ આકાશમાં કેમ નથી ઉડી શકતો ? તો તમારો જવાબ શું હોઈ શકે ? આ સવાલ આમ તો નાનકડો અને સામાન્ય છે પરંતુ જે કામ એક અડધા ફૂટનું પક્ષી કરી શકતું હોય તો આપણે માણસ કેમ ના કરી શકીએ તેનું કારણ જાણવા આ લેખમાં થોડી ચર્ચા કરીશું.

પાંખો નથી હોતી એટલે

image source

ઉપરોક્ત સવાલનો સૌથી સરળ અને બધા જ આપતા હોય તે જવાબ એ છે કે માણસને પક્ષીની જેમ પાંખો નથી હોતી. અને જો આપણે પક્ષીની જેમ પાંખો બનાવીને ઉડવાનો પ્રયાસ કરીએ તો જમીન આપણને પોતાની તરફ ખેંચે છે. પરંતુ જયારે આપણે પક્ષીની જેમ આપણી બનાવેલી પાંખો ફડફડાવીએ તો સહેજ હવામાં ઊંચકાઈએ છીએ. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે પક્ષીઓની પાંખો વિશેષ પ્રકારની હોય છે જે હવાને કાપી શકે છે અને તેના કારણે જ તેની ઉડવાની ક્રિયા સફળ રહે છે.

શું આપણે પક્ષીઓની જેમ પાંખો લગાવીને ઉડી શકીએ ?

image source

હવે સવાલ એ થાય કે શું આપણે પણ પક્ષીઓની જેમ પાંખો લગાવી લઈએ તો ઉડી શકીએ ? તો તેનો જવાબ આપણા વજન સાથે જોડાયેલો છે. પક્ષીઓનો વજન બહુ ઓછો હોય છે અને તેના કારણે તેઓની પાંખો તેના શરીરનું વજન ઊંચકી શકે છે. તમે જોયું હશે કે જે પક્ષી મોટું હોય તો તેની પાંખો પણ અન્ય પક્ષીઓની સરખામણીએ મોટી હોય છે જેથી તેના શરીરનો વજન ઊંચકી શકે.

image source

વળી, પક્ષી જયારે હવામાં ઉડે છે ત્યારે તેની ફેલાયેલો પાંખોની ઉપર અને નીચે બંને તરફથી હવા પાસ થાય છે. તેની પાંખોની રચના એવી હોય છે કે પાંખોની ઉપરની હવાની ગતિ પાંખોની નીચેની હવાની ગતિની સરખામણીએ હમેશા વધુ હોય છે અને તેના પરિણામે પાંખોમાં નીચેની સરખામણીએ પાંખોની ઉપર દબાણ ઓછું રહે છે જેથી તેઓ ઉડતા સમયે પડી નથી જતા.

image source

એટલું જ નહિ પણ પક્ષીઓ ઉડતા સમયે તેની પાંખો ફડફડાવે છે તે પણ બહુ મહત્વની ક્રિયા હોય છે. આ ક્રિયા માટે પક્ષીઓ બળ કરે છે અને હવામાં આગળની બાજુએ ગતિ કરે છે. પાંખો ફડફડાવવાને લીધે પક્ષીઓ આકાશમાં વધુ ઊંચાઈએ પણ જઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span