શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો જોઇને તમને પણ થશે…

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, ફોટામાં જોઈ લો પલકનો બોલ્ડ અવતાર.

image source

ટેલિવિઝન અભિનેત્રી અને બીગબોસની વિજેતા શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ઇન્ડસ્ટ્રીની દુનિયાથી ઘણી જ દૂર છે તેમ છતાં એ પોતાના ફોટાના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે.

પલક ખૂબ જ સુંદર દેખાય છે અને એની આ જ સુંદરતાને કારણે એ હંમેશા ચર્ચામાં રહે છે. પલક એની માતાની જેમ જ ખૂબ જ સ્ટાઈલિશ છે. પલકના સુંદર અને હોટ ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

image source

પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ રહે છે. હાલ થોડા સમય પહેલા જ પલકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક હોટ ફોટા શેર કર્યા છે, જોકે આમ હોટ ફોટા એમને પહેલીવાર પોસ્ટ કર્યા હોય એવું નથી. કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે ઘરે સમય પસાર કરી રહેલી પલકે પોતાનું ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટામાં પલક સિમ્પલ દેખાઈ રહી છે પણ સિમ્પલ હોવા છતાં તે ખૂબ જ સુંદર પણ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

ફોટાઓમાં પલકે મરૂન કલરનું ટોપ અને બ્લેક ટ્રાઉઝર પહેરેલું છે. આ પહેરવેશ સાથે પલકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ફોટાઓમાં પલકે મેકઅપનો પણ ઘણો ઓછાં પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. અને પલકના ચાહકો આ ફોટાઓને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દરેક ફોટામાં પલક અલગ અલગ રીતે પોઝ આપતી નજરે પડી રહી છે. પલકનો દરેકે દરેક ફોટો ખૂબ જ આકર્ષિત લાગી રહ્યો છે.

મેકઅપ માટે આટલા મોંઘા પ્રોડકટનો ઉપયોગ કરે છે પલક તિવારી.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

મધર્સ ડે પર શ્વેતા તિવારીએ પોતાની દીકરી પલક તિવારીના મેકઅપ વિશે જણાવ્યું હતું. પિંકવિલા સાથેની વાતચીતમાં શ્વેતાએ જણાવ્યું હતું કે પલક તિવારીના એક એક આય શેડ 7-8 હજાર રૂપિયાના આવે છે.શ્વેતા તિવારી એ આગળ જણાવ્યું કે ” પલકના 16મો જન્મદિવસ હતો. અને એ શોપિંગ કરવા માટે ગઈ જતી અને એ એક લાખ એંસી હજારનો મેકઅપનો સામાન લઈને આવી હતી.બસ એ પછી મેં વિચારી લીધું કે મારે હવે બીજી દીકરી નથી જોઈતી, મારે તો દીકરો જોઈએ. મેં મારા પરિવારના લોકોને પણ કહી દીધું હતું કે હું હવે એક દીકરો ઈચ્છું છું.”તમને જણાવી દઈએ કે પલક તિવારી શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે.

image source

તમને જણાવી દઈએ કે શ્વેતા 19 વર્ષની વયે વર્ષ 1998માં રાજા ચૌધરીને પરણી હતી. અને શ્વેતાએ વર્ષ 2000માં પલકને જન્મ આપ્યો હતો. રાજના ઉગ્ર સ્વભાવ અને વારંવાર થતી મારપીટ તેમજ રાજા દ્વારા બોલાતા અપશબ્દોના કારણે શ્વેતાએ 2007માં રાજા ચૌધરી સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તે સમયથી પલકની કસ્ટડી શ્વેતા પાસે જ છે.

source : jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.